________________
જૈનધર્મને પ્રાણ ઈશ્વર અષ્ટિને કર્તા અને કર્મલાતા કેમ નહીં?
આ જગત ક્યારેય નવું નથી બન્યું; એનું અસ્તિત્વ તે સદાકાળથી જ છે. હા, એમાં પરિવર્તન થતાં રહે છે. અનેક પરિવર્તન એવાં થાય છે કે જે થવામાં મનુષ્ય વગેરે પ્રાણુવર્ગના પ્રયત્નની જરૂર જોવામાં આવે છે, તેમ જ એવાં પરિવર્તન પણ થાય છે કે જેમાં કેઈના પ્રયત્નની અપેક્ષા નથી રહેતી; એ જડ તત્તના જાતજાતના સંયોગોથી–ગરમી, વેગ, દિયા વગેરે શકિતઓથી-થતાં રહે છે. દાખલા તરીકે માટી, પથ્થર વગેરે વસ્તુઓ એકત્ર થઈ જવાથી નાના-મોટા ટેકરા કે પહાડ બની જાય છે; આમતેમથી પાણીના પ્રવાહો ભેગા થઈ જવાથી એ નદીરૂપે વહેવા લાગે છે; વરાળ પાણરૂપે વરસે છે અને ફરી પાછું પાણી વરાળ બની જાય છે, વગેરે વગેરે. એટલા માટે ઈશ્વરને સૃષ્ટિને કર્તા માનવાની કઈ જરૂર નથી.
પ્રાણ જેવું કર્મ કરે છે એવું જ ફળ એને કર્મ દ્વારા મળે છે. કર્મ જડ છે, અને પ્રાણું પોતે કરેલા ખરાબ કર્મનું ફળ મળે એમ નથી ઈચ્છતો, એ સાચું છે, પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જીવ–ચેતનના સંસર્ગથી કર્મમાં એવી શક્તિ પેદા થઈ જાય છે કે જેથી એ પિતાના સારા-ખરાબ વિપકાને, નિયત સમયે, જીવ વિષે પ્રગટ કરી દે છે. કર્મવાદ એમ નથી માનતા કે જડ કર્મ, ચેતનના સંપર્ક વગર જ, ફળ આપવામાં સમર્થ છે. એ તે એટલું જ કહે છે કે ફળ આપવા માટે ઈશ્વરરૂપ ચેતનની પ્રેરણા માનવાની કોઈ જરૂર નથી. કારણ કે બધાય જીવ ચેતન છે. તેઓ જેવું કામ કરે છે એવી જ એમની બુદ્ધિ થઈ જાય છે, કે જેથી કર્મના ફળની ઈચ્છા ન હોવા છતાં તેઓ એવું જ કામ કરી બેસે છે કે જેથી એમને પિતાના કર્મ પ્રમાણે ફળ મળી જાય છે. કર્મ કરવું એક વાત છે, અને એના ફળને ન ઈચ્છવું એ બીજી વાત છે. કેવળ ઈચ્છા નહીં હોવાથી કરેલા કમનું ફળ મળતું અટકી જાય, એવું નથી બનતું. સામગ્રી એકત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org