________________
૨૦૦
જૈનધર્મનો પ્રાણુ
ગ) કારણોમાં કરેલે મળે છે. વધારે ટૂંકાણમાં કહેવું હોય તે એમ કહી શકીએ કે કષાય જ કર્મબંધનું કારણ છે. આમ તે કલાના વિકારના અનેક પ્રકાર છે, પણ આધ્યાત્મિક વિદ્વાનેએ એ બધાનું ટૂંકમાં વર્ગીકરણ કરીને એના રાગ અને દ્વેષ એવા બે જ પ્રકાર કર્યો છે. અજ્ઞાન, મિથ્યાજ્ઞાન વગેરે જે કર્મના કારણે કહેવાય છે એ પણ રાગ-દ્વેષના સંબંધને લીધે જ. રાગની કે દ્વેષની માત્રા વધી કે જ્ઞાન વિપરીત રૂપે બદલવા લાગ્યું જ સમજો. તેથી શબ્દને ભેદ હોવા છતાં કર્મબંધના કારણે અંગે બીજાં ઓસ્તિક દર્શને સાથે જૈન દર્શનને કઈ મતભેદ નથી. નૈયાયિક તથા વૈશેષિક દર્શનમાં મિથ્યાજ્ઞાનને, ગદર્શનમાં પ્રકૃતિપુરુષના અભેદજ્ઞાનને અને વેદાંત વગેરેમાં અવિદ્યાને તથા જૈન દર્શનમાં મિથ્યાત્વને કર્મનું કારણ કર્યું છે. પણ એ વાત ખ્યાલમાં રાખવી કે ગમે તેને કર્મનું કારણ કેમ ન માનવામાં આવે, પણ જો એમાં કમની બધતા (કમલેપ પેદા કરવાની શકિત) હશે તે તે સગષના સંધને લીધે જ. રોગને ઘટાડે કે અભાવ થતાં જ અજ્ઞાનપણું (મિથ્યાત્વે ઓછું જેવા લાગે છે કે નાશ પામે છે. મહાભારતના શાંતિપર્વમાંના “ ના વતે તુ:” એ કથનમાં પણું કર્મ શબ્દનો અર્થ રાગ-દ્વેષ જ છે.
કમથી મુક્ત થવાના ઉપાયે
જૈન શાસ્ત્રોમાં પરમ પુરુષાર્થ–મેક્ષ મેળવવાનાં ત્રણ સાધન બતાવ્યાં છે: (૧) સમ્યગ્દર્શન, (૨) સમ્યજ્ઞાન અને (૩) સમ્યફચારિત્ર. ક્યાંક ક્યાંક જ્ઞાન અને ક્રિયા, એ બેને જ મેક્ષનાં સાધન કહ્યાં છે. આવાં સ્થળેમાં દર્શનને જ્ઞાનસ્વરૂપ-જ્ઞાનવિશેષ--માનીને એને જુદું નથી ગણતાં. પણ સવાલ એ થાય છે કે વેદિક દર્શનમાં કર્મ, જ્ઞાન, ગ, અને ભક્તિ, એ ચારેને મોક્ષનું સાધન માનેલ છે, તે પછી જૈન દર્શનમાં ત્રણ કે બે જ સાધન કેમ કહ્યાં? આને ખુલાસે એ છે કે જેન દર્શનમાં જે સમ્યકારિત્રને સમ્યફક્રિયા કહેલ છે, એમાં કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org