Book Title: Karmtattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 21
________________ કમતત્ત્વ ૨૦૩ થઈ શકે કે નહીં ? એક કર્મ બીજા કામમાં ક્યારે ફેરવાઈ જાય છે? એમની બંધ સમયની તીવ્ર કે મંદ શક્તિમાં કેવી રીતે ફેરફાર થઈ શકે? પાછળથી વિપાક-ફળ આપનારું કર્મ પહેલાં જ ક્યારે અને કેવી રીતે ભોગવી લઈ શકાય છે? કર્મ ગમે તેટલું બળવાન કેમ ન. હાય, પણ આત્માની શુદ્ધ પરિણામેથી એ વિપાકને કેવી રીતે રોકી શકાય છે? ક્યારેક ક્યારેક આત્મા સેંકડો પ્રયત્ન કરે તે પણ કમ પિતાને વિપાક ચખાડ્યા વગર કેમ નથી છૂટતું ? આત્મા કેવી રીતે કને કર્તા અને ભક્તા છે? આમ હોવા છતાં પણ વસ્તુતઃ આત્મામાં કર્મનું કર્તવ અને ભક્નત્વ કેવી કેવી રીતે નથી? અંકલેશરૂપ પરિણામ પિતાની આકર્ષણશક્તિથી આત્મા ઉપર એક પ્રકારની સૂક્ષ્મ રજનું આચ્છાદન કેવી રીતે નાખી દે છે? આત્મા વીર્ય-શક્તિને પ્રગટાવીને આ સૂક્ષ્મ રજના આચ્છાદનને કેવી રીતે ફગાવી દે છે? સ્વભાવે શુદ્ધ આત્મા પણ કર્મના પ્રભાવે કેવી રીતે મલિન જે. દેખાય છે ? અને બાહ્ય હજારો આવરણ હોવા છતાં પણ આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપથી ચલિત કેવી રીતે નથી થતું? એ પિતાની ઉત્ક્રાંતિને સમયે પહેલાં બાંધેલાં ઉગ્ર કર્મોને કેવી રીતે દૂર કરી દે છે? એ પિતામાં રહેલા પરમાત્મભાવનાં દર્શન કરવા માટે જ્યારે ઉસુક થાય છે તે વખતે એની અને એમાં અંતરાયરૂપ થતાં કર્મોની વચ્ચે કેવું કંદ જામે છે? છેવટે વીર્યવાન આત્મા કેવી જાતનાં પરિ. ણામોથી બળવાન કર્મોને કમજોર કરીને પિતાના પ્રગતિ-ભાગને નિષ્કટેક બનાવે છે ? આત્મમંદિરમાં બિરાજતા પરમાત્મદેવને સાક્ષાત્કાર કરાવવામાં સહાયક થતા પરિણામ, જેને “અપૂર્વકરણ” તથા અનિવૃત્તિકરણ' કહે છે, એમનું સ્વરૂપ શું છે જીવ પિતાના શુદ્ધ પરિણામેની પરંપરારૂપી વીજળીક યંત્રથી કમરૂપી પહાડોના કેવી રીતે ટુકડેટુકડા કરી નાખે છે? વળી કયારેક ક્યારેક થોડા વખત માટે દબાઈ ગયેલાં કર્મ જ ફરી પાછાં ઊથલે ખાઈને પ્રગતિશીલ આત્માને કેવી રીતે નીચે પટકી દે છે? બંધ અને ઉદયની દૃષ્ટિએ કયાં કયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22