Book Title: Karmagranthashatkavchurni
Author(s): Gunratnasuri, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ કર્મની ગુલામીમાંથી મુકત થવા માટે કર્મ કર્મના પ્રકારો કર્મના સ્થિતિ-રસ-પ્રદેશો કર્મના બંધ-ઉદય-ઉદીરણા-સત્તા વગેરેને જાણવા જોઈએ, ચાવક-નાસ્તિકને છોડીને વિશ્વના તમામ દર્શનો (એકાંતવાદી હોવા છતાં પાગ) એક યા બીજી રીતે કમને સ્વીકારે છે, વેદાંત દર્શનમાં ને માયા ? અવિદ્યા અને પ્રકૃતિ રૂપે મળે છે, મીમાંસકોએ કર્મ માટે અપૂર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે. બૌદ્ધદર્શનમાં વાસના શબ્દ વપરાયો છે, યોગ અને સાંખ્ય દર્શનમાં આશય શબ્દ પ્રસિદ્ધ છે. નાય અને વૈશેષિક દર્શનમાં ધમધમે અદષ્ટ અને સંસ્કાર શબ્દ વિશેષ કરીને વપરાય છે. જ્યારે દેવ ભાગ્ય પુણ્ય પાપ જેવા બીજા અનેક શબ્દો એવા છે જેનો સાધારાગયા સર્વ દર્શનોમાં પ્રયોગ થાય છે. પાગ કર્મ અંગેની સૂક્ષ્મ મીમાંસા, ગુણસ્થાનકોની વિચારણા તથા કર્મસાહિત્યની વિશાળતા જેનદર્શનમાં જોવા મળે છે એવી વિશ્વના કોઈ દર્શનમાં જોવા મળવી અશક્ય છે, કારાગ કે જૈન દર્શનના પ્રત્યેક પદાર્થો સર્વજ્ઞ ભગવાન પ્રાગીત છે. કર્મ અંગેનું વિશદ વાર્શન દ્રષ્ટિવાદ અંતર્ગત ચૌદ પૂર્વમાંથી બીજું પૂર્વ આગ્રામાગીય, પાંચમુ પૂર્વ જ્ઞાનપ્રવાદ તથા આઠમું પૂર્વ કર્મપ્રવાદમાં હતું. આજે તો એક પાણ પૂર્વ ઉપલબ્ધ નથી. વર્તમાનમાં કર્મસંબંધી વિચારણા ઠાગાંગસમવાયાંગ ભગવતીસૂત્ર આપપાતિક સૂત્ર જીવાજીવાભિગમ પન્નવાણા આદિ અંગ ઉપાંગ સૂત્રોમાં તેમજ ઉત્તરાધ્યયન આવશ્યકનિયુકિત વિશેષાવશ્યક ભાગ આદિ મૂળસૂત્રોમાં તથા કર્મપ્રકૃતિપંચસંગ્રહ પ્રાચીન કર્મગ્રન્થોકસાયપાહુડ પખંડાગમનકર્મગ્રંથો આદિ પ્રાચીન ગ્રંથોમાં અને કર્મસિદ્ધિ બંધવિધાનાદિ અર્વાચીન ગ્રન્થોમાં પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પ્રકાશનમાં નવ્ય પાંચ કર્મગ્રન્થ તથા સખતિકા પ્રકરણ અવચૂરી સહિત આખા છે. છઠ્ઠા કર્મગ્રંથ તરીકે ઓળખાતા સપ્તતિકા પ્રક્રાગ અંગે અમે આગળ ઉપર જણાવશું. નવ્ય પાંચ કર્મગ્રંથ અંગે કંઈક લખીએ તે પૂર્વે પ્રાચીન તથા નબ કર્મગ્રન્થના નામાદિ અંગે થોડું વિચારી લઈએ. નિત કરાજની તુલના આચાર્યશ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે પાંચ કર્મગ્રન્થની રચના કરી તે પૂર્વે આચાર્યશ્રીશિવશર્મસૂરિ આદિ. જુદા જુદા પૂર્વાચાર્યો દ્વારા જુદા જુદા સમયમાં કર્મવિષયક છ પ્રકરણોની અથવા બીજા શબ્દોમાં કહીએ તો છ કર્મચન્થોની રચના થઈ ચૂકી હતી. આ છ કર્મગ્રન્યો પૈકીના પાંચ કર્મગ્રન્થોને આધારરૂપે પોતાની નજર સામે રાખીને આચાર્યશ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે પોતાના કર્મચન્થોની રચના કરી હોવાથી તેઓના કર્મગ્રન્થો નવ્ય કર્મગ્રન્થ તરીકે ઓળખવામાં આવે છે. દેવેન્દ્રસૂરિ મહારાજે નવ્યકર્મગ્રન્થોની રચના કરી એટલે પૂવચાર્કકૃત કર્મગ્ર પ્રાચીનકર્મગ્ર" તરીકે ઓળખાવા લાગ્યા. જેમ વિષયમાં પ્રાચીન કર્મગ્રંથોનો આધાર લેવાય છે તેમ નામ અને વરતુને વર્ણવવાનો કમ વગેરે દરેકે દરેક બાબત માટે પ્રાચીન કર્મગ્રંથોને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 220