________________
આ પ્રશરિતમાં ગુણરત્નસૂ.મ.ના નામનો ઉલ્લેખ નથી, પણ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ આ અવચૂર્ણના રચયિતા શ્રી ગુણરત્નસૂ. મ. ને જણાવ્યા છે. અન્યત્રપણ ગુણરત્નસૂ.મ.ની ૬ કર્મગ્રંથની અવર્ગ ૫૬૭૦ શ્લોક પ્રમાણ જણાવી છે. તેથી આ અવર્ણ ગુણરત્ન સૂ.મ.ની જ હોવી જોઈએ. વળી આ અવચૂર્ણિમાં પ્રશસ્તિમાં આવતા વિસ્તરાÚ પદથી એવું અનુમાન થાય છે કે વિ.સં. ૧૪૫૯માં ૩૧૦૦ શ્લોક પ્રમાણ અવર્ગિની રચના કર્યાં પછી ૧૪૮૬માં દ્વિતીય અવર્ણી (૫૬૭૦ શ્લોક પ્રમાણ) રચના કરી હશે,
અવર્ણકાર થી ગુણરત્નસૂિ
આચાર્યશ્રીગુણરત્નસૂરિ મહારાજ વીરપ્રભુની પાટ પરંપરામાં થયેલા આચાર્યશ્રીદેવસુંદર સૂરિમહારાજના પાંચ મુખ્ય શિષ્યોમાં ત્રીજા શિષ્ય હતા. તેઓ ખૂબજ સંયમી અને જ્ઞાની હતા, તેમના ત્રણ મુખ્ય નિયમો હતા. (૧) ટેકો દેવો નહિ, (૨) ગુસ્સો કરવો નહિ અને (૩) વિક્થા-નિંદા કરવી નહિં. આથી લોકો એમ માનતા હતા કે તેઓ જલદી મોક્ષે શે. તેમની પાસે ઘણા મુનિવરો વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ અને જિનાગમ ભણ્યા હતા. નવકારમંત્રના અધિષ્ઠાયક દેવ તેમની ઉપર પ્રસન્ન હતા, તેથી તેઓ બીજાનું ભૂત-ભવિષ્ય અને વર્તમાન જાગી શકતા હતા.
તેઓશ્રીને પોતાના ગુરુદેવ પ્રત્યે અત્યંત બહુમાન હતું. પોતાના ગુરુદેવનો ટૂંકમાં પરિચય આપતા તેઓ જણાવે છે કે ‘તેમનામાં દોષો હતા જ નહિં, આથી દુર્જનો તેમની નિંદા કરી શકતા નહોતા અને તેમના ગુણો અગત હતા.’ આ દેવસુંદર સૂ. મહારાજ મહાન યોગીપુરુષ હતા, તથા અનેક શુભચિહ્નો તેમના ચરાગતલે શોભતા હતા.
આ. ગુગરત્ન સૂ.મ. ના વિલ ગુરુબંધુ આ. શ્રી જ્ઞાનસાગર સૂરિ મહારાજ કાળધર્મ પામીને ચોથા દેવલોકમાં ગયા હતા. તેમણે આ.શ્રી ગુણરત્ન સૂ.મ.ને સ્વનમાં દર્શન આપીને શિષ્ટ-અશિષ્ટ વગેરેની સમજૂતી આપી હતી. દ્વિતીય ગુરુબંધુ શ્રીકુલમંડન સૂરિ તથા આ.શ્રી ગુણરત્ન સૂ.મ.ની આચાર્યપદવી સે, ૧૪૪૨માં ખંભાતની આલિંગ વસતિમાં સૌવર્ગિક લખસિંહ પછીવાલે કરેલા ઉત્સવમાં થઈ હતી.
તેઓશ્રીએ અનેક ગ્રન્થોની રચના કરેલી. કલ્પાંત[ચ્ય એ તેમની સર્વ પ્રથમ રચના છે. ક્રિયારત્ન સમુચ્ચય તથા ષદર્શન સમુચ્ચય આ બે તેમના અત્યંત પ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ ગ્રન્થો છે. આ બે ગ્રન્થની રચનાી જ તેઓ વ્યાકરણ અને તર્કશાસ્ત્રના સમર્થ જ્ઞાતા તરીકે જગાઈ આવે છે. ક્રિયારત્ન સમુચ્ચયની સં. ૧૪૬૮માં શ્રુતભક્ત અને ગુરુભક્ત વિશલદેવે સપરિવાર ૧૦ પ્રતિલિપિઓ કરાવી હતી. આ સિવાય બીજા અનેકગ્રંથો પર તેઓશ્રીએ અવસૂરિની રચના કરી છે. તે જોતા તેઓશ્રીને નિષ્ણાત અવસૂરિકાર તરીકે બીરદાવી શકાય.
તેઓશ્રીએ રચેલા ગ્રન્થોની નામાવલી આ પ્રસ્તાવનાના અંતે આપવામાં આવેલા આઠમા પરિશિષ્ટમાં