Book Title: Karmagranthashatkavchurni
Author(s): Gunratnasuri, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ ઉદય થયો છે.' આખું વિશ્વ (વિશ્વમાં જ જીવો) થઈ કદાના મારે વારે છે, તેમાં જરા પણ ગરબડ નથી. દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટને ચલાવવાના અને નિયંત્રણમાં રાખવાના કાયદા ઘડાયેલા હોય છે. પોલીસખાતા માટે પોલીસ મેન્યુઅલ હોય છે. ન્યાય માટે ઈશ્વિન પિનલ કોડ હોય છે. રેવન્યુ ખાતા માટે લેન્ડ રેવન્યુ કોડ અને રૂલ્સ હોય છે. રેલવે ખાતાના પાગ કડક કાયદા ઘડેલા છે. એ જ રીતે આ દુનિયાના જીવોને મળતા સુખ-દુ:ખ જ્ઞાન-અજ્ઞાન જીવન-મૃત્યુ/શ્રીમંતાઈ-ગરીબી વગેરે કર્મના કાયદાને આભારી છે, આ કર્મના કાયદાની એક ખાસ ખૂબી છે. દુનિયાના તમામ કાયદાઓમાં કોઈને કોઈ અપવાદ (exception to the Rule-Provisio) હોય છે, પણ કર્મના કાયદામાં જરા પણ અપવાદ કે બાંધછોડ નથી. કમને કોઈની શરમ નથી. ઇન્દ્રએ જ્યારે પરમાત્માને સગભર આયુષ્ય વધારવાની વાત કરી ત્યારે પ્રભુએ કહ્યું: “ઇન! તીર્થકો પણ પોતાના આયુષ્યને એક ક્ષણ માટે વધારવા સમર્થ નથી.' આમ કર્મના કાયદામાં જરાપાગ બાંધછોડ કે લાગવગશાહી નથી, ક્ષપકશ્રેણીમાં ચઢેલ આત્માના શુકલધ્યાનમાં એટલી તાકાત હોય છે કે એ ધ્યાનાગ્નિમાં જગતના સર્વ જીવોના કમ જો સંક્રાન્ત થાય તો બધા કમ ભસ્મીભૂત થઈ જાય. પણ એક કાયદો છે કે એક આત્માના કમ કયારેય બીજા આત્મામાં સંતાન ન થઈ શકે. જે કર્મ જેણે બાંધ્યું હોય તેણે જ ભોગવવું પડે, માટે તો શાસ્ત્રકારો પોકારી પોકારીને કહે છે....... "બંધ સમ ચિત્ત ચેતીએ રે.” સજઝાયકાર પણ કહે છે... “હજતાં બાંધ્યો જે કર્મ સેતા નહિ છૂટે રે...' કર્મના ભયંકર વિપાકોને અનુભવી ચૂકેલ એક કવિએ એટલેજ તો ગાયું છે.... ‘કરેલા કેમ મુજને નડે છે, કે ભરીને હૈયું રડે છે. 'કર્મપર્ણીશીના કર્તાએ તો કર્મના વિપાકો કેવા ભયંકર હોય છે તે ઢગલાબંધ દષ્ટાંત વારા બતાવીને છેલ્લે “નમો નમો કર્મમહારાજ' કહીને કર્મસત્તાને બે હાથ જોડીને ત્રીજુ માથું નમાવી દીધું છે. એક ખુલાસો કરી દઈએ - બધા જ કર્મના વિપાકો ભયંકર હોય છે એવું નથી. કર્મના બે પ્રકાર હોય છે... શુભ -અશુભ, શુભ કર્મના વિપાક શુભ હોય, અશુભના અશુભ, સાથે બીજી એક વાત એ પણ સમજી રાખવાની છે કે કર્મ શુભ હોય કે અશુભઆખરે તો એનાથી મુકત જ થવાનું છે. જંજીર સોનાની હોય કે લોખંડની, આખરે તો એ બંધન જ છે. કર્મના સંપૂર્ણ ક્ષય વગર મુકિત અશક્ય છે. १-वैद्याः वदन्ति कफपित्तमराकोपं ज्योतिर्विदो गइकृतं प्रवदन्ति दोष। भूतोपसर्गमय मन्त्रविदो वदन्ति कर्मेर शुद्धमुनयोऽध वदन्ति नूनम् ।।

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 220