Book Title: Karmagranthashatkavchurni
Author(s): Gunratnasuri, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ યુગોત્તમ આચાર્યપુંગવ છે. તેમની જ ગચ્છ પરંપરા લાંબા કાળ સુધી ચાલશે, માટે તારે તેમની ઉપાસના કરવી, આચાર્ય શ્રી દેવન્દ્રસૂમ, અદ્ભૂત પ્રવચનકાર હતા. તેમના વ્યાખ્યાનમાં સંવેગ, ચારના અમોધ રસવાળો શાંતરસનો પ્રવાહ વહેતો હતો. તેઓ ખંભાતના ચોકમાં રહેલા કુમારપાલ વિહારના ઉપાશ્રયમાં વિશાળ સભાને ધમપદેશ દેતા હતા. મહામાત્ય વસ્તુપાળ તેમને વંદન કરવા આવ્યા ત્યારે આચાર્ય મહારાજે ચાર વેદ ઉપર વ્યાખ્યાન આપ્યું, જેમાં જૈન અને જૈનેતરદર્શન સંબંધી સિદ્ધાંતોનું તલસ્પર્શી નિરૂપણ કર્યું. આથી પ્રભાવિત થયેલા વસ્તુપાળે આચાર્ય ભગવંતનું ભાવપૂર્વક બહુમાન કર્યું. તેઓ સમર્થ ગ્રન્થકાર હતા તે તેમણે રચેલા ગ્રન્યો જોતા જાગાઈ આવે છે. તેઓશ્રીએ રચેલા ગ્રન્થોની નામાવલી અમે આ પ્રસ્તાવનાના પાંચમાં પરિશિષ્ટમાં આપેલ છે. તેઓશ્રીના શો દેવેન્દ્રાંતિ હતા એટલે કે દરેક ગ્રન્થની સમાપ્તિમાં દેવેન્દ્ર શબ્દનો પ્રયોગ તેઓશ્રીએ કરેલ છે. તેઓશ્રીની પ્રેરણાથી સં. ૧૩૦૧ ના વરડિયા આસદેવે ઉપાસકસૂત્રની વૃત્તિ લખાવી હતી. તેઓશ્રીના સદુપદેશથી ધોળકા, દીવબંદર, મહુવા, ટીંબાના, દેવપત્તન વગેરે ગામના જેનોએ મળીને સ્વ પરના ઉપકાર માટે અને મોક્ષપ્રાપ્તિ માટે મહુવામાં મોટો સરસ્વતી જ્ઞાનભંડાર આપને , અને તેમનું આગમસૂત્રો તથા તેની ટીકાઓ, વ્યાકરણ, કાવ્ય, ન્યાય, સાહિત્ય, કથા વગેરે વિવિધ વિજ્યના ગ્રન્થો લખાવીને મૂકાવ્યા. આ સિવાય પાટણ, વીજાપુર, ખંભાત વગેરે સંઘમાં પણ તેઓશ્રીની પ્રેરણાથી અનેક જ્ઞાનભંડારોની સ્થાપના થઈ હતી. આશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ ર્સ, ૧૩૨૭ માં માળવામાં કાળધર્મ પામ્યા હતા. તેમના કાળધર્મના રામાચારથી શ્રીસંઘમાં ભારે ગમગીની લાઈ. ખંભાતના ભીમદેવે તે દિવસથી અન્ન લેવાનો ત્યાગ કર્યો. સાથેના મુનિવરોએ પણ માળવાથી ગૂજરાત તરફ વિહાર કર્યો. તેમના ગુરુદેવ આચાર્યશ્રી જગન્દ્રસૂરિ મહારાજ ત્યાગી, વૈરાગી તથા ચારિત્રધર્મના ચુસ્ત આગ્રહી હતા, તે કાળે વ્યાપેલી કિયા શિથિલતાને દૂર કરવા તેઓશ્રીએ સખત પરિશ્રમમ સેવ્યો હતો. તેઓ મહ. જ્ઞાની અને મહાતપસ્વી હતા. ઉદયપુર પાસેના આઘાટપુર (આયડ)માં બત્રીસ દિગંબરાચાર્યો સાથે વાદ કરીને વિજય મેળવતા તેમને મેવાડના રાણા જેન્દ્રસિંહે “હીરાનુ માનવંતુ બિરુદ આપેલું. તેમણે બાર વર્ષ સુધી સતત આયંબિલ કર્યા હોવાથી મેવાડના રાણાએ તેઓશ્રીને મહાતપસ્વી કહીને બીરદાવેલા, અને તપા' એવું બિરૂદ આપેલું આ. શ્રી દેવેન્દ્રસૂ. મ. ના અનેક શિષ્યો હતા. જેમાં આ. વિઘાનંદસૂરિ તથા આ. ધર્મઘોષસૂરિ આદિ તેમના મુખ્ય શિષ્યો હતા. આ બંને આચાર્ય ભગવંતો સંસારીપણામાં વરહડીયા ગોત્રના જિનચંદ્રના

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 220