Book Title: Karmagranthashatkavchurni Author(s): Gunratnasuri, Mahabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ અનુક્રમે (૧) ધીણાંક (૨) શ્રેમસિંહ (3) ભીમસિંહ (૪) દેવસિંહ અને (૫) મહાગસિંહ એમ પાંચ પુત્રો હતા. તેમાંના ક્ષેમસિંહ અને દેવસિંહ ભવભીરુ અને અત્યંત વૈરાગ્યવૃત્તિવાળા હતા. દેવસિંહ બાલ્યવયમાં દીક્ષા લઈને આચાર્ય શ્રી જગન્દ્રસૂરિમહારાજના શિષ્ય થઈ કમિશ: આચાર્યપદ પ્રાપ્ત કરી આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ તરીકે પ્રસિદ્ધ બન્યા તથા શ્રેમસિંહ ત્યાર પછી ચારિત્ર લઈને આચાર્ય શ્રી જગચ્ચસૂરિ મહારાજના શિષ્ય આચાર્યશ્રી વિજયચન્દ્રસૂરિ મહારાજના શિષ્ય થઈ આચાર્યપદ પ્રાપ્ત કરી આચાર્યશ્રી ક્ષેમકીર્તિસૂરિ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આ બંને શિષ્ય પ્રશિષ્યોના આચાર્યશ્રી જગઍકસૂરિ મહારાજ સંસારી પક્ષે કાકા થતા હતા. આચાર્યશ્રી ક્ષેમકીર્તિસૂરિ મહારાજે બહન્કલ્પભાળ ઉપર ૪૨૬૦ શ્લોક પ્રમાણ સુખબોધિકા નામની વિસ્તૃત વૃત્તિ રચી હતી. - આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ વિવી, કિક, સંસી, કાળના ગીતને યાદ કરાવે તેવા જ્ઞાની, ચારિત્રનિક અને સર્જક હતા, તપસ્વીરત્ન આચાર્યશ્રી જગશ્ચન્દ્રસૂરિ મહારાજે કિયોદ્ધાર કર્યો ત્યારે આ. શ્રી દેવેન્દ્રસૂરિ મ. તેમના સહયોગી હતા. તેમના શાંત રસવાળા, વાત્સલ્યભર્યા મીઠા ઉપદેશથંજ અંચલગરછીય આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિએ લગભગ સં. ૧૩૭માં થરાદમાં કિયોદ્ધાર કરી શુદ્ધમાર્ગ સ્વીકાર્યો હતો. મેવાડના રાણા જૈત્રસિંહ, રાણો તેજસિંહ, રાણી જયતલાદેવી, રાણો સમરસિંહ વગેરે તેમના અનન્ય રાગી હતા. તેમના ઉપદેશથી રાણી જયતલાએ ચિત્તોડના કિલ્લા પર શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું હતું. રાણા તેજસિંહે પાગ મેવાડમાં અમારિપાલન કરાવ્યું હતું. પોતાના ગુરુદેવની સાથે તેઓશ્રીએ શત્રુંજય ગિરનાર આબૂ વગેરે તીર્થોની યાત્રાઓ કરી હતી. બાર વર્ષ મેવાડમાં વિચરી આ દેવેન્દ્રસૂરિ મહારાજે જ્યારે સં. ૧૩૧૯ માં ખંભાત પધાર્યા ત્યારે તેમના ગુરુભાઈ આ. વિજયચંદ્રસૂ મહારાજ ચિત્રવાસીઓની સાથે રહી શિથિલાચારી બની ગયા હતા, અને દેવેન્દ્ર. મ. ની આજ્ઞા છોડીને પોતાનો સ્વતંત્ર ગચ્છ બનાવ્યો હતો. તેઓ જે વસ્તીમાં રહેતા હતા તે વડીપોષાળ તરીકે ઓળખાતી હતી. આચાર્યદેવેન્દ્રસૂમ. તેમની વસ્તીમાં ન ઉતરતા અલગ વસ્તીમાં હતા તેથી તેમનો શિષ્ય પરિવાર લઘુપોષાળના નામે પ્રસિદ્ધ થયો. શોની ભીમદેવ ત્યાગ અને સંયમ માર્ગની તરફેણ કરતો હોવાથી તેણે આ. શ્રી દેવેન્દ્રસૂરિ મ. ને પોતાની વસ્તીમાં ઉતાર્યા, આ બંને આચાર્યો વચ્ચે ભેદ પડતા સંગ્રામ સોનીના પૂર્વજ સોની સાંગણ ઓશવાલે આ બંને શાખામાં કંઈ શાખા સાચી છે તેનો નિર્ણય કરવા તપસ્યા કરીને પ્રત્યક્ષ પ્રભાવી જિનપ્રતિમાની સામે ધ્યાન ધર્યું. શાસનદેવીએ પ્રગટ થઈને સાંગાણસોનીને જણાવ્યું કે 'આ.દેવેન્દ્રસૂરિPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 220