Book Title: Karmagranthashatkavchurni Author(s): Gunratnasuri, Mahabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ 'પ્ કર્મપ્રકૃતિઓનો બન્ધ, ઉદય, ઉદીરાણા અને સત્તા હોય છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૩-ત્રીજા અન્યસ્વામિત્વ નામના કર્મગ્રન્થમાં ગત્યાદિમાગંગાસ્થાનોને આશ્રી જીવોના કર્મપ્રકૃતિવિષયક બન્ધસ્વામિત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજા કમઁગ્રન્થમાં ગુણસ્થાનોને આશ્રીને બન્ધનું વર્ગન કરવામાં આવ્યું છે જ્યારે આ કર્મગ્રન્થમાં ગત્યાદિમા ગાસ્થાનોને ધ્યાનમાં રાખી બન્ધસ્વામિત્વનો વિચાર કરવામાં આવ્યો છે. ૪-ચોથા ષડશીતિ નામના કર્મગ્રન્થમાં જીવસ્થાન, માર્ગ ગાસ્થાન, ગુણસ્થાન, ભાવ અને સંખ્યા એ પાંચ વિભાગ પાડીને તેનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. આ પાંચ વિભાગ પૈકી ત્રણ વિભાગ સાથે બીજા વિષયો પણ વર્ણવવામાં આવ્યા છે. (ક) વગ્યાનમાં ગસ્થાન, યોગ, ઉપયોગ, લેશ્યા, બન્ધ, ઉદય, ઉદીરણા અને સત્તા આ આઠ વિષયો ચર્ચવામાં આવ્યા છે. (ખ) માર્ગણાસ્થાનમાં જીવસ્થાન, ગુણસ્થાન, યોગ, ઉપયોગ, લેશ્યા અને અલ્પબહુત્વ એ છ વિષયો વર્ણવ્યા છે અને (ગ) ગુણસ્થાનમાં જીવસ્થાન, યોગ, ઉપયોગ, લેશ્મા, બન્ધહેતુ, બન્ધ, ઉદય, ઉદીરણા અને સત્તા આ નવ વિષયો વર્ણવ્યા છે. પાછલા બે વિભાગો અર્થાત્ ભાવ અને સંખ્યાનું વર્ણન કોઈ વિષયથી મિશ્રિત નથી. ૫-પાંચમ શતક નામના કર્મગ્રન્થમાં, પહેલા કર્મગ્રન્થમાં વર્ણવેલ કર્મપ્રકૃતિઓ પૈકીની કઈ કઈ પ્રકૃતિઓ ધ્રુવબન્ધિની, અધ્રુવબન્ધિની, ધ્રુવોદયા, અવોદયા, ધ્રુવસત્તાકા, અવસત્તાકા, સર્વ-દેશધાતી, અઘાતી, પુણ્યપ્રકૃતિ, પાપપ્રકૃતિ, પરાવર્તમાનપ્રકૃતિ અને અપરાવર્તમાન પ્રકૃતિઓ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પછી ઉપરોક્ત પ્રકૃતિઓ પૈકીની કઈ કઈ કર્મપ્રકૃતિઓ ક્ષેત્રવિપાકી, જીવવિપાકી, ભવિપાકી અને પુદ્ગલવિપાકી છે એનું વિભાગવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ પછી ઉપરોક્ત કર્મપ્રકૃતિઓના પ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, રસબન્ધ અને પ્રદેશબન્ધ એ ચાર પ્રકારના બન્ધનું સ્વરૂપ અને તે સમજમાં આવે તે માટે મોદકનું દષ્ટાન્ત કહેવામાં આવ્યું છે. આટલું કહ્યા બાદ કર્યો જીવ કઈ કઈ જાતના બન્ધનો રવામી હોય છે એ કહેવામાં આવ્યું છે અને છેવટે ઉપશમક્ષણ અને ક્ષેપકશ્રેણનું વિસ્તૃત સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. આ મુખ્ય વિષયો સિવાય આ કર્મગ્રન્થમાં ધ્રુવબન્ધિની આદિ પ્રકૃતિઓને આશ્રીને સાદિ-અનાદિ ભાંગાઓનું નિરૂપણ વિગેરે અવાન્તર અનેક વિષયો ગ્રન્થકારે વર્ણવેલા છે. આ પાંચે કર્મગ્રન્થો પ્રાકૃતભાષામાં તથા આર્યાછન્દમાં રચાયા છે. વર્તમાનસંઘમાં ચારપ્રકરણ ત્રણભાષ્ય કંઠસ્થ કર્યા પછી પાંચ નવ્ય કર્મગ્રન્થ તથા સપ્તતિકા પ્રકરણનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 220