Book Title: Karm Sambandhi Jain Sahitya
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ કર્મ સંબંધી જેન સાહિત્ય. ( ૧૫ ) ૪ મન, વચન અને કાયાને અશુભ કાર્યમાં પ્રવર્તાવવાથી જે અધ્યવસાયની મલિનતા જણાય છે, તેથી કર્મબંધ થાય છે, તે પેગ નામનું કર્મબંધનું શું કારણ છે. આ ચારે કારણનું જેનશાસ્ત્રમાં ઘણું વિસ્તૃત વર્ણન છે, અને તે ખાસ ધ્યાન આપવા લાયક છે. તે ધ્યાનમાં લીધા પછી તે કારણેમાં આત્માને ન વર્તવા દે અને તેથી વિરૂદ્ધના શુભ કારણોમાં આત્માની પ્રવૃત્તિ કરવી તે શુભ બંધના અથવા કર્મની નિર્જરાના કારણે છે. એમાં પ્રગતિ કરતાં આ આત્મા છેવટે સર્વ કર્મથી વિમુક્ત થાય છે અને સર્વ ઉપદ્રવ રહિત એક્ષરથાનને પામે છે. આ પ્રગતિને જૈનશાસ્ત્રકારોએ ગુણસ્થાનરૂપે ગુણસ્થાનના નામથી વર્ણવેલ છે. એવા ગુણસ્થાન મુખ્ય ૧૪ કહ્યા છે. તે દરેકના પણ તરતમતા મેગે અનેક ભેદે થાય છે. તેમાં છેવટના બે ગુણઠાણું તે તરતમ ભાવ વિનાના છે. એ સ્થાને પહોંચેલા સર્વ જીવ ( આત્માઓ) સમાન હોય છે. કર્મગ્રંથની અંદર કર્મબંધના મુખ્ય ચાર પ્રકાર બતાવેલા છે. ૧ પ્રકૃતિ બંધ-(કર્મોને સ્વભાવ) આત્માને તે શું લાભ અથવા હાનિ કરે ત, ૨ સ્થિતિબંધ-અધેલાં કર્મ કેટલા વખત સુધી ભેગવવાં પડે તે. ૩ અનુભાગ બંધ-જેવા જેવા મંદ અથવા તીવ્ર શુભ કે અશુભ અધ્યવસાયથી કર્મ બાંધેલ હોય તે તેની અંદર તીવ્ર કે મંદ અથવા શુભ કે અશુભ રસ પડે છે તે. અને ૪ પ્રદેશ બંધ-તે આત્માની સાથે કમના પ્રદેશનું ચૂંટવુંએકરૂપ થવું તે. - હવે “આત્મા અરૂપી છે અને કર્મ રૂપી છે તે તે બન્નેને સગા સંબંધ શી રીતે થાય?” એ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે-આત્મા અરૂપી છતાં તેને મદિરાપાનાદિ બેશુદ્ધ બનાવે છે, વિષભક્ષણદિવડે દેહમાંથી નીકળવું પડે છે, વિષને પગલે તેને શરીરમાંથી કાઢે છે જુદા પાડે છે, તે રીતે કર્મ રૂપી છતાં પણ અરૂપી આત્માની ઉપર અસર કરી શકે છે, એમાં સંશય કરવા જેવું નથી. કેટલાએક દર્શનકાર કર્મને અરૂપી માને છે પણ તે માન્યતા ભૂલભરેલી છે; કારણ કે જે કર્મ અરૂપી હોય તે અરૂપી આકાશ જેમ આત્માને ઉપઘાત કે અનુગ્રહ કરી શકતું નથી તેમ તે પણ કરી શકે નહીં. આત્મા સાથે કર્મ અનંત કાળથી-અનાદિથી લાગેલા છે અને તે જાના ઘટે. નવા ચૅટે એમ થયા કરે છે. પ્રવાહે અનાદિ છે અને જો એમ ન હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16