Book Title: Karm Sambandhi Jain Sahitya Author(s): Kunvarji Anandji Shah Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 1
________________ ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં શા. કુંવરજી આણંદજીએ વાંચેલું ભાષણ. કર્મ સંબંધી જૈન સાહિત્ય. - અનેક દર્શનના પ્રાચીન અને અર્વાચીન તમામ સાહિત્ય તરફ દષ્ટિ કરતાં . જિનદર્શનમાં કર્મને લગતું જેટલું સાહિત્ય પૂર્વ પુરૂષોએ રચેલું છે અને જેટલું છપાયેલું છે તેટલું કઈ પણ દર્શનમાં લખાયેલ કે છપાયેલ નથી. પ્રાયે એમ કહીએ તે ચાલી શકે કે એ વિષયમાં અન્ય દશનકાર તેટલા ઉતરેલ જ નથી. કર્મને વિષય અતીન્દ્રિય છે, તેથી તેના મુખ્ય પ્રણેતા સર્વજ હેઈ શકે; એમાં કલ્પના ચાલી શકતી નથી. એ કલ્પનાતીત વિષય છે. આ સંબંધમાં જૈન સાહિત્ય કેટલું છે? તેની ટુંક ધ આ સાથે આપેલી છે તે ઉપરથી સમજી શકાશે કે એ વિષયમાં લા કલેક જેનાચાર્યોએ રચેલાં છે અને તેને બહેળો ભાગ તેજ રૂપમાં (પ્રાકૃત ને સંસ્કૃતમાં ) છપાયેલ છે, તેમજ ગુજરાતી ભાષાંતર સાથે પણ ઘણે ભાગ બહાર પડેલ છે ( છપાયેલને નોંધ પણ આ સાથે આપેલ છે. ) જૈન દર્શન ખાસ પુરૂષાર્થવાદી છે, કારણ કે પુરૂષાર્થ વડેજ આત્મા પૂર્વકૃત કર્મોને નાશ કરીને શિવસ્થાન-નિરુપદ્રવ સ્થાન-અપુનરાવૃત્તિવાળું, સ્થાન મેળવી શકે છે, છતાં કમને લગતા શાસ્ત્રો તેમાં ઘણું હોવાથી તેમજ તે સંબંધમાં ઉપદેશ, ચર્ચા તેમજ તેનાથી ડરવાપણું વિશેષ હોવાથી જેને કર્મવાદી કહેવામાં આવે છે. ખરે જેને જેમ બને તેમ નવાં કર્મ ન બંધાય, ઓછા બંધાય, શુભ બંધાય તેને માટે પ્રયત્નશીલ હોય છે, કારણકે ઉપર જણાવેલા મક્ષસ્થાનમાં જતાં રોકી રાખનાર કર્મો જ છે; તેથી વ્યવહારવિચક્ષણ વણિક જેમ આવક વધારે ને ખર્ચ એ છે કરી શ્રીમંત થાય તેમ ખરે જૈન પણ આત્મિક સંપત્તિ જેમ બને તેમ વધારે મેળવે-પ્રગટ કરે અને ન કર્મબંધ રૂપ ખર્ચ ઓછો કરે, એમ કરીને સાચો શ્રીમંત બને. કર્મ બે પ્રકારના છે-શુભ અને અશુભ. શુભ કર્મ સુખ આપે છે ત્યારે અશુભ કર્મ દુઃખ આપે છે. આ વિષય વધારે સમજવા માટે કર્મના મૂળ ૮ વિભાગ પાડવામાં આવ્યા છે, અને તેના ઉત્તર ભેદ ૧૫૮ પાડવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16