Book Title: Karm Sambandhi Jain Sahitya
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
View full book text
________________
( ૧૨ )
કુંવરજી અણિંદજીનું ભાષણ.
આ આઠ કરણ કહેવાય છે. તે ઉપરાંત કર્મ પ્રકૃતિના ઉદય અને સત્તાની હકીકત પણ કમ પ્રકૃતિમાં દાખલ કરેલ છે. કર્મગ્રંથ કરતાં આ કર્મ પ્રકૃતિ ગ્રંથમાં ઘણી વિશેષ હકીકત છે. તેની ઉપર બે ટકા છે. પ્રથમ ટીકાકાર મલયગિરિજી છે, બીજા ટીકાકાર યશવિજયજી ઉપાધ્યાય છે. તેમણે મલયગિરિજીએ કહેલ તમામ હકીકત કહ્યા ઉપરાંત બીજી વધારે હકીકતે કર્મના અંગની દાખલ કરી છે, તેથી પ્રથમની ટીકા ૮૦૦૦ કલેક પ્રમાણ છે ને બીજી ટીકા ૧૩૦૦૦ કલેક પ્રમાણ થઈ છે.
પંચ સંગ્રહ–આ ગ્રંથના બે વિભાગ છે તેના પહેલા વિભાગમાં પાંચ અધિકારને તેમજ બે ભાગમાં થઈને પાંચ ગ્રંથને સમાવેશ કરેલ છે. તે પાંચ ગ્રંથે પૈકી શતક, સપ્તતિકા ને કર્મપકૃતિ લભ્ય છે અને સત્કમ તથા કષાય પ્રાભત નામના બે ગ્રંથ હાલ લભ્ય નથી. એ ગ્રંથના બીજા વિભાગમાં કર્મ પ્રકૃતિ ગ્રંથને જ બહેળો ભાગ અક્ષરશઃ દાખલ કરેલ છે.
કર્મ સંબંધી ગ્રંથનું લીસ્ટ આ સાથે આપેલ છે, તેમાંથી બહાળે જરૂરી ભાગ છપાયેલે પણ છે, તેનું લીસ્ટ પણ તેની નીચે આપેલ છે. આ કાર્ય સુનિમહારાજની પૂરતી સહાયતાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તથા શ્રી જન આત્માનંદ સભાએ વિશેષે કરેલ છે.
કર્મને વિષય એટલે ગૂઢ છે તેટલેજ જાણવાની જરૂરીયાતવાળો છે. જે આપણે જાણીએ કે અમુક જાતિનું સુખ કે દુઃખ આપણે અમુક કર્મપ્રકૃતિના ઉદયથી ભેગવીએ છીએ અને તે પ્રકૃતિને બંધ અમુક કારણોથી થાય છે, તે કદી આપણે ઉદયને તે રોકી ન શકીએ પણ નવા બંધને તે રેવા અવશ્ય પ્રયત્ન કરીએ કે જેથી કરીને તે સંતાપકારી ઉદય ભેગવ ન પડે સુજ્ઞ મનુષ્ય આ હેતુને ધ્યાનમાં લઈને કર્મસંબંધી ગ્રંથને ગુરૂગમથી અભ્યાસ કરશે અને જેમ બને તેમ કર્મથી હલકા થવા તેમજ અશુભકર્મ બંધને રોકવા પ્રયત્ન કરશે એટલું ઈચ્છીને આ ટુંકે લેખ સમાપ્ત કરવામાં આવે છે.
આશા છે કે આ લેખને અવશ્ય સદુપયેગ થશે.
કુંવરજી આણંદજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org