Book Title: Karm Sambandhi Jain Sahitya
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249579/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં શા. કુંવરજી આણંદજીએ વાંચેલું ભાષણ. કર્મ સંબંધી જૈન સાહિત્ય. - અનેક દર્શનના પ્રાચીન અને અર્વાચીન તમામ સાહિત્ય તરફ દષ્ટિ કરતાં . જિનદર્શનમાં કર્મને લગતું જેટલું સાહિત્ય પૂર્વ પુરૂષોએ રચેલું છે અને જેટલું છપાયેલું છે તેટલું કઈ પણ દર્શનમાં લખાયેલ કે છપાયેલ નથી. પ્રાયે એમ કહીએ તે ચાલી શકે કે એ વિષયમાં અન્ય દશનકાર તેટલા ઉતરેલ જ નથી. કર્મને વિષય અતીન્દ્રિય છે, તેથી તેના મુખ્ય પ્રણેતા સર્વજ હેઈ શકે; એમાં કલ્પના ચાલી શકતી નથી. એ કલ્પનાતીત વિષય છે. આ સંબંધમાં જૈન સાહિત્ય કેટલું છે? તેની ટુંક ધ આ સાથે આપેલી છે તે ઉપરથી સમજી શકાશે કે એ વિષયમાં લા કલેક જેનાચાર્યોએ રચેલાં છે અને તેને બહેળો ભાગ તેજ રૂપમાં (પ્રાકૃત ને સંસ્કૃતમાં ) છપાયેલ છે, તેમજ ગુજરાતી ભાષાંતર સાથે પણ ઘણે ભાગ બહાર પડેલ છે ( છપાયેલને નોંધ પણ આ સાથે આપેલ છે. ) જૈન દર્શન ખાસ પુરૂષાર્થવાદી છે, કારણ કે પુરૂષાર્થ વડેજ આત્મા પૂર્વકૃત કર્મોને નાશ કરીને શિવસ્થાન-નિરુપદ્રવ સ્થાન-અપુનરાવૃત્તિવાળું, સ્થાન મેળવી શકે છે, છતાં કમને લગતા શાસ્ત્રો તેમાં ઘણું હોવાથી તેમજ તે સંબંધમાં ઉપદેશ, ચર્ચા તેમજ તેનાથી ડરવાપણું વિશેષ હોવાથી જેને કર્મવાદી કહેવામાં આવે છે. ખરે જેને જેમ બને તેમ નવાં કર્મ ન બંધાય, ઓછા બંધાય, શુભ બંધાય તેને માટે પ્રયત્નશીલ હોય છે, કારણકે ઉપર જણાવેલા મક્ષસ્થાનમાં જતાં રોકી રાખનાર કર્મો જ છે; તેથી વ્યવહારવિચક્ષણ વણિક જેમ આવક વધારે ને ખર્ચ એ છે કરી શ્રીમંત થાય તેમ ખરે જૈન પણ આત્મિક સંપત્તિ જેમ બને તેમ વધારે મેળવે-પ્રગટ કરે અને ન કર્મબંધ રૂપ ખર્ચ ઓછો કરે, એમ કરીને સાચો શ્રીમંત બને. કર્મ બે પ્રકારના છે-શુભ અને અશુભ. શુભ કર્મ સુખ આપે છે ત્યારે અશુભ કર્મ દુઃખ આપે છે. આ વિષય વધારે સમજવા માટે કર્મના મૂળ ૮ વિભાગ પાડવામાં આવ્યા છે, અને તેના ઉત્તર ભેદ ૧૫૮ પાડવામાં આવ્યા છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) કુંવરજી આણંદજીનું ભાષણ. તે સબંધી અહીં વધારે વિસ્તાર ન કરતાં માત્ર આ કર્મનીજ ટુંકી વ્યાખ્યા આપવામાં આવે છે. ૧ જ્ઞાનને આવરણ કરે-કે-ખરી સમજ પડવા ન દેય તે જ્ઞાનાવરણીય કર્મ ૨ ઇંદ્રિયેથી ને આત્માથી જોવાતા વિષયને રેકે તે દશનાવરણય કર્મ. ૩ સુખ અને દુઃખ આપે તે સાતા ને અસતા રૂપ વેદનીય કમ. ૪ સંસારમાં મેડ પમાડે-મુંઝવે અનેક પ્રકારની ખટપટમાં ઉતારે-સંસારમાં પરિભ્રમણ કરાવે–ખરી સમજ પડવા ન દેય, શુભાચરણ પણ થવા ન દેય તે મોહનીય કર્મ. ૫ ઉંચ અને નીચ જાતિમાં ઉત્પન્ન કરે-જન્મ આપે તે ગાત્ર કર્મ ૬ દાન દેતાં, લાભ મેળવતાં, વસ્તુઓને ભોગ-ઉપભોગ લેતાં અટકાવે-- તેમાં ખામી લાવે, આત્મવીર્ય કે શારીરિક બળ પૂરતું ફેરવવા ન દેય તે અંતરાય કર્મ. ૭ મનુષ્ય, તિર્યંચ, દેવાદિક ગતિ, એકેઢિયાદિક જાતિ, શરીર, તેની આકૃતિ તેમાં બળ ઈત્યાદિ અનેક બાબતે શુભ અને અશુભ-એછું ને વધતું આપનાર વિચિત્ર પ્રકારનું નામ કર્મ ૮ મનુષ્યમાં કે દેવાદિક ગતિમાં એક ભવ આશ્રી અમુક વર્ષો સુધી રહેવા દેય રાખે રહેવું પડે તે આયુ કર્મ આ કર્મો બાંધવાના અનેક કારણે છે. તે પૈકી ટુંકામાં નીચે જણાવેલા ચાર કારણ કહ્યાં છે તે ખાસ ધ્યાન આપવા લાયક છે. ૧દેવ ગુરૂ ધર્મ સંબંધી તેમજ જગતના અન્ય પદાર્થો સંબંધી ખોટી માન્યતા, ભૂલ ભરેલી માન્યતા અને તેને આગ્રહ, તે મિથ્યાત્વ નામનું સૈથી પ્રબળ પ્રથમ કારણ ગણાય છે. - ૨ હિંસાને, અસત્યને, ચારીને, પરસ્ત્રી સાથેના સંબંધને અત્યાગ, પરિગ્રહ-દ્રવ્યાદિકની મૂચ્છ (તૃષ્ણ)નું અપરિમિતપણું તેમજ બીજી પણ અનેક બાબતમાં અવિરતિ ભાવ (અત્યાગ ભાવ) એ કર્મબંધનું બીજું કારણ છે. ૩ કેદની ઉપર કેધ કરે, અભિમાન કરવું, માયાકપટ કરવું, અતિશય લાભ કરે, હાસ્યાદિક કરીને અન્યને દુઃખ ઉપજાવવું, ઇન્દ્રિયજન્ય સુખની અત્યંત અભિલાષા (વાંચ્છા ) કરવી એ કષાય નામનું કમબંધનું ત્રીજું કારણ છે. : Page #3 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબંધી જેન સાહિત્ય. ( ૧૫ ) ૪ મન, વચન અને કાયાને અશુભ કાર્યમાં પ્રવર્તાવવાથી જે અધ્યવસાયની મલિનતા જણાય છે, તેથી કર્મબંધ થાય છે, તે પેગ નામનું કર્મબંધનું શું કારણ છે. આ ચારે કારણનું જેનશાસ્ત્રમાં ઘણું વિસ્તૃત વર્ણન છે, અને તે ખાસ ધ્યાન આપવા લાયક છે. તે ધ્યાનમાં લીધા પછી તે કારણેમાં આત્માને ન વર્તવા દે અને તેથી વિરૂદ્ધના શુભ કારણોમાં આત્માની પ્રવૃત્તિ કરવી તે શુભ બંધના અથવા કર્મની નિર્જરાના કારણે છે. એમાં પ્રગતિ કરતાં આ આત્મા છેવટે સર્વ કર્મથી વિમુક્ત થાય છે અને સર્વ ઉપદ્રવ રહિત એક્ષરથાનને પામે છે. આ પ્રગતિને જૈનશાસ્ત્રકારોએ ગુણસ્થાનરૂપે ગુણસ્થાનના નામથી વર્ણવેલ છે. એવા ગુણસ્થાન મુખ્ય ૧૪ કહ્યા છે. તે દરેકના પણ તરતમતા મેગે અનેક ભેદે થાય છે. તેમાં છેવટના બે ગુણઠાણું તે તરતમ ભાવ વિનાના છે. એ સ્થાને પહોંચેલા સર્વ જીવ ( આત્માઓ) સમાન હોય છે. કર્મગ્રંથની અંદર કર્મબંધના મુખ્ય ચાર પ્રકાર બતાવેલા છે. ૧ પ્રકૃતિ બંધ-(કર્મોને સ્વભાવ) આત્માને તે શું લાભ અથવા હાનિ કરે ત, ૨ સ્થિતિબંધ-અધેલાં કર્મ કેટલા વખત સુધી ભેગવવાં પડે તે. ૩ અનુભાગ બંધ-જેવા જેવા મંદ અથવા તીવ્ર શુભ કે અશુભ અધ્યવસાયથી કર્મ બાંધેલ હોય તે તેની અંદર તીવ્ર કે મંદ અથવા શુભ કે અશુભ રસ પડે છે તે. અને ૪ પ્રદેશ બંધ-તે આત્માની સાથે કમના પ્રદેશનું ચૂંટવુંએકરૂપ થવું તે. - હવે “આત્મા અરૂપી છે અને કર્મ રૂપી છે તે તે બન્નેને સગા સંબંધ શી રીતે થાય?” એ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે-આત્મા અરૂપી છતાં તેને મદિરાપાનાદિ બેશુદ્ધ બનાવે છે, વિષભક્ષણદિવડે દેહમાંથી નીકળવું પડે છે, વિષને પગલે તેને શરીરમાંથી કાઢે છે જુદા પાડે છે, તે રીતે કર્મ રૂપી છતાં પણ અરૂપી આત્માની ઉપર અસર કરી શકે છે, એમાં સંશય કરવા જેવું નથી. કેટલાએક દર્શનકાર કર્મને અરૂપી માને છે પણ તે માન્યતા ભૂલભરેલી છે; કારણ કે જે કર્મ અરૂપી હોય તે અરૂપી આકાશ જેમ આત્માને ઉપઘાત કે અનુગ્રહ કરી શકતું નથી તેમ તે પણ કરી શકે નહીં. આત્મા સાથે કર્મ અનંત કાળથી-અનાદિથી લાગેલા છે અને તે જાના ઘટે. નવા ચૅટે એમ થયા કરે છે. પ્રવાહે અનાદિ છે અને જો એમ ન હોય તે Page #4 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) કુંવરજી આણંદજીનું ભાષણ પ્રથમ કમરહિત આત્માને પછી કમ લાગ્યા એમ કહેવામાં આવે તે કર્મ રહિત થયેલા–મુક્તિ પામેલા સિદ્ધના જીવોને પણ કમને સંભવ થાય; પરંતુ કારણ વિના કાર્ય બનતું નથી તેમ જીવને પણ પૂર્વકર્મ કારણરૂપ છે અને તેથીજ નવા કર્મ બંધાય છે. કર્મરહિત હોય તે પૂર્વકમરૂપ કારણ વિના નવા કર્મ બંધાય જ નહીં. આ વાત ન્યાયથી પણ સિદ્ધ થાય તેવી છે. આત્મા (જીવ) અને કમ બને અનાદિ છે. તેની આદિ માનવાથી અનેક પ્રકારના દૂષણે પ્રાપ્ત થાય છે. તે અહીં વિષયાંતર થઈ જવાના કારણથી બતાવવામાં આવેલ નથી. બાકી તેના અનાદિપણાની સિદ્ધિ માટે જેનશાસ્ત્રમાં ઘણું લખાયેલ છે. આ જગતની જે રચના છે, જે વિચિત્રતા છે, પ્રાણી જે સુખ દુઃખ પામે છે, અનેક પ્રકારના ધાર્યા અણધાર્યા ફેરફાર થાય છે, તે બધા કર્મને આભારી છે. કર્મને લઈને જ થાય છે. આ જીવ તેમજ સર્વ જી કોઈપણ એનિમાં જન્મ ધારણ કરે છે ત્યારથી તેની જે પ્રગતિ થાય છે તેમાં ખાસ કારણ કર્મ જ છે. કંઈપણ કર્મના કારણ સિવાય બનતું જ નથી. કર્મની પ્રક્રિયાને જે બરાબર સમજે છે તેને એમાં કોઈપણ આશ્ચર્ય થતું નથી. તેને તે સૂર્યના પ્રકાશની જેમ આત્મામાં એ પ્રકાશ પડી જાય છે કે તેની અંદર બધી હકીક્તને અત્યંત સ્કુટપણે ભાસ થાય છે. - કેટલાએક દર્શનકારે અથવા બીજાઓ કર્મની જ આવશ્યકતા સ્વીકારતા નથી. તેમણે એજ વિચાર કરવાને છે કે-જે કર્મ ન હોય અને તેનું શુભાશુભ પરિણામ ન હોય તો એક જીવ સુખી ને એક દુઃખી, એક ધનવાન ને એક નિર્ધન, એક રાજા ને એક રાંક, એક મનુષ્ય ને એક પશુ, એક સ્ત્રી ને એક પુરૂષ, એક રૂપવંત ને એક કુરૂપી, એક સદ્દગુણ ને એક દુર્ગુણ, એક બુદ્ધિશાળી ને એક મૂખ, એક સન્માનપાત્ર અને એક નિર્જછનાનું પાત્ર ઈત્યાદિ અનેક પ્રકારને દ્વિર્ભાવ દેખાય છે તે કેમ બની શકે? તેમજ એકજ માણસ એક ક્ષણમાં સુખીને દુઃખી થઈ જાય, નિરોગીને રેગી થઈ જાય, શુદ્ધિમાન મટીને બેશુદ્ધ થઈ જાય ઈત્યાદિ આકસ્મિક ફેરફાર પણ કર્મ વિના સંભવેજ નહીં; માટે કર્મની અવસ્થિત માનવા યોગ્ય જ છે. દરેક દર્શનકાર એક કે બીજે રૂપે પણ કમને માને તે છે. તેને માન્યા વિના છુટકે થતું નથી. બૈધે કર્મને વાસનારૂપ માને છે, તૈયાયિક ને વૈશેવિક તેને આત્માના ગુણ ધર્મ અધમ રૂપે માને છે, સાંખ્ય કર્મને પ્રકૃતિ Page #5 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબંધી જૈન સાહિત્ય. ( ૧૭ ) રૂપ કહે છે, મિમાંસકે તેને અપૂર્વ કહે છે, વેદાંતી માયા સ્વરૂપ કહે છે, અને જેનદર્શન તેને પુદગળરૂપ માને છે. તે પુગળે દ્રવ્યકર્મ કહેવાય છે અને તેના ઉદયથી આત્માના જે શુભાશુભ પરિણામ થાય છે તે ભાવકર્મ કહેવાય છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ બંધાય છે અને દ્રવ્યકર્મથી ભાવકર્મ થાય છે. આમ તે બને પરસ્પર કાર્ય કારણભાવ ધરાવે છે. જેમ તેલાદિકથી સ્નિગ્ધ શરીર ઉપર ચારે તરફથી રજ ચૂંટે છે તેમ શુભાશુભ અધ્યવસાયરૂપ ચકાશથી દ્રવ્યકર્મ આત્માને ચૂંટે છે અને ચીકાશના પ્રમાણમાં તીવ્ર કે મંદ એવા કર્મના ભેદ પડે છે. આ જગતમાં રહેલા પુગળસમૂહની જેનશાસ્ત્રકારોએ આઠ પ્રકારની વહેંચણ ( જુદાઈ) બતાવી છે. તેને વર્ગણાઓ કહે છે. તે વર્ગણાઓ એક બીજા કરતાં સૂક્ષ્મ છે. કાશ્મણ વર્ગણ સર્વ કરતાં સૂક્ષમ છે-આઠમી છે. એ વર્ગણાઓ અનંત પરમાણુઓના બનેલા અનંતા સ્કંધની બનેલી હોય છે. તેવી વર્ગણાઓ પ્રતિસમય આ જીવ શુભાશુભ અધ્યવસાયવડે ગ્રહણ કરે છે; અને તે આત્માની સાથે ક્ષીરનીરની જેમ અથવા લેહને અગ્નિની જેમ એક'રૂપ થઈ જાય છે, અને તે પોતપોતાના સ્વભાવ ( પ્રકૃતિ ) પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણોને હણે છે, રેકે છે, સુખ દુઃખ આપે છે અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આ ચેતન અનંત શક્તિવાળો છે, છતાં કર્મના સંબંધથી તે કાયર થઈ ગયેલ છે. સદગુરૂ ગે તેનામાંથી કાયરતા જશે અને શૂરવીરતા પ્રગટ થશે ત્યારે તે કર્મોને હઠાવીને પિતાની સત્તાને પોતાના ગુણોને પૂર્ણ પણે પ્રગટ કરશે. ' - કર્મ મૂર્ત હોવા છતાં જેમ અતિ સૂક્ષ્મ વસ્તુ આકાશમાં રહેલ હોય છતાં આપણે જોઈ શકતા નથી, તેમ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી જોઈ શકાતા નથી. તેના ફળ તરીકે પ્રાપ્ત થયેલા દારિક ને વૈકિય શરીરે વિગેરેજ દેખાય છે. મનુષ્ય અને તિર્યંચના શરીરે દારિક કહેવાય છે અને દેવતા નારદીના શરીરે વૈકિય કહેવાય છે. આત્મા ને કમને અનાદિ સંબંધ (સગ) છે તે પછી તેને વિયોગ કેમ થાય?” એમ કોઈ શંકા કરે તે તેને ખુલાસો એ છે કે સુવર્ણ અને મૃત્તિ- કાને અનાદિ સંબંધ છતાં પણ અગ્નિ વિગેરેના પ્રયોગથી તે બને છુટા પડે. ‘છે, તેમ આત્મા સાથે લાગેલા કર્મો પણ શુભ ધ્યાનરૂપ અગ્નિવડે છુટા પડી શકે છે, બીજી રીતે પણ છુટા પડે છે. વળી કર્મો પણ એકના એક કાયમ રહેતા Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) કંવરજી આણંદજીનું ભાષણ નથી. જુના ખરે છે ને નવા બંધાય છે. એમ પ્રવાહની અપેક્ષાએ જ તેને અનાદિ સંબંધ કહ્યા છે. આઠ પ્રકારના કર્મ બાંધવાની જેમ ઉપર મિથ્યાત્વ, અવિપતિ, કષાય ને વેગ એ ચાર સામાન્ય હેતુ બતાવ્યા છે તેમ આઠે પ્રકારના કર્મના જુદા જુદા કારણે પણ બતાવવામાં આવ્યા છે. તે અહીં ટૂંકામાં બતાવવામાં આવેલ છે. આઠ પ્રકારના કર્મબંધના વિશેષ હેતુ. ૧-૨ જ્ઞાન અને જ્ઞાનીઓનું પ્રત્યનિકપણું–શત્રુપણું કરનાર, ગુરૂને ઓળવનાર ( તેને છુપાવનાર), ઉપઘાત કરનાર (પીડ કરનાર), પ્રદ્વેષ કરનાર, અંતરાય કરનાર (વિન કરનાર) તેમજ અત્યંત આશાતનાકરનાર જ્ઞાનાવરણીય ને દશનાવરણીય કર્મ બાંધે છે. (આ બંને કર્મના બંધહેતુ સરખાજ છે; કારણ કે દર્શન સામાન્ય ઉપગ છે અને જ્ઞાન વિશેષ ઉપગ છે.) ૩ ગુરૂમહારાજની, ધર્માચાર્યની તેમજ માતાપિતાની ભક્તિ કરવાથી, તેમનું બહુમાન કરવાથી, ક્ષમાથી, કરૂણાથી, વ્રત પાળવાથી, ગની ક્રિયાથી, કષાયે ન કરવાથી અને દાનાદિક કરવાથી શાતા વેદનીયકર્મ બંધાય છે અને તેથી વિરૂદ્ધ વર્તન કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે, ૪ ઉન્માર્ગને ઉપદેશ કરવાથી. સન્માર્ગને નાશ કરવાથી, શુભ નિમિત્તે વાપરવાના દ્રવ્યને વિનાશ કરવાથી, તેમજ દેવ, ગુરૂ, દેવાયતન અને ધર્મારાધન કરનારાઓનું પ્રત્યેનીકપણું કરવાથી, તેમની વિરૂદ્ધ વર્તન કરવાથી, દર્શન મેહનીય કર્મ બંધાય છે; અને ચાર કષાય (ધ, માન, માયા ને લેભ) હાસ્યાદિક ષક (હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક ને દુગચ્છા,) અને ત્રણ વેદ, (પુરૂષદ, સ્ત્રીવેદ ને નપુંસક વેદ ) થી વિવશ–પરવશતેને વશ મનવાળા જીવે ચારિત્ર મેહનીય કર્મ બાંધે છે કે જે કર્મ સદાચરણ (ચરિત્ર)ને રોકનાર છે. તેમાં દૂષણ લગાડનાર છે. પ આયુ ચારે ગતિનું બાંધવાના કારણે જુદા જુદા છે. ૧ મહા આરંભના–મહાપાપના કર્મો કરનાર અને પરિગ્રહની અત્યંત તૃ ષ્ણુવાળે તેમજ કર પરિણામવાળો જીવ નરકનું આયુ બાંધે છે. ૧ સુવર્ણ ને મૃરિકાને અનાદિ સંબંધ અપેક્ષાએ કલ્લે છેકારણ કે તે સંબંધ પણ આદિવાળે છે, પરંતુ પ્રવાહે અનાદિ કહેવાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબધી જૈન સાહિત્ય. ' (૧૯) ૨ મહા કપટી, પ્રપંચી, મિષ્ટભાષી ને અંતઃકરણને મહામલિન, શલ્યયુકત હૃદયવાળ, વ્રત નિયમમાં દોષ લગાડનારે તિર્યચનું આયુષ્ય બધે છે. ૩ સ્વભાવેજ મંદ કષાય (કેધાદિ ) વાળ, દાન કરવાની રૂચિવાળે, અને મધ્યમ પ્રકારના ગુણવાળે મનુષ્યનું આયુ બાંધે છે. જ અજ્ઞાન કષ્ટ કરનાર, દેહને બહુ દમનાર, કર્મની નિર્જરા કરનાર, વતાદિકનું મધ્યમ પરિણામે સેવન કરનાર દેવગતિનું આયુ બાંધે છે. (જે ગતિનું આયુ બાંધ્યું હોય તે ગતિમાં આ જીવ મરણ પામીને જાય છે.) દ માયા ( કપટ ) વિનાને, સરલ સ્વભાવવાળે, ગર્વવિનાને, સંસારભીરૂ, ક્ષમામાર્દવાદિ ગુણવાળ શુભ નામકર્મ બાંધે છે અને તેથી વિરૂદ્ધ વર્તનવાળે અશુભ નામકર્મ બાંધે છે. ૭ ગુણગ્રાહી, મદવિનાને, અધ્યયન ને અધ્યાપનમાં રૂચિવાળો, પરમાત્મા ઉપર ભક્તિવાળ, ગુરૂ વિગેરેને ભક્ત એ જીવ ઉચ્ચગેત્ર બાંધે છે અને તેથી વિરૂદ્ધ વર્તનવાળે નીચગેત્ર બાંધે છે. ૮ પરમાત્માની તેમજ સદગુરૂની ભક્તિમાં વિદન કરનારે, હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય સેવવામાં અને પરિગ્રહ (દ્રવ્ય) મેળવવામાં અહર્નિશ તત્પર, કેઈને દાન કરતાં અટકાવનારે, લાભમાં વિદ્ધ કરનાર, કેઈની ભેગ ઉપભેગાદિકની વસ્તુને નાશ કરનારે અને અન્યની શક્તિને હણનારે જીવ દાનાંતરાયાદિ પાંચ પ્રકારના અંતરાય કર્મ બાંધે છે. કર્મના સંબંધમાં લખવા બેસીએ કે કહેવા માંડીએ તે ઘણું કહેવાનું ને લખવાનું લભ્ય થઈ શકે તેમ છે, પરંતુ અહીં તે ટુંકામાં કર્મ એ શું વસ્તુ છે, તે અને તેનું સ્વરૂપ બતાવવાને માટે જૈન સાહિત્યકારેએ કેટલે પ્રયાસ કરેલ છે તે બહુ ટૂંકામાં બતાવવાનેજ ખાસ હેતુ છે; અને જૈન દર્શનની મહત્તાનું એ પણ એક ખાસ કારણ છે. પ્રાચીન અને નવ્ય તેમજ સંસ્કૃત કર્મગ્રંથોમાં ખાસ કરીને કર્મના બંધ, ઉદય, ઉદીરણ ને સત્તાને જ અધિકાર છે. કર્મ કેવી રીતે બંધાય છે? અમુક અમુક ચડતી ચડતી હદવાળા ( ગુણઠાણુવાળા) છો કયા કયા કર્મ બાંધે છે અને ક્યા બાંધતા નથી? તે (બંધ) પ્રથમ બતાવવામાં આવેલ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) કુંવરજી આણંદજીનું ભાષણ. . ત્યારપછી તે બાંધેલા કર્મ ક્યારે અને કેવી રીતે ક્યા સ્વરૂપમાં ઉદય આવે છે? : તે બતાવ્યું છે. જેમ જેમ આત્મા ઉંચી હદે ચઢતા જાય છે તેમ તેમ અશુભ કર્મો તેને ઉદયમાં આવી શકતા નથી. વળી કમ તે સમયે સમયે બંધાય છે,. તે કાંઈ તરત ઉદયમાં આવતા નથી. અમુક કાળ જેને અબાધા કાળ કહે છે તે વ્યતીત થયા પછી ઉદય આવે છે. અત્યારે આપણે જે શુભ કે અશુભ કર્મ ભેગવીએ છીએ તે તે પૂર્વના બાંધેલા કર્મો ભેગવીએ છીએ; એટલું છે કે યુuપુષપાપન કૈર જન -કઈ અતિ ઉગ્ર પુણ્ય કે પાપ કરવામાં આવે તે તેના ફળ અહીં પણ ભોગવવા પડે છે. ઉદય પછી ઉદીરણું પ્રકરણ આવે છે. કેટલાક કર્મો ઉદીરણા કરીને તેની સ્થિતિ પાક્યા અગાઉ પણ ભેગા વવામાં આવે છે, તેનું એ પ્રકરણમાં સ્વરૂપ બતાવેલું છે. ઉદયના બે પ્રકાર બતાવ્યા છે. ૧ પ્રદેશઉદય ને રવિપાક ઉદય; એટલે કેટલાક કર્મો માત્ર પ્રદેશ ઉદયથીજ ભેગવાઈ જાય છે. તેનું ફળ કાંઈ આત્માને દેખાતું નથી અને કેટલાંક કર્મ-પ્રાયે ઘણા કર્મ ભોગવવાથીજ છુટે છે તે વિપાક ઉદય કહેવાય છે. આમાં પણ એક કેદી, જેમ તેને સજા કરેલી પૂરી મુદતે છૂટે છે અને એક કેદી સારી ચાલથી તેમજ કેઈ શુભ નિમિત્તથી (રાજાને ત્યાં પુત્રજન્માદિ કારણથી ) વહેલે છુટી જાય છે, તેમ કમને માટે પણ બને છે. કેટલાંક કમ લાંબી સ્થિતિના બાંધ્યા હોય છતાં શુભ નિમિત્ત મળવાથી શુભ અધ્યવસાયથી વહેલા પણ છુટી જાય છે. કર્મને બંધ થયા પછી જ્યાંસુધી ઉદયમાં ન આવે ત્યાં સુધી તે કમ' આત્માની સાથે સત્તા તરીકે આત્માને ચોંટેલા રહે છે. તે સંબંધી હકીકત', સત્તા નામના ચોથા પ્રકરણમાં આવે છે. કર્મપ્રકૃતિ ને પંચસંગ્રહ શિવાયના બાકીના કર્મ સંબંધી ગ્રંથમાં ઉપર જણાવેલ ચાર બાબત ( બંધ, ઉદય, ઉદીરણ ને સત્તા ) નેજ વિસ્તાર છે. જ્ઞાનદૃષ્ટિએ તેનું જે જે પ્રકારનું જુદું જુદું સ્વરૂપ સમજવામાં આવ્યું તે સર્વાએ કહ્યું છે અને તેને ગણધરોએ તેમજ ત્યારપછીના પૂર્વાચાર્યોએ ગ્રંથરૂપે ગુંચ્યું છે. તે અત્યારે આપણને મહા ઉપકારક થઈ પડયું છે. તેમને જેટલે ઉપકાર માનીએ તેટલે થોડો છે. ' આઠ કર્મના ઘાતી ને અઘાતી એવા બે ભેદ પાડ્યા છે. ચાર ઘાતી છે. ને ચાર અઘાતી છે. ઘાતી કર્મે આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાત કરે છે અને અઘાતી કર્મે આત્માના ગુણને ઘાત કરતા નથી, પણ તે કર્મો હોય ત્યાં સુધી Page #9 -------------------------------------------------------------------------- ________________ કમ સબસી જૈન સાહિત્ય. (૨૧) આ જીવને સૌંસારમાં રહેવુ. પડે છે. સર્વ કર્મના ક્ષય થાય ત્યારેજ પ્રાણી મુખ્તાવસ્થા–સિદ્ધાવસ્થા પામે છે. કર્મપ્રકૃતિનામના ગ્રંથમાં આઠ કરણ ને ઉદય, સત્તા-એમ દશ પ્રક રણા છે. આઠ કરણ ખાસ જાણવા જેવા છે. તેના નામ-૧ બંધન, ૨ સંક્રમણુ, ૩ ઉદીરણા, ૪ ઉપશમના, ૫ ઉદ્ધૃત્તના, ૬ અપવના, ૭ નિધત્તિને ૮ નિકાચના છે. આ આઠેનું સ્વરૂપ તે ગ્રંથમાં તે ઘણુ વિસ્તારે આપેલું છે. અહીં તે માત્ર તેનું ટુંકુ સ્વરૂપ અતાવવામાં આવ્યુ છે, કે જે જાણવાથી વધારે જાણવાની અભિલાષા થાય તે તે ગ્રંથ વાંચવા પ્રયત્ન કરે. ૧ બધન—જીવનું કર્મની સાથે બધાવું–એકરૂપ થઈ જવું તે. ૨ સંક્રમણુ—અધ્યવસાયના ફેરફારથી શુભના અશુભ થઈ જવાથી અને અશુભના શુભ થઈ જવાથી પૂર્વે બાંધેલા શુભ કર્મો અશુભ કપણે સક્રમે છે અને અશુભ કર્માં શુભપણે સક્રમે છે તે. ( ખીજી રીતે ખીજા કારણથી પણ કર્મીનું સંક્રમણ થાય છે. ) ૩ ઉદીરણા તેનું લક્ષણ ઉપર બતાવેલુ છે; અર્થાત્ ઉદયમાં આવવાની સ્થિતિ થયા અગાઉ ઉદ્દીરણા કરીને કર્મને વહેલા ઉદ્દયમાં લાવવા તે. ૪ ઉપશમના—ઉદયમાં આવેલા કર્મોને પ્રદેશે વેઢવા અને અનુય કર્મને ઉદય આવતાં રોકવા તે ઉપશમના કહેવાય છે. જે કર્મ પ્રકૃતિની ઉપશમના કરી હાય તે વિપાક ઉદયે વેદાતી નથી. ૫ ઉદ્રત્તના—શુભ અથવા અશુભ અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વીબદ્ધ કર્માના રસમાં ને સ્થિતિમાં વૃદ્ધિ થાય તે. ૬ અપવત્તના——૨ -શુભ અથવા અશુભ અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વ અદ્ધ કર્માંના રસમાં ને સ્થિતિમાં હાનિ થાય-ઘટાડા થાય તે. છ નિધત્તિ—અધ્યવસાયની તીવ્રતાથી-પૂર્વે કરેલા શુભ અથવા અશુભ કાની વધારે વધારે ચાયણા-પ્રતિચેયણા કરવાથી પૂર્વે બાંધેલા શુભ કે અશુભ કર્મને વધારે દઢ-મજબુત કરવા તે. ૮ નિકાચના—ઉપર જણાવેલા કારણુનીજ વધારે પુષ્ટતા કરવાથી પૂર્વે ખાંધેલા કર્માં અવશ્ય ભાગવવાંજ પડે, ભાગળ્યા વિના છુટકોજ ન થાય એવા કરવા તે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) કુંવરજી અણિંદજીનું ભાષણ. આ આઠ કરણ કહેવાય છે. તે ઉપરાંત કર્મ પ્રકૃતિના ઉદય અને સત્તાની હકીકત પણ કમ પ્રકૃતિમાં દાખલ કરેલ છે. કર્મગ્રંથ કરતાં આ કર્મ પ્રકૃતિ ગ્રંથમાં ઘણી વિશેષ હકીકત છે. તેની ઉપર બે ટકા છે. પ્રથમ ટીકાકાર મલયગિરિજી છે, બીજા ટીકાકાર યશવિજયજી ઉપાધ્યાય છે. તેમણે મલયગિરિજીએ કહેલ તમામ હકીકત કહ્યા ઉપરાંત બીજી વધારે હકીકતે કર્મના અંગની દાખલ કરી છે, તેથી પ્રથમની ટીકા ૮૦૦૦ કલેક પ્રમાણ છે ને બીજી ટીકા ૧૩૦૦૦ કલેક પ્રમાણ થઈ છે. પંચ સંગ્રહ–આ ગ્રંથના બે વિભાગ છે તેના પહેલા વિભાગમાં પાંચ અધિકારને તેમજ બે ભાગમાં થઈને પાંચ ગ્રંથને સમાવેશ કરેલ છે. તે પાંચ ગ્રંથે પૈકી શતક, સપ્તતિકા ને કર્મપકૃતિ લભ્ય છે અને સત્કમ તથા કષાય પ્રાભત નામના બે ગ્રંથ હાલ લભ્ય નથી. એ ગ્રંથના બીજા વિભાગમાં કર્મ પ્રકૃતિ ગ્રંથને જ બહેળો ભાગ અક્ષરશઃ દાખલ કરેલ છે. કર્મ સંબંધી ગ્રંથનું લીસ્ટ આ સાથે આપેલ છે, તેમાંથી બહાળે જરૂરી ભાગ છપાયેલે પણ છે, તેનું લીસ્ટ પણ તેની નીચે આપેલ છે. આ કાર્ય સુનિમહારાજની પૂરતી સહાયતાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તથા શ્રી જન આત્માનંદ સભાએ વિશેષે કરેલ છે. કર્મને વિષય એટલે ગૂઢ છે તેટલેજ જાણવાની જરૂરીયાતવાળો છે. જે આપણે જાણીએ કે અમુક જાતિનું સુખ કે દુઃખ આપણે અમુક કર્મપ્રકૃતિના ઉદયથી ભેગવીએ છીએ અને તે પ્રકૃતિને બંધ અમુક કારણોથી થાય છે, તે કદી આપણે ઉદયને તે રોકી ન શકીએ પણ નવા બંધને તે રેવા અવશ્ય પ્રયત્ન કરીએ કે જેથી કરીને તે સંતાપકારી ઉદય ભેગવ ન પડે સુજ્ઞ મનુષ્ય આ હેતુને ધ્યાનમાં લઈને કર્મસંબંધી ગ્રંથને ગુરૂગમથી અભ્યાસ કરશે અને જેમ બને તેમ કર્મથી હલકા થવા તેમજ અશુભકર્મ બંધને રોકવા પ્રયત્ન કરશે એટલું ઈચ્છીને આ ટુંકે લેખ સમાપ્ત કરવામાં આવે છે. આશા છે કે આ લેખને અવશ્ય સદુપયેગ થશે. કુંવરજી આણંદજી, Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્મના સંબંધમાં જૈન સાહિત્ય. – કાઝ (પ્રાકૃત અને સંસ્કૃતમાં ) ૧ કમપ્રકૃતિ ગ્રંથ મૂળ ગાથા ૪૭૫. શ્રી શિવશર્મસૂરિવિરચિત. ચૂર્ણિ ૭૦૦૦ ટિપૂન ૧૯૨૦ મુનિચંદ્રસૂરિ કૃત. વૃત્તિ ૮૦૦૦ મલયગિરિજી કૃત, ૧૩૦૦૦ યશોવિજયજી કૃત. ૨ પંચ સંગ્રહ ગ્રંથ–શ્રી ચંદ્રષિ મહત્તર કૃત-ગાથા ૬૩ વૃત્તિ સ્વપજ્ઞ કલેક ૯૦૦૦ વૃત્તિ મલયગિરિજી કૃત. ૧૮૮૫૦ દીપક જિનેશ્વરસૂરિ શિષ્ય વામદેવજી કૃત શ્લેક ૨૫૦૦ ૩ પ્રાચીન કર્મગ્રંથ. કુલગાથા ૫૬૭ ( છની ) કર્મચંશે પહેલે. ( કર્મ વિપાક ) ગાથા ૧૬૮ ગર્ગષિકૃત. » વૃત્તિ પરમાનંદ કૃત ૯૨૨. ટિપન ઉદયપ્રભ કૃત ૪૨ વ્યાખ્યા ( કર્તાનું નામ નથી ) ૧૦૦૦ કમગ્રથ બીજે. ( કર્મ સ્તવ) ગાથા ૫૭ ( કર્તાનું નામ નથી. ) • ભાગ્ય તાડપત્ર પર લખેલ છે. ગાથા ૨૪ , વૃત્તિ. ગોવિંદાચાર્ય કૃત. ૧૦૯૦. ટિપ્પન ઉદયપ્રભ કૃત.૨૨ કર્મગ્રંથ ત્રીજે. (બંધસ્વામિત્વ) ગાથા ૫૪ કિર્તાનું નામ નથી.] » વૃત્તિ. હરિભદ્રકૃત પ૬૦ કર્મગ્રંથ છે. ( ષડશીતિ ) ગાથા ૮૬. શ્રી જિનવલ્લભકૃત. , વૃત્તિ. હરિભદ્ર કૃત ૮૫૦. રામદેવ કૃત ૮૦૫. પ્રાકૃત. , મલયગિરિજી કૃત ૨૧૪૦. યશોભદ્ર કૃત ૧૬૩૦ ,, અવચૂરિ ૭૦૦. ઉદ્ધાર ૧૬૦૦. વિવરણ –મેરૂવાચક કૃત. કર્મગ્રંથ પાંચમે [ શતક ] ગાથા ૧૧૧ શિવશર્મસૂરિ કૃત. • લઘુ ભાષ્ય ગાથા ૨૪. વૃહભાગ્ય ચકેશ્વરસૂરિ કૃત. ૧૪૧૩૦ ચૂણિ ર૩૮૦. વૃત્તિ ૩૭૪૦ મલધારી હેમચંદ્ર કૃત. , ટિપ્પન ૭૪ ઉદયપ્રભ કૃત અવસૂરિ પત્ર ૨૫ ગુણરત્ન કૃત. * આમાં જે સંખ્યા આપેલ છે તે ૩ર અક્ષરેને એક પ્લેક ગણીને તેવી કલેક સંખ્યા સમજવી. ૧ પિતાની કરેલી [ ગ્રંથકર્તાએજ કરેલી. ] Page #12 -------------------------------------------------------------------------- ________________ (૨૪) કુંવરજી આણંદજીનું ભાષણ. ૩ સૂક્ષ્માથે વિચાર સારોદ્ધાર સાર્ધશતક ( કર્મગ્રંથ.) જિનવલ્લભસૂરિ કૃત, ગાથા ૧૫ર. ભાષ્ય ગાથા ૧૧૦ -- , ચૂર્ણિ રર૦૦ મુનિચંદ્ર કૃત. વૃત્તિ ૮૫૦ હરિભદ્ર કૃત. » વૃત્તિ ૩૭૦૦ ધનેશ્વરસૂરિ કૃત. ટિપ્પનક ૧૪૦૦ (કર્તાનું નામ નથી) ૪ પાંચ નવ્ય કર્મગ્રંથ. કુલ ગાથા પરર. શ્રી દેવેદ્રસૂરિ કૃત. , વૃત્તિ પણ. ૧૦૧૩૭. અવચૂરિ ર૫૮ મુનિશેખર કૃત. , અવચૂરિ. ૫૪૦૭ ગુણરત્નકૃત. ( છ કર્મ ગ્રંથની ભેળી ) ૫ સત્તરી [ સપ્તતિકા છો કર્મગ્રંથ | ગાથા. ૯૧ ચંદ્રષિ મહત્તર કુત. » ચૂર્ણિ પત્ર ૧૩ર કર્તાનું નામ નથી. » વૃત્તિ સ્વપજ્ઞ ર૩૦૦. શ્રી મુનિશેખરસુરિ કૃત ૪૧પ૦ , મલયગિરિજી કૃત ૩૭૮૦ ટિમ્પક ગાથા ૫૪૭ રામદેવ કુત. » ભાષ્ય શ્રી અભયદેવ સૂરિકૃત ગાથા ૧૯૧. તેની ઉપર વૃત્તિ શ્રી મેરૂતુંગ આચાર્ય વિરચિત. ગ્રંથાગ્ર. ૪૧૫૦ ૬ સંસ્કૃત કર્મગ્રંથ ૪. શ્રી જયતિલકસૂરિ વિરચિત. લેક પ૬૯ ૧ પ્રકૃતિવિચ્છેદ પ્રકરણ ૧૩૯ ૨ સુસ્માર્થસંગ્રહ પ્રકરણ. ૨૨ ૩ પ્રકૃતિ સ્વરૂપ સંરૂપણ પ્રકરણ. ૧૮૧ ૪ બંધસ્વામીત્વ પ્રકરણ. ૪૭ ૭ કમ સ્તવ વિવરણ, કમળસંયમ ઉપાધ્યાય કૃત. ૮ કર્મ સંબધી હકીકતવાળા ૫-૭ નાના નાના પ્રકરણે–સટીક છે. ગુજરાતી ભાષાંતર સાથે (છપાયેલ) ૧ પ્રકરણમાળામાં છ કર્મગ્રંથ અર્થ સહિત. (અમદાવાદ વિદ્યાશાળા) ૨ મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છ કર્મગ્રંથ વિસ્તાર અર્થયુક્ત. ૩ પંડિત સુખલાલજી કૃત, હિંદી વિવેચનવાળા. ચાર કમ છે. ૪ પ્રથમ કર્મગ્રંથ વિવેચન સહિત. [ પંડિત ભગવાનદાસ હરખચંદ ]. ૫ કમપ્રકૃતિ ગ્રંથ સટીકનું ભાષાંતર. (શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ) ( ૬ કર્મવિચાર ભાગ ૧ લે. [ પરભુદાસ બેચરદાસ પારેખ ] સ્વતંત્ર લેખ, ૭ યંત્રપૂર્વક કર્મગ્રંથાદિ વિચાર. [ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ] ૮ કર્મબોધ પ્રભાકર, વાગરાનિવાસી વરજંગ સદાજી જૈન વિરચિત. | ( બહુ ઉપયોગી સંગ્રહ) Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્મ સંબંધી જન સાહિત્ય, (૨૫), સંસ્કૃતમાં છપાયેલ ૧ પ્રાચીન ચાર કર્મગ્રંથ સટીક. ( શ્રી જેને આત્માનંદ સભા) ૨ નવ્ય કર્મગ્રંથ પાંચ. સટીક. ( શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ) ૩ સપ્તતિકા ( છઠ્ઠો ) કર્મગ્રંથ મલયગિરિજીકૃત ટીકા યુક્ત. ૪ સંસ્કૃત ચાર કર્મગ્રંથ મૂળ ૫ સપ્તતિકા ભાષ્ય મેરૂતુંગસૂરિકૃત ટીકાયુક્ત ૬ કર્મપ્રકૃતિ ટકા મલયગિરિજી કૃત ૭ , ટીકા યશવિજયજી કૃત ૮ સૂક્ષમાર્થ વિચાર સારોદ્ધાર સાર્ધશતક ટીકા સહિત ૯ પંચસંગ્રહ સટીક, મલયગિરિજી કૃત. વિભાગ ૧ લો (શ્રી જેને આત્માનંદ સભા) ૧૦ બીજા કર્મ સંબંધી વિવરણવાળા નાના નાના પ્રકરણે સટીક છપાયેલા છે. ( શ્રી જૈન આત્માનંદ સભા તરફથી) કર્મ સંબંધી દિગંબરીય સાહિત્ય. – -9 – ૧ મહાકર્મપ્રકૃતિ પ્રાભૃત. આચાર્ય પુષ્પદંત ને ભૂતબલિકૃત. છ ખંડ કલેક સંખ્યા ૩૬૦૦૦ તેની ઉપર જુદી જુદી છ ટીકાઓ છે. ૧ પચનંદી આચાર્ય કૃત. ત્રણ ખંડ ઉપર ૧૨૦૦૦ ૨ શામકુંડ આચાર્ય કૃત. પાંચ ખંડ ઉપર ૩ તંબુલુર આચાર્ય કૃત. કાનડીમાં પાંચ ખંડ ઉપર ૫૪૦૦૦ છઠ્ઠા ખડ ઉપર પંજિકા. ૪ સમતભદ્રાચાર્ય કૃત પાંચ ખંડ ઉપર ૪૮૦૦૦ પ બખ્ખદેવગુરૂ કૃત. પ્રાકૃતમાં (કર્મ પ્રાકૃતને કષાયપ્રાભૃત ઉપર) ૧૪૦૦૦ ૬ વીરસેન આચાર્ય કૃત. પ્રાત, સંસ્કૃત ને કાનડીમાં ७२००० ७००० Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કુંવરજી આણંદજીનું ભાષણ. ૦ ૨ કષાય પ્રાભૂત, ગુણધર આચાર્ય કૃત. ગાથા ૨૩૬ ૧ ચૂર્ણ વૃત્તિ. યતિવૃષભાચાર્ય કૃત. ૨ ઉચ્ચારણ વૃત્તિ. ઉચ્ચારણાચાર્ય કૃત. ૧૨૦૦૦ ૩ શામકુંડ આચાર્ય કૃત. ६००० ૪ /બુરાચાર્ય કૃત. (કર્મ પ્રાભૂતની આની મળીને ) ८४००० ૫ બખ્ખદેવગુરૂ કૃત, પ્રાકૃતમાં ૬ વીરસેન ને જિનસેન કૃત. જયધવળા નામની. પ્રાકૃત, સંસ્કૃત, કર્ણાટકી ભાષામિશ્રિત. આ ઉપર જણાવેલ ગ્રંથ કે ટીકા છપાયેલ નથી. લખેલ છે પણ દુર્લભ્ય છે. ૩ ગમ્મસાર-ગાથા ૧૭૦૫, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કૃત. એમાં છવકાંડ ગાથા ૭૩૩ માં ને કર્મકાંડ ગાથા ૯૭૨ માં છે, એનું નામ પંચ સંગ્રહ પણ છે. તે અવસ્થાન, સુદ્રબંધ, બંધસ્વામી, વેદનાખંડ ને વર્ગણુખંડ– એ પાંચ વિષય હોવાથી પડેલ છે. એની ઉપર કનડી, સંસ્કૃત ને હિંદીમાં ઘણી ટીકાઓ બનેલી છે. તેમાં મુખ્ય નીચે પ્રમાણે છે. કર્ણાટકી ટીકા ચામુંડરાય કૃત. સંસ્કૃત ટીકા કેશવવણી કત. સંસ્કૃત ટીકા, બીજી, શ્રીમદભયચંદ્ર કૃત, હિંદી ટીકા ટેડરમલજી કૃત. તે ભાષા ટીકા સાથે છપાયેલ પણ છે. ૪ લબ્ધિસાર-નેમિચંદ્રાચાર્ય કૃત–એમાં પાંચ લબ્ધિઓ ને ઉપશમ તથા ક્ષેપક શ્રેણિનું વર્ણન ગાથા ૬૫૦ માં છે. ૫ ક્ષપણાસાર–માધવચંદ્ર ગ્રેવિદ્યદેવકૃત, સંસ્કૃત ગદ્યમાં છે; ટેડરમલજીએ કરેલી ગેમ્સટરસારની ભાષા ટીકામાં લબ્ધિસાર ને લપણુસાર બંનેને સમાવેશ કર્યો છે. ૬ પંચસંગ્રહ-અમિતગતિ વીતરાગ કૃત-સંસ્કૃત. Page #15 -------------------------------------------------------------------------- ________________ કમ સંબંધી જન સાહિત્ય. (૧૭) જૈનહિતૈષી પુ. ૧૨ માના પૃષ્ટ ૩૭૪-૭૫ ઉપરથી શ્રીયુત મુનિ જિનવિજયજીના લેખમાંથી જરૂરી વિભાગ, જૈનધર્મકા તત્ત્વજ્ઞાન “કર્મવાદ” કે મૂલ સિદ્ધાન્ત પર રચા ગયા હૈ, કર્મવાદકે જેનધર્મક મુદ્રાલેખ માનના ચાહિએ, જિસ પ્રકાર શ્રીકૃષ્ણકા મુખ્ય પ્રબોધ નિષ્કામ કર્મવેગ. બુદ્ધદેવકા સમાનભાવ, પતંજલિકા રાજયોગ ઔર શંકરાચાર્ય જ્ઞાનગકે પ્રકટ કરને કે લીયે થા, વૈસે હી શ્રમણ ભગવાન શ્રી મહાવીરકે ઉપદેશકા લક્ષ્ય-બિન્દુ કર્મવાદને પ્રકાશિત કરનેકા શ્રી મહાવીરદેવને કમકે કુટિલ કાર્યોકા એર કઠેર નિકા જૈસા ઉદ્દઘાટન કિયા હૈ પૈસા ને નહીં કિયા. ભગવાન મહાવીરકા યહ કર્મવાદ અનુભવગમ્ય ઔર બુદ્ધિગ્રાહ્ય હોને પર ભી સ્વરૂપમેં અત્યન્ત સૂક્ષ્મ ઔર ગહન હૈ. ઈસકી મીમાંસા બહુત વિકટ ઔર રહસ્ય વિશેષ ગંભીર હૈ. ઈસ વિષયકા સમ્યગ-અવગાહન કરનેકે લીયે શાસ્ત્રીય જ્ઞાન સમ્બન્ધી યોગ્યતાકી આપેક્ષાકે સિવા, ઈસ તત્ત્વકે ખાસ અનુભવી જ્ઞાતાકી ભી આવશ્યકતા રહેતી હૈ. કેવલ પુસ્તકને આધારપર મનુષ્ય ઇસકે સ્વરૂપસું યથાર્થ પરિચિત નહીં હૈ સકતા. યહી કારણ હૈ કી બહુતસે વિદ્વાન જૈનધર્મ કે સામાન્ય ઔર કુછ વિશેષ સિદ્ધાન્ત કો જાનતે હએ ભી કર્મવાદકે વિચારેસે સર્વથા અપરિચિત હેતે હૈ. હમારે ઈસ કથનકી સત્યતાકે પ્રમાણમેં, યહી બાત કહી જા સકતી હૈ કિ આજપર્યંત અનેક જૈનેતર વિદ્વાને જૈનધર્મ કે ભિન્ન ભિન્ન વિચારેક આલેચન-પ્રત્યાચન કિયા હૈ, પરંતુ ઈસ કર્મવાદકા કીસીને નામ તક ભી નહીં લીયા. જેનધર્મકા યહ કર્મવાદ સર્વથા ભિન્ન, અપૂર્વ ઐર નવીન છે. જિસ પ્રકાર જૈન, બૌદ્ધ ઔર વૈદિક ધર્મ કે અન્યાન્ય તકા એક દુસરેકે સાહિત્યમેં પ્રતિબિમ્બ (છાયા) દષ્ટિગોચર હેતા હૈ પૈસા ઈસ કર્મવાદકે વિષયમેં નહીં પ્રતિત હતા. યદ્યપિ पुण्यो वै पुण्येन कर्मणा भवति, पापः पापेन । ( बृहदारण्यक ) कर्मणो ह्यपि बोदव्य बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्रव्यं गहना कर्मणां गति: ॥ ( भगवद्गीता ४, ५.) येषां ये यानि कर्माणि प्राक् सृष्टया प्रतिपेदिरे । તાજ્જૈવ પ્રતિપથને માના પુનઃ પુન: / (મહામાત. જ્ઞતિઃ ૨૩૧. ૪૮.), शुभाशुभफलं कर्म मनेाधाग्देहसम्मवम । જર્મના તપો નામુમધમમમા : . ( મનુસ્મૃતિ ૧૨. ) ઈત્યાદિ કિમતત્વ પ્રતિપાદક વિચાર વૈદિક સાહિત્યમેં ઔર– Page #16 -------------------------------------------------------------------------- ________________ (28) કુંવરજી આણંદજીનું ભાષણ. " कम्मस्स काहि कम्मदायादो कम्मयोनि कम्मबन्धु कम्मपरिसरण, . यं कम्मं करिस्सामि कल्याणं वा पापकं वा तस्स दायादो भविस्सामि / " ( ગંગુત્તનિરોગ તથા નૈનિપજ ) 'कम्मना वत्तती लोको कम्मना वत्तती पजा / / શર્માનચંધના સત્તા ધરણા કાવત . ( સુલ્તનત. વાસેટ મુત્ત, 61. ). ઈસ પ્રકાર કર્મ-સાકે પ્રદર્શિત કરનેવાલે ઉદ્દગાર બદ્ધ-સાહિત્યમેં અવશ્ય ઉપલબ્ધ હોતે હૈ; પરન્તુ જૈનધર્મ કે કાર્મિક વિચારે કે સાથ ઇનકા કઈ સામ્ય નહીં. ભગવાન મહાવીરકે કાર્મિક વિચાર શ્રીકૃષ્ણ એર બુદ્ધદેવકે વિચારસે સર્વથા ભિન્ન સ્વરૂપ રખતે હૈ , કિતનેક આધુનિક વિદ્વાનેકે એસે વિચાર દષ્ટિગોચર હેતે હે કિ “જેન ધર્મ રદ્ધધર્મ કઈ સ્વતંત્ર મત નહીં હૈ, પરંતુ વૈદિક ધર્મ હકે ભેદવિશેષ હૈ, યે દેને ધર્મ વૈદિક ધર્મહીકે અપને પિતા, સમીપમેં અપની આવશ્યક્તા અનુસાર વિચાર-સંપત્તિકા હિસ્સા લેકર કીસી કારણવશ જુદા નિકલે હુએ પુત્ર સમાન હૈ, અર્થાત્ યે ધર્મ પરકીય-ભિન્નજાતિય ન હેકર ઈનકે પૂર્વવર્તિ બ્રાહ્મણધર્મીકી પૃથક-ભૂત શાખાયે હૈ. યહાં હમ કેવલ ઈતના હી કહ કર આગે બઢતે હૈ કિ યે વિચાર જેનસિદ્ધાન્તકા સમ્યગુ અભ્યાસ-વિશેષાવલેકન-કીયે બિના હી પ્રદશિત કિયે ગયે હૈ, અતએવ ઇનમેં સત્યકી માત્રા બહુત કમ હૈ. જેના ધર્મસ્યાદ્વાદ, જીવવાદ, કર્મવાદ, ઔર પરમાણુવાદ આદિ અનેક પ્રઢ વિચાર-- તત્ત્વ હૈ જિનક વેદિક-સાહિત્યમેં કહીંપર આભાસ ભી દષ્ટિગોચર નહીં હતા. યદિ જૈનધર્મ કે સિદ્ધાન્તકા મૂળસ્થાન વૈદિક ધર્મ માના જય, તે ભગવન્મહાવીર પ્રતિપાદિત જૈનતકા મૂળ સ્વરૂપ વિકિસાહિત્યમેં અવશ્ય ઉપલબ્ધ હોના ચાહીએ; પર વહાં ઉસકા કઈ ચિહ નહીં મીલતા. જૈનધર્મ કે ઉપર્યુક્ત અનેક વાકે છેડકર કેવલ અકેલે કર્મવાદહિકે લેકર વિચાર કીયા જાય, જે ઈસ લેખકા ઉદિષ્ટ વિષય હૈ, તે પ્રતિત હોગા કી જે કર્મવાદવિષયક સાહિત્ય જનસમાજમેં વિદ્યમાન હૈ ઓર ઉસમેં કર્મસંબંધી જિન હજારે વિચારકા સંગ્રહ હૈ ઉસકે એક ભી અંશ યા વિચારક સામ્ય કર સકે અિસા કેઈ ઉલ્લેખ વૈદિક સાહિત્યમેં નજર નહીં આતા. હજારો વર્ષો કે પ્રચંડ આઘાત-પ્રત્યાઘાતેંકે કારણ કલિકાલકે કરાલ ગાલેમેં વિલીન હેતે હેતે ભી જે કુછ અત્ય૫ ભાગ, જેનધર્મ કે ઈસ કર્મવાદવિષયક સાહિત્યકા ઉપલબ્ધ હૈ ઉસકા ઠીક ઠીક અવલોકન કરને સે હમારે ઇસ કથનકી સત્યતાકા અનુભવ હે સકતા હૈ. જો કુછ કામિકસાહિત્ય ઈસ સમય વિદ્યમાન હૈ વહ ભી ઈતના વિશાલ હૈ કી ઉસકા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરને કે લીયે મનુષ્યને અપને આયુષ્યકા બહુત બડા ભાગ લગાના પડતા હૈ. એસી દશામું, જૈનધર્મ કે વિચારેસિદ્ધાન્તકા મૂલસ્થાન વૈદિક ધર્મ હૈ, યહ કથન કેસે યુક્તિયુક્ત માની જા સકતા હૈ.