SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) કંવરજી આણંદજીનું ભાષણ નથી. જુના ખરે છે ને નવા બંધાય છે. એમ પ્રવાહની અપેક્ષાએ જ તેને અનાદિ સંબંધ કહ્યા છે. આઠ પ્રકારના કર્મ બાંધવાની જેમ ઉપર મિથ્યાત્વ, અવિપતિ, કષાય ને વેગ એ ચાર સામાન્ય હેતુ બતાવ્યા છે તેમ આઠે પ્રકારના કર્મના જુદા જુદા કારણે પણ બતાવવામાં આવ્યા છે. તે અહીં ટૂંકામાં બતાવવામાં આવેલ છે. આઠ પ્રકારના કર્મબંધના વિશેષ હેતુ. ૧-૨ જ્ઞાન અને જ્ઞાનીઓનું પ્રત્યનિકપણું–શત્રુપણું કરનાર, ગુરૂને ઓળવનાર ( તેને છુપાવનાર), ઉપઘાત કરનાર (પીડ કરનાર), પ્રદ્વેષ કરનાર, અંતરાય કરનાર (વિન કરનાર) તેમજ અત્યંત આશાતનાકરનાર જ્ઞાનાવરણીય ને દશનાવરણીય કર્મ બાંધે છે. (આ બંને કર્મના બંધહેતુ સરખાજ છે; કારણ કે દર્શન સામાન્ય ઉપગ છે અને જ્ઞાન વિશેષ ઉપગ છે.) ૩ ગુરૂમહારાજની, ધર્માચાર્યની તેમજ માતાપિતાની ભક્તિ કરવાથી, તેમનું બહુમાન કરવાથી, ક્ષમાથી, કરૂણાથી, વ્રત પાળવાથી, ગની ક્રિયાથી, કષાયે ન કરવાથી અને દાનાદિક કરવાથી શાતા વેદનીયકર્મ બંધાય છે અને તેથી વિરૂદ્ધ વર્તન કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે, ૪ ઉન્માર્ગને ઉપદેશ કરવાથી. સન્માર્ગને નાશ કરવાથી, શુભ નિમિત્તે વાપરવાના દ્રવ્યને વિનાશ કરવાથી, તેમજ દેવ, ગુરૂ, દેવાયતન અને ધર્મારાધન કરનારાઓનું પ્રત્યેનીકપણું કરવાથી, તેમની વિરૂદ્ધ વર્તન કરવાથી, દર્શન મેહનીય કર્મ બંધાય છે; અને ચાર કષાય (ધ, માન, માયા ને લેભ) હાસ્યાદિક ષક (હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક ને દુગચ્છા,) અને ત્રણ વેદ, (પુરૂષદ, સ્ત્રીવેદ ને નપુંસક વેદ ) થી વિવશ–પરવશતેને વશ મનવાળા જીવે ચારિત્ર મેહનીય કર્મ બાંધે છે કે જે કર્મ સદાચરણ (ચરિત્ર)ને રોકનાર છે. તેમાં દૂષણ લગાડનાર છે. પ આયુ ચારે ગતિનું બાંધવાના કારણે જુદા જુદા છે. ૧ મહા આરંભના–મહાપાપના કર્મો કરનાર અને પરિગ્રહની અત્યંત તૃ ષ્ણુવાળે તેમજ કર પરિણામવાળો જીવ નરકનું આયુ બાંધે છે. ૧ સુવર્ણ ને મૃરિકાને અનાદિ સંબંધ અપેક્ષાએ કલ્લે છેકારણ કે તે સંબંધ પણ આદિવાળે છે, પરંતુ પ્રવાહે અનાદિ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249579
Book TitleKarm Sambandhi Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy