________________
કમ સબસી જૈન સાહિત્ય.
(૨૧)
આ જીવને સૌંસારમાં રહેવુ. પડે છે. સર્વ કર્મના ક્ષય થાય ત્યારેજ પ્રાણી મુખ્તાવસ્થા–સિદ્ધાવસ્થા પામે છે.
કર્મપ્રકૃતિનામના ગ્રંથમાં આઠ કરણ ને ઉદય, સત્તા-એમ દશ પ્રક રણા છે. આઠ કરણ ખાસ જાણવા જેવા છે. તેના નામ-૧ બંધન, ૨ સંક્રમણુ, ૩ ઉદીરણા, ૪ ઉપશમના, ૫ ઉદ્ધૃત્તના, ૬ અપવના, ૭ નિધત્તિને ૮ નિકાચના છે. આ આઠેનું સ્વરૂપ તે ગ્રંથમાં તે ઘણુ વિસ્તારે આપેલું છે. અહીં તે માત્ર તેનું ટુંકુ સ્વરૂપ અતાવવામાં આવ્યુ છે, કે જે જાણવાથી વધારે જાણવાની અભિલાષા થાય તે તે ગ્રંથ વાંચવા પ્રયત્ન કરે.
૧ બધન—જીવનું કર્મની સાથે બધાવું–એકરૂપ થઈ જવું તે.
૨ સંક્રમણુ—અધ્યવસાયના ફેરફારથી શુભના અશુભ થઈ જવાથી અને અશુભના શુભ થઈ જવાથી પૂર્વે બાંધેલા શુભ કર્મો અશુભ કપણે સક્રમે છે અને અશુભ કર્માં શુભપણે સક્રમે છે તે. ( ખીજી રીતે ખીજા કારણથી પણ કર્મીનું સંક્રમણ થાય છે. )
૩ ઉદીરણા તેનું લક્ષણ ઉપર બતાવેલુ છે; અર્થાત્ ઉદયમાં આવવાની સ્થિતિ થયા અગાઉ ઉદ્દીરણા કરીને કર્મને વહેલા ઉદ્દયમાં લાવવા તે.
૪ ઉપશમના—ઉદયમાં આવેલા કર્મોને પ્રદેશે વેઢવા અને અનુય કર્મને ઉદય આવતાં રોકવા તે ઉપશમના કહેવાય છે. જે કર્મ પ્રકૃતિની ઉપશમના કરી હાય તે વિપાક ઉદયે વેદાતી નથી.
૫ ઉદ્રત્તના—શુભ અથવા અશુભ અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વીબદ્ધ કર્માના રસમાં ને સ્થિતિમાં વૃદ્ધિ થાય તે.
૬ અપવત્તના——૨ -શુભ અથવા અશુભ અધ્યવસાયની તીવ્રતાથી પૂર્વ અદ્ધ કર્માંના રસમાં ને સ્થિતિમાં હાનિ થાય-ઘટાડા થાય તે.
છ નિધત્તિ—અધ્યવસાયની તીવ્રતાથી-પૂર્વે કરેલા શુભ અથવા અશુભ કાની વધારે વધારે ચાયણા-પ્રતિચેયણા કરવાથી પૂર્વે બાંધેલા શુભ કે અશુભ કર્મને વધારે દઢ-મજબુત કરવા તે.
૮ નિકાચના—ઉપર જણાવેલા કારણુનીજ વધારે પુષ્ટતા કરવાથી પૂર્વે ખાંધેલા કર્માં અવશ્ય ભાગવવાંજ પડે, ભાગળ્યા વિના છુટકોજ ન થાય એવા કરવા તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org