Book Title: Karm Sambandhi Jain Sahitya
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ( ૨૦ ) કુંવરજી આણંદજીનું ભાષણ. . ત્યારપછી તે બાંધેલા કર્મ ક્યારે અને કેવી રીતે ક્યા સ્વરૂપમાં ઉદય આવે છે? : તે બતાવ્યું છે. જેમ જેમ આત્મા ઉંચી હદે ચઢતા જાય છે તેમ તેમ અશુભ કર્મો તેને ઉદયમાં આવી શકતા નથી. વળી કમ તે સમયે સમયે બંધાય છે,. તે કાંઈ તરત ઉદયમાં આવતા નથી. અમુક કાળ જેને અબાધા કાળ કહે છે તે વ્યતીત થયા પછી ઉદય આવે છે. અત્યારે આપણે જે શુભ કે અશુભ કર્મ ભેગવીએ છીએ તે તે પૂર્વના બાંધેલા કર્મો ભેગવીએ છીએ; એટલું છે કે યુuપુષપાપન કૈર જન -કઈ અતિ ઉગ્ર પુણ્ય કે પાપ કરવામાં આવે તે તેના ફળ અહીં પણ ભોગવવા પડે છે. ઉદય પછી ઉદીરણું પ્રકરણ આવે છે. કેટલાક કર્મો ઉદીરણા કરીને તેની સ્થિતિ પાક્યા અગાઉ પણ ભેગા વવામાં આવે છે, તેનું એ પ્રકરણમાં સ્વરૂપ બતાવેલું છે. ઉદયના બે પ્રકાર બતાવ્યા છે. ૧ પ્રદેશઉદય ને રવિપાક ઉદય; એટલે કેટલાક કર્મો માત્ર પ્રદેશ ઉદયથીજ ભેગવાઈ જાય છે. તેનું ફળ કાંઈ આત્માને દેખાતું નથી અને કેટલાંક કર્મ-પ્રાયે ઘણા કર્મ ભોગવવાથીજ છુટે છે તે વિપાક ઉદય કહેવાય છે. આમાં પણ એક કેદી, જેમ તેને સજા કરેલી પૂરી મુદતે છૂટે છે અને એક કેદી સારી ચાલથી તેમજ કેઈ શુભ નિમિત્તથી (રાજાને ત્યાં પુત્રજન્માદિ કારણથી ) વહેલે છુટી જાય છે, તેમ કમને માટે પણ બને છે. કેટલાંક કમ લાંબી સ્થિતિના બાંધ્યા હોય છતાં શુભ નિમિત્ત મળવાથી શુભ અધ્યવસાયથી વહેલા પણ છુટી જાય છે. કર્મને બંધ થયા પછી જ્યાંસુધી ઉદયમાં ન આવે ત્યાં સુધી તે કમ' આત્માની સાથે સત્તા તરીકે આત્માને ચોંટેલા રહે છે. તે સંબંધી હકીકત', સત્તા નામના ચોથા પ્રકરણમાં આવે છે. કર્મપ્રકૃતિ ને પંચસંગ્રહ શિવાયના બાકીના કર્મ સંબંધી ગ્રંથમાં ઉપર જણાવેલ ચાર બાબત ( બંધ, ઉદય, ઉદીરણ ને સત્તા ) નેજ વિસ્તાર છે. જ્ઞાનદૃષ્ટિએ તેનું જે જે પ્રકારનું જુદું જુદું સ્વરૂપ સમજવામાં આવ્યું તે સર્વાએ કહ્યું છે અને તેને ગણધરોએ તેમજ ત્યારપછીના પૂર્વાચાર્યોએ ગ્રંથરૂપે ગુંચ્યું છે. તે અત્યારે આપણને મહા ઉપકારક થઈ પડયું છે. તેમને જેટલે ઉપકાર માનીએ તેટલે થોડો છે. ' આઠ કર્મના ઘાતી ને અઘાતી એવા બે ભેદ પાડ્યા છે. ચાર ઘાતી છે. ને ચાર અઘાતી છે. ઘાતી કર્મે આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાત કરે છે અને અઘાતી કર્મે આત્માના ગુણને ઘાત કરતા નથી, પણ તે કર્મો હોય ત્યાં સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16