Book Title: Karm Sambandhi Jain Sahitya Author(s): Kunvarji Anandji Shah Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 7
________________ કર્મ સંબધી જૈન સાહિત્ય. ' (૧૯) ૨ મહા કપટી, પ્રપંચી, મિષ્ટભાષી ને અંતઃકરણને મહામલિન, શલ્યયુકત હૃદયવાળ, વ્રત નિયમમાં દોષ લગાડનારે તિર્યચનું આયુષ્ય બધે છે. ૩ સ્વભાવેજ મંદ કષાય (કેધાદિ ) વાળ, દાન કરવાની રૂચિવાળે, અને મધ્યમ પ્રકારના ગુણવાળે મનુષ્યનું આયુ બાંધે છે. જ અજ્ઞાન કષ્ટ કરનાર, દેહને બહુ દમનાર, કર્મની નિર્જરા કરનાર, વતાદિકનું મધ્યમ પરિણામે સેવન કરનાર દેવગતિનું આયુ બાંધે છે. (જે ગતિનું આયુ બાંધ્યું હોય તે ગતિમાં આ જીવ મરણ પામીને જાય છે.) દ માયા ( કપટ ) વિનાને, સરલ સ્વભાવવાળે, ગર્વવિનાને, સંસારભીરૂ, ક્ષમામાર્દવાદિ ગુણવાળ શુભ નામકર્મ બાંધે છે અને તેથી વિરૂદ્ધ વર્તનવાળે અશુભ નામકર્મ બાંધે છે. ૭ ગુણગ્રાહી, મદવિનાને, અધ્યયન ને અધ્યાપનમાં રૂચિવાળો, પરમાત્મા ઉપર ભક્તિવાળ, ગુરૂ વિગેરેને ભક્ત એ જીવ ઉચ્ચગેત્ર બાંધે છે અને તેથી વિરૂદ્ધ વર્તનવાળે નીચગેત્ર બાંધે છે. ૮ પરમાત્માની તેમજ સદગુરૂની ભક્તિમાં વિદન કરનારે, હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય સેવવામાં અને પરિગ્રહ (દ્રવ્ય) મેળવવામાં અહર્નિશ તત્પર, કેઈને દાન કરતાં અટકાવનારે, લાભમાં વિદ્ધ કરનાર, કેઈની ભેગ ઉપભેગાદિકની વસ્તુને નાશ કરનારે અને અન્યની શક્તિને હણનારે જીવ દાનાંતરાયાદિ પાંચ પ્રકારના અંતરાય કર્મ બાંધે છે. કર્મના સંબંધમાં લખવા બેસીએ કે કહેવા માંડીએ તે ઘણું કહેવાનું ને લખવાનું લભ્ય થઈ શકે તેમ છે, પરંતુ અહીં તે ટુંકામાં કર્મ એ શું વસ્તુ છે, તે અને તેનું સ્વરૂપ બતાવવાને માટે જૈન સાહિત્યકારેએ કેટલે પ્રયાસ કરેલ છે તે બહુ ટૂંકામાં બતાવવાનેજ ખાસ હેતુ છે; અને જૈન દર્શનની મહત્તાનું એ પણ એક ખાસ કારણ છે. પ્રાચીન અને નવ્ય તેમજ સંસ્કૃત કર્મગ્રંથોમાં ખાસ કરીને કર્મના બંધ, ઉદય, ઉદીરણ ને સત્તાને જ અધિકાર છે. કર્મ કેવી રીતે બંધાય છે? અમુક અમુક ચડતી ચડતી હદવાળા ( ગુણઠાણુવાળા) છો કયા કયા કર્મ બાંધે છે અને ક્યા બાંધતા નથી? તે (બંધ) પ્રથમ બતાવવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16