Book Title: Karm Sambandhi Jain Sahitya
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ કર્મ સંબંધી જૈન સાહિત્ય. ( ૧૭ ) રૂપ કહે છે, મિમાંસકે તેને અપૂર્વ કહે છે, વેદાંતી માયા સ્વરૂપ કહે છે, અને જેનદર્શન તેને પુદગળરૂપ માને છે. તે પુગળે દ્રવ્યકર્મ કહેવાય છે અને તેના ઉદયથી આત્માના જે શુભાશુભ પરિણામ થાય છે તે ભાવકર્મ કહેવાય છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ બંધાય છે અને દ્રવ્યકર્મથી ભાવકર્મ થાય છે. આમ તે બને પરસ્પર કાર્ય કારણભાવ ધરાવે છે. જેમ તેલાદિકથી સ્નિગ્ધ શરીર ઉપર ચારે તરફથી રજ ચૂંટે છે તેમ શુભાશુભ અધ્યવસાયરૂપ ચકાશથી દ્રવ્યકર્મ આત્માને ચૂંટે છે અને ચીકાશના પ્રમાણમાં તીવ્ર કે મંદ એવા કર્મના ભેદ પડે છે. આ જગતમાં રહેલા પુગળસમૂહની જેનશાસ્ત્રકારોએ આઠ પ્રકારની વહેંચણ ( જુદાઈ) બતાવી છે. તેને વર્ગણાઓ કહે છે. તે વર્ગણાઓ એક બીજા કરતાં સૂક્ષ્મ છે. કાશ્મણ વર્ગણ સર્વ કરતાં સૂક્ષમ છે-આઠમી છે. એ વર્ગણાઓ અનંત પરમાણુઓના બનેલા અનંતા સ્કંધની બનેલી હોય છે. તેવી વર્ગણાઓ પ્રતિસમય આ જીવ શુભાશુભ અધ્યવસાયવડે ગ્રહણ કરે છે; અને તે આત્માની સાથે ક્ષીરનીરની જેમ અથવા લેહને અગ્નિની જેમ એક'રૂપ થઈ જાય છે, અને તે પોતપોતાના સ્વભાવ ( પ્રકૃતિ ) પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણોને હણે છે, રેકે છે, સુખ દુઃખ આપે છે અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આ ચેતન અનંત શક્તિવાળો છે, છતાં કર્મના સંબંધથી તે કાયર થઈ ગયેલ છે. સદગુરૂ ગે તેનામાંથી કાયરતા જશે અને શૂરવીરતા પ્રગટ થશે ત્યારે તે કર્મોને હઠાવીને પિતાની સત્તાને પોતાના ગુણોને પૂર્ણ પણે પ્રગટ કરશે. ' - કર્મ મૂર્ત હોવા છતાં જેમ અતિ સૂક્ષ્મ વસ્તુ આકાશમાં રહેલ હોય છતાં આપણે જોઈ શકતા નથી, તેમ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી જોઈ શકાતા નથી. તેના ફળ તરીકે પ્રાપ્ત થયેલા દારિક ને વૈકિય શરીરે વિગેરેજ દેખાય છે. મનુષ્ય અને તિર્યંચના શરીરે દારિક કહેવાય છે અને દેવતા નારદીના શરીરે વૈકિય કહેવાય છે. આત્મા ને કમને અનાદિ સંબંધ (સગ) છે તે પછી તેને વિયોગ કેમ થાય?” એમ કોઈ શંકા કરે તે તેને ખુલાસો એ છે કે સુવર્ણ અને મૃત્તિ- કાને અનાદિ સંબંધ છતાં પણ અગ્નિ વિગેરેના પ્રયોગથી તે બને છુટા પડે. ‘છે, તેમ આત્મા સાથે લાગેલા કર્મો પણ શુભ ધ્યાનરૂપ અગ્નિવડે છુટા પડી શકે છે, બીજી રીતે પણ છુટા પડે છે. વળી કર્મો પણ એકના એક કાયમ રહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16