Book Title: Karm Sambandhi Jain Sahitya Author(s): Kunvarji Anandji Shah Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 2
________________ ( ૧૪ ) કુંવરજી આણંદજીનું ભાષણ. તે સબંધી અહીં વધારે વિસ્તાર ન કરતાં માત્ર આ કર્મનીજ ટુંકી વ્યાખ્યા આપવામાં આવે છે. ૧ જ્ઞાનને આવરણ કરે-કે-ખરી સમજ પડવા ન દેય તે જ્ઞાનાવરણીય કર્મ ૨ ઇંદ્રિયેથી ને આત્માથી જોવાતા વિષયને રેકે તે દશનાવરણય કર્મ. ૩ સુખ અને દુઃખ આપે તે સાતા ને અસતા રૂપ વેદનીય કમ. ૪ સંસારમાં મેડ પમાડે-મુંઝવે અનેક પ્રકારની ખટપટમાં ઉતારે-સંસારમાં પરિભ્રમણ કરાવે–ખરી સમજ પડવા ન દેય, શુભાચરણ પણ થવા ન દેય તે મોહનીય કર્મ. ૫ ઉંચ અને નીચ જાતિમાં ઉત્પન્ન કરે-જન્મ આપે તે ગાત્ર કર્મ ૬ દાન દેતાં, લાભ મેળવતાં, વસ્તુઓને ભોગ-ઉપભોગ લેતાં અટકાવે-- તેમાં ખામી લાવે, આત્મવીર્ય કે શારીરિક બળ પૂરતું ફેરવવા ન દેય તે અંતરાય કર્મ. ૭ મનુષ્ય, તિર્યંચ, દેવાદિક ગતિ, એકેઢિયાદિક જાતિ, શરીર, તેની આકૃતિ તેમાં બળ ઈત્યાદિ અનેક બાબતે શુભ અને અશુભ-એછું ને વધતું આપનાર વિચિત્ર પ્રકારનું નામ કર્મ ૮ મનુષ્યમાં કે દેવાદિક ગતિમાં એક ભવ આશ્રી અમુક વર્ષો સુધી રહેવા દેય રાખે રહેવું પડે તે આયુ કર્મ આ કર્મો બાંધવાના અનેક કારણે છે. તે પૈકી ટુંકામાં નીચે જણાવેલા ચાર કારણ કહ્યાં છે તે ખાસ ધ્યાન આપવા લાયક છે. ૧દેવ ગુરૂ ધર્મ સંબંધી તેમજ જગતના અન્ય પદાર્થો સંબંધી ખોટી માન્યતા, ભૂલ ભરેલી માન્યતા અને તેને આગ્રહ, તે મિથ્યાત્વ નામનું સૈથી પ્રબળ પ્રથમ કારણ ગણાય છે. - ૨ હિંસાને, અસત્યને, ચારીને, પરસ્ત્રી સાથેના સંબંધને અત્યાગ, પરિગ્રહ-દ્રવ્યાદિકની મૂચ્છ (તૃષ્ણ)નું અપરિમિતપણું તેમજ બીજી પણ અનેક બાબતમાં અવિરતિ ભાવ (અત્યાગ ભાવ) એ કર્મબંધનું બીજું કારણ છે. ૩ કેદની ઉપર કેધ કરે, અભિમાન કરવું, માયાકપટ કરવું, અતિશય લાભ કરે, હાસ્યાદિક કરીને અન્યને દુઃખ ઉપજાવવું, ઇન્દ્રિયજન્ય સુખની અત્યંત અભિલાષા (વાંચ્છા ) કરવી એ કષાય નામનું કમબંધનું ત્રીજું કારણ છે. : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16