Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha Author(s): Hiralal R Kapadia Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 5
________________ હતessesbee obsessessess becocoobsubcase-.bestobooseb.bobob.bbcbooks[૧૪]. છે. અને તેમની વિવિધ સ્થળોની પ્રતિમાઓના ઉલ્લેખવાળી અનુક્રમે ૧ અને ૧૧ કૃતિઓ છે. બાષભદેવની પ્રતિમાને ઉદ્દેશીને અનુક્રમે ૧ છે. ગુણકીર્તન ઉપરાંત કોઈ કોઈ બાબત કેટલીક કૃતિઓમાં રજૂ કરાઈ છે. એને જ મુખ્યત્વે મેં આ પરિચયમાં સ્થાન આપ્યું છે. ગુણોત્કીર્તન રૂપે સ્તુતિઓ, તેત્રે અને સ્તવને તે કલ્યાણસાગરસૂરિ પૂર્વે પણ પુષ્કળ પ્રમાણમાં રચાયાં છે. તેમ છતાં એ સૂરિની રચનાઓમાં પણ ત્રણ બાબતે આગળ પડતી જણાય છે : (૧) સંસ્કૃત શબ્દોનો ભંડાર (કઈ કઈ અનેકાર્થ શબ્દ પણ નજરે પડે છે, જેમ કે, કલ્યાણ અને સારંગ), (૨) રૂપકેની રેલમછેલ અને (૩) નાનકડું ગીત. (૧–૧) માણિયસ્વામીસ્તુતિ : આ અઢાર પદ્યના કુલકરૂપ (ઋષભદેવ) માણિજ્ય સ્વામીની અને દક્ષિણ દેશના કુલપાકના નાથ ઋષભદેવની સ્તુતિ નિમ્નલિખિત અઢાર ભિન્ન ભિન્ન છંદમાં કરાઈ છે ? આ છેદો તે સધ્ધરા, કુતવિલંબિત, હરિણી, પંચચામર, ભુજંગપ્રયાત અથવા ભુજંગી, માલિની, નારાચ, આર્યા, ગીતિ, નગસ્વરૂપિણી, માણવક, ત્રાટક, મણિમધ્ય, ચંપકમાલા, હંસી, શાલિની, કેકિરવ, અને ઈદ્રવજા છે. આ પૈકી કેટલાક દોને ભાગ્યે જ અન્યત્ર ઉપયોગ થયેલું જણાય છે. [ કુલપાક તીર્થ: તેલંગ દેશમાંના માણિકય સ્વામીની ચમત્કારિક મનાતી પ્રતિમા દક્ષિણ હૈદરાબાદથી ઈશાન દિશામાં છે અને તે ૪૫ માઈલને અંતરે આવેલી નગરી છે. હાલ તે એ મૂર્તિ નાના સરખા ગામડામાં જિનાલયમાં છે. તેમાં એ પ્રતિમા ૧૮ હાથ ઊંચી છે. એ મરકતમણિ (નીલમણિ )ની બનાવેલી છે. એ અર્ધપદ્માસન મુદ્રામાં છે. એ પ્રતિમાના બંને કંધે ઉપર શ્યામવર્ણના કેશની પંક્તિ છે. એનું જિનાલયમાં સ્થાપન કર્ણાટકના રાજા શંકરરાવે કર્યું હતું. સ્થાપન કરી તેના પૂજાના ખરચ માટે બાર ગામો આપ્યાં હતાં. એ પ્રતિમાના અભિષેક જળથી કલ્યાણીમાં મરકી શાંત થયાનું કહેવાય છે. કુલપાક તીર્થનું વર્ણન જિનપ્રભસૂરિએ વિવિધ તીર્થકલ્પમાં કર્યું છે. એનું હિંદી ભાષાંતર યતિ બાલચંદે કરેલું. એ સંવત ૧૯૭૨ માં છપાયું છે. તેને ગુજરાતીમાં સારાંશ “કુલપાક તીર્થ માહાત્મ્ય” નામની પુરિતકામાં છે.] પ્રથમ પદ્યમાં “સ્વામી વિશેષ્ય છે, એ પદ્યથી માંડીને છેવટ સુધીના ૧૮ મા પદ્ય સુધી વિવિધ વિશેષણે લગભગ સમાસરૂપ અપાયાં છે અને ૧૮ મા પદ્યમાં મૂયાત્ ક્રિયાપદ છે. એથી માળિયપૂર્વ.....વામી સંઘના મૂ સા ચા– એમ અન્વય કરવાને છે. પ્રસ્તુત સ્તુતિમાં ઋષભદેવનાં માતાપિતાનાં નામે, મરુદેવા અને નાભિ, એમના શાસનદેવ- દેવીનાં નામે, ગોમુખ અને ચક્રેશ્વરી, એમની પ્રતિમાનું સ્થાન કુલપાક, એમનું લાંછન ની શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20