Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 7
________________ વિસ્તરતી $ Abbsbvadibh [૧૪] તિશયનું પ્રદર્શન છે. પ્રસ્તુત અષ્ટકમાં સ‘ભવનાથના વંશનું નામ ‘ ઈદ્વાકુ ’ અને એમની માતાનું નામ ‘સેના’ રજૂ કરાયાં છે. ત્રીજા પદ્યમાં એમનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે અને સાતમા પદ્યમાં એમના દાંત ‘કન્દ પુષ્પ જેવા છે અને નેત્રે! કમળનાં સમાન છે એવા ઉલ્લેખા છે. જ્યારે પ્રથમ પદ્યમાં એમના દેહને વણુ ચમકતા સુવર્ણ જેવા કહ્યો છે અને એમના લાંછન તરીકે ઘેાડાના નિર્દેશ છે. • આ અષ્ટક વિવિધ રૂપકાથી અલંકૃત છે. તેમાં દુઃખ રૂપ સમુદ્ર પ્રત્યે પીતસમુદ્ર અને અગસ્ત્યનું રૂપક નોંધપાત્ર છે; કેમ કે અગસ્ત્ય ઋષિએ સમુદ્રનું પાન કર્યાની વાત અર્જુન મતાનુસાર છે. આ રૂપક કલ્યાણસાગરસૂરિએ અન્ય કૃતિઓમાં પણ વાપર્યું છે. તે કવિ સમયને આભારી ગણાય. (૪-૩) સિત્તેરતપુરીય સુવિધિનાથ સ્તવન : આ સ્તવનની કૃતિ બધી કૃતિઓમાં સૌથી નાની છે. એમાં છ પદ્યો છે. એ પૈકી પહેલાં પાંચ ધ્રુવિલખિત છંદમાં છે. જ્યારે અંતિમ છઠ્ઠું પદ્ય અનુષ્ટુમાં છે. આ કૃતિ સિતેતરપુરના સુવિધિનાથને લગતી છે. એનાં શરૂઆતના પાંચ પદ્યાનુ પ્રત્યેક ચરણ ‘સુવિધિનાથ જિન’ છે. એના શ્લાક ૩ માં સુવિધિનાથને રજત (ચાંદી) જેવા કાંતિવાળા અને મગર રૂપ લાંછનવાળા વર્ણવ્યા છે. છઠ્ઠા પદ્યમાં સુવિધિનાથને નવમા જિન તીર્થંકર કહ્યા છે. અંતિમ પદ્યમાં કર્તાએ પેાતાના ‘કલ્યાણસૂરિ’ તરીકે ઉલ્લેખ કર્યા છે. આમ આ જ કૃતિમાં સૂરિ પદવીના કર્તાએ નિર્દેશ કર્યો છે. એ હિસાબે આ કૃતિ વિ. સં. ૧૬૪૯ થી વિ. સં. ૧૭૧૮ ના ગાળામાં રચાયેલી ગણાય. સિતેતરપુર કયુ તે સ્પષ્ટ જાણવામાં આવ્યું નથી. (૫-૪) શાંતિનાથ સ્ત્રોત્ર : આ સ્તોત્રમાં ૧૩ પડ્યા છે. તેમાં પહેલાં બાર કુલક રૂપ છે. એ બારે દ્રુવિલ ખિત છંદમાં છે, જ્યારે તેરમું પદ્ય માલિની છંદમાં છે. પ્રથમ પદ્યમાં શાંતિનાથનાં નેત્ર કમળ જેવાં કહ્યાં છે. તૃતીય પદ્યમાં એમનાં ચરણે વિવિધ લક્ષણાથી યુક્ત છે અને એમની ગતિ ચંચળ અને મદોન્મત્ત હાથી જેવી છે એમ કથન છે. છઠ્ઠા પદ્યમાં એવા ઉલ્લેખા છે કે એમના દાંત કુસુમ જેવા છે અને પેાતાના બાહુબળથી એમણે રાષ્ટ્ર સાધેલ છે, શત્રુને જીત્યા છે તથા રાજાઓને નમાવ્યા છે. આઠમા પદ્યમાં એમના વર્ણ સુવર્ણ જેવા અને એમનાં ચરણુ હરણના ચિહ્નથી અક્તિ છે એ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ DRE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20