Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
View full book text
________________
[૧૫]bedceboosbestostesse.des obsessesses.sastessesbiogsposs set boobs posses. Adopcornsta
આ સંસ્તવમાં કર્તાએ પિતાનું નામ પ્રત્યક્ષ કે પરોક્ષ એ બે રીતમાંથી એક પણ રીતે દર્શાવ્યું નથી, તે પછી આને પ્રસ્તુત કર્તા “કલ્યાણસાગર” છે કે નહિ તે સુએ સૂચવવા મારી તેમને સાદર વિજ્ઞપ્તિ છે.
ઉપાધ્યાય ભેજસાગરે (બોધસાગર ?) જે ચિંતામણિ પાર્શ્વનાથની ટીકા રચી છે તે તૈત્ર શું પ્રસ્તુત કૃતિ છે? ન્યાયાચાર્ય યશોવિજ્યજી ગણિએ “ચિંતામણિ” પાર્શ્વ નાથનું સ્તવન રહ્યું છે એ “સજજન સન્મિત્ર'માં (પ.૪૨ ) તેમ જ અન્યત્ર પ્રકાશિત કરાયું છે. સુરતના શાહપુરમાં ચિંતામણિ પાશ્વનાથનું જિનાલય છે તે એની કોતરણી વગેરે માટે સુવિખ્યાત છે. (૧૪-૯) વટપદ્રીય દાદા પાર્શ્વનાથ સ્તવન (સંતવ) :
આ સ્તોત્ર “દાદા” પાર્શ્વનાથને લક્ષીને રચાયું છે એમ એનાં નવે પદ્યો જોતાં જણાય છે. વિશેષમાં નવમા પદ્ય ઉપરથી એ જાણવા મળે છે કે એમની આ પ્રતિમા વટપદ્રના (વડોદરાના) જિનાલયની છે. આ કૃતિમાં પાર્શ્વનાથને અંગે ત્રણ બાબતે રજૂ કરાઈ છે ? (૧) એમને દેહ નીલરત્ન કરતાં વધારે કાન્તિવાળે છે. (પદ્ય ૧ ). (૨) એમનું ચિહ્ન અથવા લાંછન નાગ છે. (પદ્ય ૭) (૩) એમની માતાનું નામ વામાં છે. (પદ્ય ૯).
આ કૃતિનાં પહેલાં આઠે પદ્યોમાં ચતુર્થ ચરણ સમાન છે. એ ચરણ છેઃ હાનિ શ્રીવરપાનાથનું આ કૃતિનાં પદ્ય ૧-૮ ઇન્દ્રવજ છંદમાં છે, જ્યારે નવમું પદ્ય વંશસ્થ છંદમાં છે. આમાંનાં કેટલાં યે વિશેષણે ગમે તે તીર્થકર અંગે ઘટે તેમ છે, જે કે એની શબ્દરચના વિશિષ્ટ છે. આઠમાં પદ્યમાં અજ્ઞાન અને મિથ્યાત્વને અંધકાર કહી એ દૂર કરનાર તરીકે પાર્શ્વનાથ સૂર્ય સમાન છે એ નિર્દેશ છે. આ કૃતિમાં બહુ રૂપકો નથી.
| નામોલ્લેખ : આ કૃતિમાં કર્તાએ પોતાનું સંપૂર્ણ નામ આપ્યું નથી. પરંતુ નવમા અંતિમ પદ્યમાં બે વાર ‘કલ્યાણ’ શબ્દ વાપર્યો છે, તેથી એ સૂચિત થાય છે.
યશવિજય ગણિએ હિન્દીમાં દાદા પાર્શ્વનાથ સ્તવન પાંચ કડીમાં રચ્યું છે. આ જિનાલય ક્યાં આવ્યું તેને નિર્દેશ એ કાવ્યમાં નથી. એ સ્થળ નરસિંહજીની પિળમાં આવેલું છે. (૧૫ – ૧૪) “અહુર” પાર્શ્વનાથ સ્તવન (સંસ્તવ) :
આ કૃતિમાં દશ પદ્યો છે, તેમ છતાં પ્રકાશિત પુસ્તકમાં એનો અષ્ટક તરીકે નિર્દેશ છે. આ કૃતિનાં પહેલાં આઠ પદ્યોને છંદ વિશે એમાં કશું કહ્યું નથી. નવમું પદ્ય હરિણી છંદમાં છે અને દશમું અંતિમ પદ્ય કુતવિલમ્બિત છંદમાં છે.
ર) ની શ્રી આર્ય કાયાણા ગામસ્મૃતિગ્રંથ વિસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org