Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

Previous | Next

Page 20
________________ [24 ]destede se steste deste destesente deste da jedestale della lettelse tilstede testostestite testostestateste desteklemeleste destestestostesestedeste પ્રત્યેક પદ્યમાં અને પ્રત્યેક ચારેય ચરણમાં 1-1 પદ્યમાં વમણિ શબ્દ પ્રારંભમાં યે છે. એ એકવીશ પદ્યો કુતવિલમ્બિત છંદમાં છે. રરમું પદ્ય હરિણી છંદમાં, ર૩મું વંશસ્થમાં, ર૪ મું ભુજગપ્રયાતમાં અને અંતિમ ર૫ મું સ્ત્રગ્ધરા છંદમાં છે. પ્રથમ પદ્યમાં શ્રી મહાવીર સ્વામીના રૂપે વિશ્વને વશ કર્યું છે અર્થાત્ તમે વિશ્વમાં અતિશય રૂપવંતા છે એમ કહ્યું છે. નવમા પદ્યમાં એવું કથન છે કે તમે અદ્દભુત અતિશથી અલંકૃત છે અને સૂરિઓ દ્વારા (આચાર્યો દ્વારા) સેવાયેલા છે, પદ્ય 10 માં તમને કેવળજ્ઞાનીઓએ અને સાધુઓએ પ્રણામ કરેલાં છે, એવો ઉલ્લેખ છે. પદ્ય 11 માં વીરપ્રભુનું નામ મનહર છે એમ કથન છે. પદ્ય ૧૮માં બે બાબતે રજૂ કરાઈ છેઃ (1) તમે બુદ્ધિમાં બૃહસ્પતિથી ચઢિયાતા છે અને (ર) તમારે દેહ સુવર્ણ જે પીળે છે. પદ્ય 15 માં કહ્યું છે કે તમારું વદન ચંદ્ર કરતાં ચઢિયાતું છે અને તમે વૈરીઓના સમુદ્ર માટે અગત્ય કષિ જેવા છે. પદ્ય ર૦ માં શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાની અને કેવળદની તરીકે વર્ણવ્યા છે. પદ્ય 21 માં ત્રિશલાના પુત્ર કહ્યા છે, ર૫ મા પદ્યમાં કર્તાએ “કલ્યાણભધિ” શબ્દ દ્વારા પોતાનું કલ્યાણસાગર નામ દર્શાવ્યું છે. સત્યપુર : આ સ્થળ વિશે પ્રકાશિત પુસ્તકમાં કશી માહિતી અપાઈ નથી. “સત્ય પુર” તે અત્યારે જોધપુર વિભાગના ભિન્નમાળની પાસે આવેલું અને સાચેર તરીકે ઓળખાતું ગામડું છે. એ પ્રાચીન સમયમાં સમૃદ્ધ નગર હતું. એમાં નાહડ પતિએ મહાવીર સ્વામીને ભવ્ય પ્રાસાદ બંધાવ્યું હતું. એ જિનાલયમાં જ જિજગસૂરિએ (વિ. સં. ૧૧૪૦માં) મહાવીર સ્વામીની પ્રતિમા સ્થાપિત કરી હતી. એને બ્રહ્મશાન્તિ યક્ષનું સાંનિધ્ય હોવાથી એ તીર્થને મહિમા ઘણે પ્રસર્યો હતે. એનો પાંચ તીર્થો પૈકી એક તરીકે જગવંદનમાં ઉલ્લેખ કરાયું છે તે એ તીર્થનું માહાસ્ય સૂચવે છે. વિ. સં. 1367 માં અલ્લાઉદ્દીન ખીલજીએ આ તીર્થનો અર્થાત્ જિનાલયનો નાશ કર્યો હતો. ત્યારથી એ તીર્થની જાહોજલાલી ઘટવા માંડી. આજે સવારમાં એક સુંદર જિનાલય છે અને તેમાં મહાવીર સ્વામીની પ્રતિમા છે પણ એ તે પાછળથી પ્રતિષ્ઠિત કરાઈ છે. કારણ કે ઉપJક્ત અલૌકિક પ્રતિમા તે અલ્લાઉદ્દીન ખીલજી દિલ્હી લઈ ગયું હતું અને તેની આશાતના કરી હતી એમ વિવિધ તીર્થકપમાં શ્રી જિનપ્રભસૂરિએ કહ્યું છે. શેભન મુનિના ભાઈ અને મુંજ તથા ભેજના સન્માનિત કવિ ધનપાલે “સત્યપુરમહાવીરઉત્સાહ” નામનું અપભ્રંશ કાવ્ય વિક્રમના 11 મા શતકમાં રચ્યું છે અને એમાં સત્યપુરને મહિમા વર્ણવ્યો છે. (જુઓ. “પ્રબોધ ટીકા ' ભા. 1, પાનાં 354-35) છે એ આર્ય કથાણાગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20