Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વિધિપક્ષગચ્છીય જ્ઞાનમુગ્ધ: શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત ભગવદ્ગીતા કિવા ભક્તિસાહિત્યની સમીક્ષા
પ્રા. હીરોલાલ ૨. કાપડિયા M,A,
ઉપક્રમ : કેટલાક મહિના ઉપર શ્રી અચલગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી ગુણસાગરસૂરિજીના અંતેવાસી શ્રી કલાપ્રભસાગરજીએ મને દોઢેક વરસ ઉપર નિમ્નલિખિત શાકવાળું પુસ્તક મેાકલાવ્યું હતુ` ‘ વિધિપક્ષગચ્છીય પંચ પ્રતિક્રમણ સૂત્રાણિ ' ( પ્રકાશક : સેમચંદ ધારશી શાહ )
ત્યાર બાદ તેમણે શ્રી અચલગચ્છીય દાદાશ્રી કયાણસાગરસૂરીશ્વરજી (આદિના સ્તોત્રસંગ્રહ) નામનુ પુસ્તક મેાકલ્યું હતું. એમાં શ્રી કલ્યાણસાગરજીએ સુરિ થયા તે બાદ તેમ જ તે પહેલાં રચેલી એવી ૨૧ સંસ્કૃત કૃતિઐને ગુજરાતી ભાવાનુવાદ સહિત પૃ. ૧-૧૨૨ માં સ્થાન અપાયું છે. પછી શ્રી ધર્મ વૈષ સૂરિએ ૧૬ સ ંસ્કૃત પદ્યોમાં રચેલુ પાર્શ્વનાથ એત્ર ગુજરાતી અનુવાદ સહિત પુ. ૧૨૩ ૧૬૦ માં અપાયેલ છે. એના પછી મલુકચંદ વીચ'દે રચેલી નવ સ`સ્કૃત પદ્યોની કૃતિ પાર્શ્વનાથ સ્તવનાષ્ટક તરીકે નિર્દેશાચેલી છે. એ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત પુ. ૧૩૦-૧૨૨ માં રજૂ કરાઈ છે. પ્રારંભમાં ગુજરાતી ઉપેાહ્યાત છે. એમાં પૃ. ૭ માં તુલાકૃષ્ણ ઝાએ સારી મહેનત લીધાનેા ઉલ્લેખ છે. અને શરૂઆતમાં શ્રી કલ્યાણસાગરસૂરિજીએ દેવી સરસ્વતી અને શ્રી મહાકાલી દેવીની આરાધના કરી હતી એમ કહ્યું છે. ઉપેદ્ઘાત શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રતિકૃતિ છે. આ પુસ્તક મેાકલવાયુ અને તેની સાથે સાથે સંસ્કૃત કૃતિઓની સમીક્ષાનું કાર્ય કરવા મુનિશ્રી કલાપ્રભસાગરજીએ મને પ્રેરણા કરી હતી. તદનુસાર મેં આ કા સમય, સાધન અને શક્તિ અનુસાર સમીક્ષા તૈયાર કરી એમને ૬૦ પાનાનું લખાણ તા. ૨૪-૧૨-૭૭ સુધીમાં માકલાવ્યું છે
વિધિપક્ષ ગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરિએ સસ્કૃતમાં અને ગુજરાતીમાં વિવિધ કૃતિઓ રચી છે, સંસ્કૃતમાં તેમણે વ્યાકરણુવિષયક મિત્રલિંગ કાશ કિ`વા લિંગાનુશાસન, પેાતાના શિષ્ય વિનયસાગરને માટે રચ્યા છે અને એને સંસ્કૃત વિવરણથી વિભૂષિત કર્યાં છે. એ સૂરિજીએ ચિત્રસ્તત્રો પણ રચ્યાં છે. તે સંસ્કૃતમાં જ સંભવે અે; મરંતુ એની વિવિધ પ્રતિએ લખાઇ હોવા છતાં તેમાંથી એક પણ અત્યાર સુધી તે મળી આવી નથી. એ ચિત્રસ્તોત્રમાં જિનભકિત-સાહિત્ય કાવ્યબધાથી અલંકૃત કરાયું હશે એમ એનું નામ જોતાં ભાસે છે. એ મહત્ત્વનું ભક્તિ-સાહિત્ય અનુપલબ્ધ છે એટલે અહી તે ઉપલબ્ધ સાહિત્યને જ હુ` સમય અને સાધન અનુસાર પરિચય આપું છું. આ ઉપલબ્ધ સાહિત્ય તરીકે વીસ સ્તવન–સ્તેાત્રો તેમ જ ‘ ગુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની ૧૦૦૦ નામરાજિ ’ (નામાવલિ ) મતે મળ્યાં છે. આ પુસ્તકા મુનિશ્રીએ મને મેાકલાવ્યાં તે બદલ અને પ્રસ્તુત સમીક્ષાનુ` કા` મતે સોંપવા બદલ હું એમને ડાર્દિક આભાર માનુ છું. બીજા પુસ્તકમાં ૨૩ કૃતિએ ગુજરાતી અનુવાદપૂર્વક રજૂ કરાઈ છે. તેમાં પહેલી ૨૧ કૃતિઓ શ્રી કલ્યાણસાગરની રચેલી છે.
'
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
(23 C) ************++++******+++++++++¶$
peppe
ગુચ્છના નાયક સુપ્રસિદ્ધ દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી રચિત સંસ્કૃત ભાષામાં આવેલા વિવિધ સ્તેાત્ર-સ્તવને તથા શ્રી પાર્શ્વપ્રભુનાં સહસ્ત્રનામ તેમ જ અન્યનાં સ્તાત્રો તેના ગુજરાતી અર્થા સહિત શ્રી અચલગચ્છના જામનગરના સંધે ઈ. સ. ૧૯૫૧ માં પ્રકાશિત કરેલાં છે.
પ્રકાશિત પુસ્તકમાં અનુક્રમણિકાના પૃ. ૪ માં તેમ જ ૧૨૩ પૃષ્ટ પર શ્રી ધર્માંધાષસૂરિના ઉલ્લેખ. છે. કર્તાએ તેા પેાતાનું નામ ‘ ધમધોષ' એટલું જ આપ્યું છે અને પોતાને કશે પરિચય આપ્યા નથી. આથી એમને સૂરિ કહેવા માટેનુ' સબળ કારણુ દર્શાવવું જોઈતું હતું, એટલુ જ નહિ ધમ ધાય’ નાનના અન્ય મુનિવરે થયા છે. તેઓ પૈકી આ સૂરિજી ક્રાણુ છે તે સૂચવવાની પણ આવશ્યકતા હતી. કર્તાએ પેાતાનું નામ, ઉપરાંત ગચ્છ ઇત્યાદિ વિશે કશું કહ્યું નથી. તે તે પણ જણાવાયુ હત તે પુસ્તકનું ઐતિહાસિક મહત્ત્વ વિશેષ વધતે. બીજી બે કૃતિના પ્રણેતાના નામે અનુક્રમે ધધોષ અને મલુકચંદ્ર વીરચંદ્ર છે.
ક્રમ : ઉપયુક્ત ૨૧ કૃતિ જે ક્રમે રજૂ કરાઈ છે તે માટે કોઈ આધાર સૂચવાયા નથી. શુ કોઈ હસ્તલિખિત પ્રતિમાં આજ ક્રમે ૨૧ કૃતિએ લખાઈ હશે તેથી આ ક્રમ સ્વીકારાયા છે ? ‘અચલ ગુ॰ દિગ્દર્શીન' (પૃ. ૪૫૨-૪૧૩) માં ઉપયુક્ત પુસ્તકા પ્રમાણે જ ઃ પાર્શ્વનાથ સહસ્રનામ ' અપર‘ પાર્શ્વ નામાવલિ ’ સિવાયની ૨૦ કૃતિને ક્રમ છે. પૃ. ૪૫૩ માં નિમ્નલિખિત ઉલ્લેખ છે. ‘ કલ્યાણસાગરસૂરિએ અનેક તીર્થાની યાત્રા કરી તેની સ્તવનનારૂપે સ્તુતિઓ રચી હાઈને તેમના વિચારા ઉપર ત ( તેમનેા , વિહારપ્રદેશ પણ સૂચવે છે. ’
નામ
આ ઉલ્લેખ સર્વાંશે સયિત જણાતા નથી તેનું કેમ ? એકવીસ કૃતિએ કયા કયા સ્થળમાં રચાઈ તેની પૂરી વિગત મળતી નથી. પાર્શ્વનાથ સહસ્રનામ માટે ‘ અંચલગચ્છ દિગ્દર્શન ’ (પૃ. ૪૫૨)માં કશું છે : સંવત ૧૯૯૬ માં ખેરવાના સાલગોત્રી શ્રેષ્ઠી ઇશ્વરે કાઢેલા ગાડીજીના સત્રમાં આ સ્તુતિ કવિએ કરેલી.’ આ વાત તે! યથા જણાય છે. આ પરિસ્થિતિમાં હું અન્ય ક્રમ દર્શાવુ` છું. તીકરાના નામેા અને સાથે સાથે કેટલીક કૃતિઓના તે તે કૃતિગત ઉલ્લેખ વિચારી શીકા રજૂ કરું છું.
એ ક્રમ ઋષભદેવાદિને લક્ષીને નીચે મુજબ છે. સૌથી પ્રથમ ઋષભદેવની, પછી સ’ભવનાથની, ત્યાર બાદ સુવિધિનાથની, ત્યાર બાદ શાંતિનાથની અને છેવટે મહાવીર સ્તવનની કૃતિએ.
રજૂઆત : પહેલી માણિકય સ્વામીની ( આદિનાથની ) સ્તુતિ છે એમાં ૧૮ પદ્યો છે. તે કુલકરૂપ જણાય છે છતાં તે રીતે તે રજૂ થયાં નથી. બીજી પણ કેટલીક કૃતિઓને અંગે આ ક્ષતિ છે, જેટલાં પક્ષોને પરસ્પર જે સંબંધ હોય તે એકસામટાં આપવાં જોઈએ. એ પદ્ઘો ભેગાં હોય તેા તે યુગ્મ, ત્રણ હાર તા વિશેષક, ચાર હોય તે કલામક અને એથી વધારે હેાય તા કુલક કહેવાય છે. ૨૧ કૃતિમાં નીચે મુજબના ક્રમાંકવાળી કૃતિઓ કુલક રૂપ છે. યુગ્માદિ અંગે એક સંસ્કૃત પદ્ય છે તે હું અત્રે આપું છેં.
द्वाभ्या युग्ममिति प्रोक्त त्रिभिः श्लोकविशेषकम् कलापकं चतुभि स्यात् तदूर्धा कुलक स्मृतम् ॥
વિષય: એકવીશ કૃતિઓ પૈકી પહેલી આદિનાથ પ્રભુ (ઋષભદેવ ) અંગેની છે. સંભવનાથને લગતી એ કૃતિઓ છે : બીજી અને એગણીસમી. સુવિધિનાથ પરત્વે એક જ
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
consoons [૧૩૯]
ત્રીજી કૃતિ છે. શાંતિનાથને ઉદ્દેશીને ચાથી અને પાંચમી એમ બે કૃતિઓ છે. પાર્શ્વનાથને લગતી ૧૩ મી અને ૨૧ મી કૃતિઓ છે જ્યારે અન્યાન્ય નામે નિર્દે શાયેલા પાર્શ્વનાથ અગેની ૧૧ કૃતિએ નીચે મુજબ છે :
નામ
કૃતિ ક્રમાંક
દ
૧૨
૭,૮,૧૨
૯
२०
૧૪
૧૧
૧૭
૧૮
શ્રી મહાવીર સ્વામી માટે એક ( ૧૬ મી) અને શ્રી · સત્યપુરીય ’મહાવીર સ્વામી અંગે એક ( ૧૫ મી ) કૃતિ છે.
શ્રી અતરિક્ષ પાર્શ્વનાથ
શ્રી કલિકુંડ પાર્શ્વનાથ શ્રી ગોડી (ગૌડિક) પાર્શ્વનાથ
શ્રી દાદા પાર્શ્વનાથ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
શ્રી મહુર પાર્શ્વનાથ
શ્રી રાવણ પાર્શ્વનાથ
શ્રી લેાડણ પાર્શ્વનાથ
શ્રી સેરીસ પાર્શ્વનાથ
*
આ ચાલુ ‘હુડા ’અવસર્પિણી કાળમાં ‘ જમ્મૂ ' દ્વીપમાંના ‘ ભરત ’ક્ષેત્રમાં આપણા દેશમાં ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી એમ ૨૪ તીર્થંકરા થયા છે. એ બધા ૠષભાદિ અંગે કૃતિએ નથી. ફક્ત છ જ તીર્થંકર અંગે છે.
પરિમાણુ ૐ પ્રસ્તુત ૨૧ કૃતિએ પૈકી ૨૧ મી કૃતિ સૌથી માટી છે. એમાં ૧૫૦ પદ્યો છે. સૌથી નાની કૃતિ ત્રીજી છે, એમાં છ જ પદ્યો છે.
છંદોનું વૈવિધ્ય : શ્રી કલ્યાણસાગરસૂરિજીએ વિવિધ છંદો ઉપર અને તેમાં પણ કેટલાક તે અલ્પ પરિચિત છંદો ઉપર પણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. ૨૧ કૃતિઓમાં જે જે છંદો વપરાયા છે તેનાં નામે આ પ્રમાણે છે : ઉપેન્દ્રવજા,અનુષ્ટુભ, આર્યાં, ઇન્દ્રવજા, કેકિરવ, ગીતિ, ચમ્પકમાલા, તોટક, શ્રુતવિલંબિત, દોધક, નગસ્વરૂપિણી, નારાય, પંચચામર, ભુજંગપ્રયાત, મણિમધ્ય, મંદાક્રાંતા, માણુવક, માલિની, સ્થાદ્ધતા, વસંતતિલકા, વથસ્થ, વિદ્યુન્પાલા, શાદુલવિક્રીડિત, શાલિની, શિખરિણી, સ્રગ્ધરા, હિરણી અને હંસી.
અલકાર : પ્રસ્તુત કૃતિઓમાં રૂપક અલકાર પ્રાધાન્ય ભાગવે છે. તદુપરાંત ઉત્પ્રેક્ષા, ઉપમા, શ્લેષ વગેરે. યમક અલકાર અંગે મેસ...પાદિત કરેલ ચતુવિ‘શતિ જિનાનઢા
C
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
[૧૪]habhbhhhhhhhhhh!
& fasfaca casa ass sadaasa .. aa
સીતિ 'ના · ગ ' પરિશિષ્ટમાંના જિનપદ્મ રચેલા પાર્શ્વનાથ સ્તવનના સ્પષ્ટીકરણ' ( ( પૃ. ૨૨૬-૨૨૮ )માં માહિતી આપી છે.
‘સુવિધિનાથ સ્તવન ’ અને ‘સેરીશ પાર્શ્વનાથ સ્તવન’ના સાતમા પદ્યમાં ‘કલ્યાણુસૂરિ’ પ્રયેગ સ્તત્રકારે કર્યાં છે. કર્તાએ બાકીની લગભગ એક પણ કૃતિમાં પોતાને ‘સૂરિ' કહ્યા નથી. એ હિસાબે તેા લગભગ બધી જ કૃતિએ વિ. સં. ૧૬૪૨ થી ગાળામાં રચાયેલી ગણાય. ‘સૂરિ’પદ્મના નિર્દેશવાળી કૃતિ વિ. સં. ૧૭૧૮ ના ગાળાની ગણાય.
રચના સ્થળ : ૨૧ કૃતિએ પૈકી ઘણીખરીનું રચનાસ્થળ જણાવાયું નથી. તેમ છતાં યાત્રાર્થે કલ્યાણસાગરસૂરિ વિવિધ સ્થળોએ ગયા છે અને ત્યાં અમુક અમુક કૃતિ રચ્યાના સંભવ હોઈ કાઈ વિશે આપણે રચનાસ્થળ કામચલાઉ સૂચવી શકીએ. જેમ કે દાદા પાર્શ્વનાથ સ્તવન વડેદરામાં થયુ હાવાના સંભવ છે.
ઇષ્ટ વસ્તુનું ગુણેાત્કીર્તન ઈશ્વરવાદી તેમ જ અનીશ્વરવાદીએએ પણ કર્યુ છે. આવે ગુણાત્કીનના વ્યાપક અર્થ અહીં પ્રસ્તુત નથી. ઈશ્વરના ગુણાનું અનુમાદન એ અ સંગત છે. આ સંબંધમાં ‘ ભક્તામર, કલ્યાણમંદિર અને નમિઊણુ સ્તંત્રત્રયમ્’ની મારી પ્રસ્તાવનાનો હુ. ઉલ્લેખ કરુ છુ. એમાં સ્તુતિ-સ્તોત્રની વ્યાપકતા, સ્તોત્રસાહિત્ય અને તેના વિષય, તેનુ ગૌરવ અને શ્વેતાંબરીય સ્તત્ર સાહિત્યના વિશદ પરિચય છે. ત્યાં શતાબ્દી દીઠ મે સાહિત્યને સ્થાન આપ્યું છે.
વિ. સં. ૧૬૪૯ ના ૧૬૪૯ થી વિ. સ.
કતૃત્વ : કર્તાએ કઈ કઈ કૃતિમાં પોતાને ‘ સૂરિ ’ કહ્યા છે.
પરિચય : ભક્તિ-સાહિત્ય એટલે ઇષ્ટ પરમાત્માનુ શુષ્ણેાકીન. જૈન દર્શોન પ્રમાણે પરમાત્માના બે પ્રકાર છે : (૧) અશરીરી મુક્તાત્માએ જેએ લેાકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલાથી થોડેક ઊંચે નિરજન અને નિરાકાર રૂપે રહેલા છે અને જેમની સંખ્યા અનંતની છે. (૨) દેહધારી ધર્મતીના સ્થાપક અને તે જ ભવે મેક્ષે જનાર ભૂતકાલીન અગણિત તીર્થંકર, વર્તમાનકાલીન ૨૦ તીર્થંકરો જે કેવળ મહાવિદેહમાં અને તે પણ તેના ૩૨ વિજયે પૈકી આઠ વિજયેામાં જ આજે વિચરે છે, તેમ જ હવે પછી થનારા અનંત તી કરો, તીથંકર બનશે ત્યારે અતિ પરમાત્મા ગણાશે.
પ્રસ્તુતમાં જે તીર્થંકરા આપણા દેશમાંથી ચાલુ ‘ હુડા ’ અવસ`ણીમાં મેક્ષે ગયા છે, તે પૈકી સંભવનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથ તે તે જ સ્વરૂપે તેમની સ્તુતિ કરાઈ છે. તેમ જ બાકીના તીર્થંકરાનાં ગુણગાન તેમની પ્રતિમાઓને લક્ષીને કરાયાં છે. સંભવનાથ અને શાંતિનાથને અંગે એકેક કૃતિ છે જયારે પાર્શ્વનાથને અંગે ત્રણ કૃતિએ
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________
હતessesbee obsessessess becocoobsubcase-.bestobooseb.bobob.bbcbooks[૧૪].
છે. અને તેમની વિવિધ સ્થળોની પ્રતિમાઓના ઉલ્લેખવાળી અનુક્રમે ૧ અને ૧૧ કૃતિઓ છે. બાષભદેવની પ્રતિમાને ઉદ્દેશીને અનુક્રમે ૧ છે.
ગુણકીર્તન ઉપરાંત કોઈ કોઈ બાબત કેટલીક કૃતિઓમાં રજૂ કરાઈ છે. એને જ મુખ્યત્વે મેં આ પરિચયમાં સ્થાન આપ્યું છે. ગુણોત્કીર્તન રૂપે સ્તુતિઓ, તેત્રે અને
સ્તવને તે કલ્યાણસાગરસૂરિ પૂર્વે પણ પુષ્કળ પ્રમાણમાં રચાયાં છે. તેમ છતાં એ સૂરિની રચનાઓમાં પણ ત્રણ બાબતે આગળ પડતી જણાય છે : (૧) સંસ્કૃત શબ્દોનો ભંડાર (કઈ કઈ અનેકાર્થ શબ્દ પણ નજરે પડે છે, જેમ કે, કલ્યાણ અને સારંગ), (૨) રૂપકેની રેલમછેલ અને (૩) નાનકડું ગીત. (૧–૧) માણિયસ્વામીસ્તુતિ :
આ અઢાર પદ્યના કુલકરૂપ (ઋષભદેવ) માણિજ્ય સ્વામીની અને દક્ષિણ દેશના કુલપાકના નાથ ઋષભદેવની સ્તુતિ નિમ્નલિખિત અઢાર ભિન્ન ભિન્ન છંદમાં કરાઈ છે ?
આ છેદો તે સધ્ધરા, કુતવિલંબિત, હરિણી, પંચચામર, ભુજંગપ્રયાત અથવા ભુજંગી, માલિની, નારાચ, આર્યા, ગીતિ, નગસ્વરૂપિણી, માણવક, ત્રાટક, મણિમધ્ય, ચંપકમાલા, હંસી, શાલિની, કેકિરવ, અને ઈદ્રવજા છે. આ પૈકી કેટલાક દોને ભાગ્યે જ અન્યત્ર ઉપયોગ થયેલું જણાય છે.
[ કુલપાક તીર્થ: તેલંગ દેશમાંના માણિકય સ્વામીની ચમત્કારિક મનાતી પ્રતિમા દક્ષિણ હૈદરાબાદથી ઈશાન દિશામાં છે અને તે ૪૫ માઈલને અંતરે આવેલી નગરી છે. હાલ તે એ મૂર્તિ નાના સરખા ગામડામાં જિનાલયમાં છે. તેમાં એ પ્રતિમા ૧૮ હાથ ઊંચી છે. એ મરકતમણિ (નીલમણિ )ની બનાવેલી છે. એ અર્ધપદ્માસન મુદ્રામાં છે. એ પ્રતિમાના બંને કંધે ઉપર શ્યામવર્ણના કેશની પંક્તિ છે. એનું જિનાલયમાં સ્થાપન કર્ણાટકના રાજા શંકરરાવે કર્યું હતું. સ્થાપન કરી તેના પૂજાના ખરચ માટે બાર ગામો આપ્યાં હતાં. એ પ્રતિમાના અભિષેક જળથી કલ્યાણીમાં મરકી શાંત થયાનું કહેવાય છે.
કુલપાક તીર્થનું વર્ણન જિનપ્રભસૂરિએ વિવિધ તીર્થકલ્પમાં કર્યું છે. એનું હિંદી ભાષાંતર યતિ બાલચંદે કરેલું. એ સંવત ૧૯૭૨ માં છપાયું છે. તેને ગુજરાતીમાં સારાંશ “કુલપાક તીર્થ માહાત્મ્ય” નામની પુરિતકામાં છે.]
પ્રથમ પદ્યમાં “સ્વામી વિશેષ્ય છે, એ પદ્યથી માંડીને છેવટ સુધીના ૧૮ મા પદ્ય સુધી વિવિધ વિશેષણે લગભગ સમાસરૂપ અપાયાં છે અને ૧૮ મા પદ્યમાં મૂયાત્ ક્રિયાપદ છે. એથી માળિયપૂર્વ.....વામી સંઘના મૂ સા ચા– એમ અન્વય કરવાને છે. પ્રસ્તુત સ્તુતિમાં ઋષભદેવનાં માતાપિતાનાં નામે, મરુદેવા અને નાભિ, એમના શાસનદેવ- દેવીનાં નામે, ગોમુખ અને ચક્રેશ્વરી, એમની પ્રતિમાનું સ્થાન કુલપાક, એમનું લાંછન
ની શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ
)
Page #6
--------------------------------------------------------------------------
________________
I
lost himansode
hindiesed Medicinesensitions
of forevendorsease
વૃષભ, શરીર લક્ષણોથી અંકિત, નેત્રો વિશાળ તેમ જ સ્વર સારંગ (પક્ષી) જે એમ ઋષભદેવ વિશે માહિતી આ ગુણત્કીર્તનરૂપ સ્તુતિમાંથી મળે છે. (૩૨) સૂર્યપુરી સંભવનાથ તેત્ર :
આ તેત્રમાં ૧૧ પદ્યો છે. પહેલાં નવ પદ્યો કુલકરૂપ છે. આ નવ પદ્યો વસંતતિલકા છંદમાં છે. ૧૦ મું પદ્ય ઇંદ્રવજી છંદમાં છે અને ૧૧ મું પદ્ય શાર્દૂલવિક્રીડિત
છેદમાં છે.
પહેલાં નવ પદ્યોનાં ચારે ચરણના અંતમાં ચતુથી વિભક્તિનાં રૂપ છે. પ્રથમ પદ્યમાં સંભવનાથના મુખને ચંદ્ર જેવું અને એમનાં નેત્રને કમળ જેવાં નિર્મળ હોવાનું કહ્યું છે. તેમ જ એમના દેહની પ્રભાની પ્રશંસા કરાઈ છે.
દ્વિતીય પદ્યમાં એમને સેનાની કુક્ષિમાં મૌક્તિક સમાન વર્ણવાયા છે. તૃતીય પદ્યમાં સંભવનાથને સૂર્ય બંદરના એટલે સુરતના મરમ અલંકાર કહ્યા છે. પાંચમા પદ્યમાં એમના શરીરને વર્ણ અષ્ટાપદ (યાને સુવર્ણ) જે સૂચવ્યું છે. સાતમા પદ્યમાં એમનું લાંછન ઘડો હોવાનો ઉલ્લેખ છે.
કર્તાએ છઠ્ઠા પદ્યમાં “કલ્યાણસાગર” એવા શબ્દ દ્વારા પિતાનું નામ સૂચવ્યું છે. દશમા પદ્યમાં “કલ્યાણ શબ્દ છે, તે એમના નામને દ્યોતક છે.
સુરત (સંસ્કૃત સૂર્ય પુર) આ દક્ષિણ તરફ ગુજરાતનું મહત્વનું સુવિખ્યાત શહેર છે. એને અંગે વિસ્તૃત માહિતી “સુરત સોનાની મૂરત માં અપાઈ છે. સંભવનાથની પ્રસ્તુત પ્રતિમા સુરતના ગેપીપરાના જિનાલયમાં છે. એમાં મારા બાપદાદાના નાણાવટમાંના મકાન
માંના ગૃહચૈત્યની નમિનાથ વગેરેની ધાતુની પ્રતિમાઓ મારે ન છૂટકે પધરાવવી પડી છે. - યશવિજયગણિએ “સુરતમંડન મહાવીરસ્તવન” રચ્યું છે અને એ “સજન
સન્મિત્ર યાને એકાદશ મહાનિધિ'માં (પૃ. ૪૨૭)માં પ્રસિદ્ધ કરાયું છે. તેમ જ અન્યત્ર પણ પ્રસિદ્ધ કરાયું છે. ( ૨ – ૧૬ ) સંભવનાથાષ્ટક :
આ કૃતિમાં એના નામ પ્રમાણે આઠ જ પડ્યો નથી પરંતુ નવ છે. પાંચમા પદ્ય સિવાયનાં પડ્યો ઈ દ્રવજા છંદમાં રચાયાં છે. પાંચમાં પદ્યમાં દ્વિતીય ચરણમાં બાર અક્ષર છે. પહેલાં આઠ પદ્યો પૈકી પ્રત્યેકનું અંતિમ ચરણ આ પ્રમાણે છે : રેત ભવનાથમીરે !
ચતુર્થ પદ્યમાં આઠ પ્રાતિહાર્યોને બાંધે ભારે ઉલ્લેખ છે. એ આઠે પ્રાતિહાર્યો પ્રત્યેક તીર્થકર અને એમના પ્રત્યેના ઉત્કટ પૂજ્યભાવને લઈને દેવે રચે છે. એ એમના પૂજા
3) મ ઝ આર્ય કલ્યાણગૌતમસ્મૃતિ ગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________
વિસ્તરતી $
Abbsbvadibh [૧૪] તિશયનું પ્રદર્શન છે. પ્રસ્તુત અષ્ટકમાં સ‘ભવનાથના વંશનું નામ ‘ ઈદ્વાકુ ’ અને એમની માતાનું નામ ‘સેના’ રજૂ કરાયાં છે. ત્રીજા પદ્યમાં એમનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે અને સાતમા પદ્યમાં એમના દાંત ‘કન્દ પુષ્પ જેવા છે અને નેત્રે! કમળનાં સમાન છે એવા ઉલ્લેખા છે. જ્યારે પ્રથમ પદ્યમાં એમના દેહને વણુ ચમકતા સુવર્ણ જેવા કહ્યો છે અને એમના લાંછન તરીકે ઘેાડાના નિર્દેશ છે.
•
આ અષ્ટક વિવિધ રૂપકાથી અલંકૃત છે. તેમાં દુઃખ રૂપ સમુદ્ર પ્રત્યે પીતસમુદ્ર અને અગસ્ત્યનું રૂપક નોંધપાત્ર છે; કેમ કે અગસ્ત્ય ઋષિએ સમુદ્રનું પાન કર્યાની વાત અર્જુન મતાનુસાર છે. આ રૂપક કલ્યાણસાગરસૂરિએ અન્ય કૃતિઓમાં પણ વાપર્યું છે. તે કવિ સમયને આભારી ગણાય.
(૪-૩) સિત્તેરતપુરીય સુવિધિનાથ સ્તવન :
આ સ્તવનની કૃતિ બધી કૃતિઓમાં સૌથી નાની છે. એમાં છ પદ્યો છે. એ પૈકી પહેલાં પાંચ ધ્રુવિલખિત છંદમાં છે. જ્યારે અંતિમ છઠ્ઠું પદ્ય અનુષ્ટુમાં છે.
આ કૃતિ સિતેતરપુરના સુવિધિનાથને લગતી છે. એનાં શરૂઆતના પાંચ પદ્યાનુ પ્રત્યેક ચરણ ‘સુવિધિનાથ જિન’ છે. એના શ્લાક ૩ માં સુવિધિનાથને રજત (ચાંદી) જેવા કાંતિવાળા અને મગર રૂપ લાંછનવાળા વર્ણવ્યા છે. છઠ્ઠા પદ્યમાં સુવિધિનાથને નવમા જિન તીર્થંકર કહ્યા છે. અંતિમ પદ્યમાં કર્તાએ પેાતાના ‘કલ્યાણસૂરિ’ તરીકે ઉલ્લેખ કર્યા છે. આમ આ જ કૃતિમાં સૂરિ પદવીના કર્તાએ નિર્દેશ કર્યો છે. એ હિસાબે આ કૃતિ વિ. સં. ૧૬૪૯ થી વિ. સં. ૧૭૧૮ ના ગાળામાં રચાયેલી ગણાય. સિતેતરપુર કયુ તે સ્પષ્ટ જાણવામાં આવ્યું નથી.
(૫-૪) શાંતિનાથ સ્ત્રોત્ર :
આ સ્તોત્રમાં ૧૩ પડ્યા છે. તેમાં પહેલાં બાર કુલક રૂપ છે. એ બારે દ્રુવિલ ખિત છંદમાં છે, જ્યારે તેરમું પદ્ય માલિની છંદમાં છે.
પ્રથમ પદ્યમાં શાંતિનાથનાં નેત્ર કમળ જેવાં કહ્યાં છે. તૃતીય પદ્યમાં એમનાં ચરણે વિવિધ લક્ષણાથી યુક્ત છે અને એમની ગતિ ચંચળ અને મદોન્મત્ત હાથી જેવી છે એમ કથન છે. છઠ્ઠા પદ્યમાં એવા ઉલ્લેખા છે કે એમના દાંત કુસુમ જેવા છે અને પેાતાના બાહુબળથી એમણે રાષ્ટ્ર સાધેલ છે, શત્રુને જીત્યા છે તથા રાજાઓને નમાવ્યા છે. આઠમા પદ્યમાં એમના વર્ણ સુવર્ણ જેવા અને એમનાં ચરણુ હરણના ચિહ્નથી અક્તિ છે એ
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
DRE
Page #8
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪]>bh bachchhhhhhhhh બે ખાખત દર્શાવાઈ છે. નવમા પદ્યમાં એમના ધાર્મિક જ્ઞાનની પ્રશ'સા કરાઈ છે. દેશમા પદ્યમાં એમને કામદેવને જીતવામાં શંકરના સમાન અને એમનું મુખ ચંદ્ર કરતાં ચઢિયાતું છે એવા નિર્દેશ છે; અગિયારમાં પદ્યમાં તેએ કેવળજ્ઞાનીઓના સમૂહના સ્વામી છે એ વાત જણાવાઈ છે. ખારમા પદ્યમાં એમનું રૂપ અનુપમ છે એ વિગત અપાઈ છે. સાથે સાથે કર્તાએ પેાતાના નામનું ‘કુશળસાગર ’ રૂપે સૂચન કર્યું` છે કેમ કે કલ્યાણના અ કુશળ છે. તેરમા પદ્યમાં આ સ્તોત્રોનું નિત્ય પઠન કરનાર સપત્તિ પામે છે એમ કહ્યું છે.
'
• એ પણ
સાતમા પદ્યમાં ‘સિન્ધુર ' શબ્દ હાથી અને સિહ એમ બે અર્થાંમાં વપરાયા છે. એવી રીતે આઠમા પદ્યમાં સુવર્ણ શબ્દ ચેાજયા છે. આ શબ્દ ‘ કુશળસાગર શબ્દવૈવિધ્યના દ્યોતક છે. કર્તાએ આ સ્તવનને અતિમ પદ્યમાં સ્તોત્ર કહ્યું હાવાથી અમે પણ તેને સ્તાત્ર કહ્યું છે.
( ૬-૫) શ્રી શાંતિનાથ સ્તવન :
આ કૃતિમાં ૧૯ પદ્યો છે. ૧૮ મા પદ્યમાં એના સ્તોત્ર તરીકે અને ૧૯ માં સ્તવન તરીકે નિર્દેશ કરાયા છે. પહેલાં ત્રણ પદ્યો દ્વારા વિશેષક બનેલ છે, પદ્ય ચાર અને પાંચ મળીને યુગ્ય થાય છે. સાતમા પદ્યના સંબંધ કોની સાથે છે તે વિચારવુ' બાકી છે. પદ્ય આઠ અને નવ યુગ્મરૂપે છે.
આ સ્તવનમાં નિમ્નલિખિત ૧૯ છંદોનાં અનુક્રમે દર્શીન થાય છેઃ ધરા, તોટક, ભુજગપ્રયાત, હરિણી, ઇન્દ્રયશા, શાલિની, ધૃતવિલ`ખિત, ઇન્દ્રવજ્રા, રથાદ્ધતા, ઉપેન્દ્રવજ્રા, માલિની, શિખરિણી, વિદ્યુન્માલા, વસંતતિલકા, દોધક, નારાચ, વંશસ્થ, મંદાક્રાન્તા અને શા લવિક્રીડિત.
આમ, પ્રત્યેક શ્લોક ભિન્ન ભિન્ન છંદમાં છે. આ સ્તવનની એ વિશિષ્ટતા ગણાય. પદ્ય એકમાં શાંતિ ' નામ છે. એ તીથંકરના દેહના વણું ઉત્તમ સુવર્ણ જેવા છે. એમની આકૃતિ મનેાહર છે અને એમણે મારિ ( મરકી )નું નિવારણ કર્યું' છે, એમ ત્રણ ખાખતા દર્શાવાઈ છે.
ચતુર્થ પદ્યમાં એમનુ' મુખ કમળ જેવું છે અને એમની ચાલ ગજેંદ્ર જેવી છે એમ એ વિગતે રજૂ કરાઇ છે
પાંચમા પદ્યમાં એમના દેહ, છત્ર વગેરે લક્ષણેાથી લક્ષિત કહ્યો છે. પદ્ય ૮ માં શાંતિનાથના હાથમાં ચક્રનુ` ચિહ્ન છે એમ કહ્યું છે. પદ્ય ૧૧ માં એ ખાખતા જણાવાઇ છે (૧) શાંતિનાથે હરણને શરણ આપ્યુ. અને (૨) તેએ વિશ્વસેનના પુત્ર છે. પદ્ય ૧૫ માં
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #9
--------------------------------------------------------------------------
________________
esens e esseedsMessesse vessessessessfects sessessodessessoriosofesse desig[૧૪]
એ નિદેશ છે કે, શાંતિનાથનું વદન શરદ ઋતુના શુદ્ધ ચંદ્ર જેવું છે અને એમનું ચિત્ત શંખના જેવું નિર્મળ છે. વિશેષમાં તેઓ દુર્ગતિના સાગર માટે અગત્ય જેવા છે અર્થાત્ દુર્ગતિને સાગર તેઓ પી ગયા છે, એમણે એનો નાશ કર્યો છે. પદ્ય એકમાં ત્રિભુવનને નગર કહ્યું છે. તૃતીય પદ્યમાં “કલિ” યુગને ઉલેખ છે, છઠ્ઠા પદ્યમાં બ્રહ્મ લેકનિકોને નિર્દેશ છે, નવમામાં “દ્વાપર'થી શું સમજવું ? એ પ્રશ્ન ઉદ્ભવે છે. પદ્ય ૧૬ માં શાંતિનાથને અચિરાના પુત્ર કહ્યા છે. પદ્ય ૧૮ માં કર્તાએ પિતાનું નામ “કલ્યાણ” અને પદ્ય ૧૯ માં કલ્યાણોદધિ” અર્થાત્ “કલ્યાણસાગર” દર્શાવેલ છે. (૭ – ૧૩) પાર્વજિન સ્તવન :
આ સ્તવનમાં દશ પડ્યો છે એ કુલકરૂપ છે. પદ્યો ૧ થી ૯ તેટક છંદમાં છે. ૧૦ માં અંતિમ પદ્યને છંદ કે તે પ્રકાશિતમાં જણાવ્યું નથી. (એ છંદ માત્રામેળ છંદ હરિગીત હોય તેમ લાગે છે.)
આ કૃતિમાં દ્વિતીય પદ્યમાં પાર્વનાથના બન્ને હાથ શુભ લક્ષણથી લક્ષિત, એમની ગતિ ગજરાજના જેવી અને એમના દાંતને તેજ વડે તેજસ્વી અને સુંદર વદનવાળા એમ નિદેશ છે. પાંચમા પદ્યમાં એમની સુંદર આકૃતિથી દેવાદિ મેહિત થયાને ઉલ્લેખ છે. છઠ્ઠી પદ્યમાં એમને અવાજ મેઘની ગર્જના કરતાં વિશેષ હોવાનું કથન છે. આઠમા પદ્યમાં એમને દેહ ઈન્દ્રમણિની પ્રભાવાળો કહ્યો છે. વિશેષમાં એ જ પદ્યમાં ધરણેન્દ્ર દ્વારા સેવિત અને દશમામાં પદ્માવતી દેવી દ્વારા સારી રીતે સ્તુતિ કરાયેલા વર્ણવેલા છે. આઠમા પદ્યમાં શાંત રસને નવમા રસ તરીકે નિર્દેશ છે.
કર્તાએ દ્વિતીય અને દશમા પદ્યમાં “શુભસાગર” શબ્દ દ્વારા પોતાનું નામ સૂચવ્યું છે.
દેવી પદ્માવતીને વર્ણ સુવર્ણ જેવું છે. વાહન કુર્કટ જાતિને સર્પ છે. એને ચાર હાથ છે. એના જમણા બે હાથમાં કમળ અને પાશ છે, તે ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે.
કેઈએ ૩૨ પાઈય (પ્રાકૃત) પદ્યમાં ‘વઈરુટ્ટા થુત્ત’ (વૈરાગટયા તોત્ર) રચ્યું છે. તેના દ્વિતીય પદ્યમાં ધરણ નાગૅદ્રને પદ્માવતી’ અને ‘
વૈયા એમ બે પત્ની હોવાનું કહ્યું છે. આર્ય નન્ટિલે ૩૦ ગાથામાં વઈરુટ્ટા–થવણું કહ્યું છે. (“જિનરત્નકોશ વિ. ૧, પૃ. ૩૪૦માં વજોન્ડી સ્તવન કહ્યું છે. વોડી અશુદ્ધ જણાય છે. આ સ્તોત્ર “સજજન સન્મિત્ર'માં પૃ. ૧૫૧ પર છે.)
એમ શ્રી આર્ય કહ્યાગૌતમસ્મૃતિગ્રંથ,
ઈE
Page #10
--------------------------------------------------------------------------
________________
Y
deste destustest sestostestoskesedla stasto dostosodo skestosta sto ste slashesteste testosteslestestes de so ste se stesbadestaca este de a desados de
todos
(૮-૬) સેરપુરીય અંતરિક્ષ પાર્શ્વનાથ સ્તવન :
આ કૃતિમાં નવ પદ્યો છે. એનાં પહેલાં આઠ પદ્ય ઈન્દ્રવજ છંદમાં છે, તે નવમું અંતિમ પદ્ય સ્ત્રગ્ધરામાં છે. આઠે પદ્યાનું ચતુર્થ ચરણ 9 અને વંચિતમનેafણે છે. અને શબ્દ શેરપુરા તંત્ છે.
આ કૃતિ “અંતરિક્ષમાં રહેલા” અને એથી “અંતરિક્ષ પાર્શ્વનાથ” તરીકે ઓળખાતી કૃતિ છે. (જુઓ પદ્ય ૧-૮) એ પ્રભુ સેરપુરના ભૂષણરૂપ છે. (જુઓ પદ્ય ૯)
આ કૃતિ દ્વારા પાર્શ્વનાથ વિશે નિમ્નલિખિત બાબતે જાણવા મળે છે? (૧) તેઓ વામાના પુત્ર છે. (પદ્ય ૪) (૨) એમને શાસનદેવ, “પાર્વ” નામનો યક્ષ છે. (પદ્ય ૫) (૩) પદ્માવતી દેવી એમની ચરણ સેવનારી દેવી છે. (પદ્ય ૭) (૪) એમને દેહ ઉત્તમ નીલરત્નની કાંતિવાળો છે. (પદ્ય ૩) આ સ્તવનના કર્તાએ પિતાનું નામ અંતિમ પદ્યમાં “કલ્યાણ” દ્વારા સૂચવ્યું છે. સેરપુર તે શિરપુર છે?
અંતરિક્ષ પાર્શ્વનાથનાં બે સ્તવને યશોવિજય ગણિકૃત અને હંસવિજયજીએ વિ. સં. ૧૫દમાં રચેલ સં. રા. એ. મ. (૫. ૪૨૧ અને ૪૧૭–૧૮, માં અનુક્રમે છપાયેલાં છે. (૯-૧૦) કલિકુંડ પાર્શ્વનાથ સ્તોત્ર :
આ કૃતિને પ્રકાશિત પુસ્તકમાં “કલિકુંડ પાર્વાષ્ટક” કહી છે, પરંતુ કર્તાએ એને અષ્ટક કહ્યું નથી. વિશેષમાં એને તેત્ર કહ્યું છે. એથી આ કૃતિનું ઉપર મુજબ નામ મેં રાખ્યું છે. એમાં નવ પદ્યો છે. એ પૈકી ૧-૮ ઉપેંદ્રવજ છંદમાં છે, નહિ કે પ્રકાશિત પુસ્તકમાં દર્શાવ્યા મુજબ ઉપજાતિમાં. નવમું અંતિમ પદ્ય ઈન્દ્રવજ છંદમાં છે.
પહેલાં આઠે પદ્યાનું ચતુર્થ ચરણ સમાન છે. નવમા પદ્યમાં કર્તાથી પિતાનો “કલ્યાણ એવા સંક્ષિપ્ત નામથી ઉલ્લેખ કર્યો છે. આઠમા પદ્યમાં કર્તાએ “શુભસિન્ધથી પિતાનું નામ સૂચવ્યું છે. પ્રથમ પદ્યમાં કમઠે કરેલા ઉપસર્ગો સહન કરવા માટે પાર્શ્વનાથનો ઉલ્લેખ ધીરજની ભીંત તરીકે કરે છે. દ્વિતીય પદ્યમાં એમની આકૃતિની પ્રશંસા કરાઈ છે. પાંચમા પદ્યમાં એમના દેહને વર્ણ સુંદર લેવાનું કહ્યું છે. છડું પદ્યમાં એમને દેહ શુભ લક્ષણેથી વિભૂષિત જણાવાયું છે. સાતમા પદ્યમાં પાર્શ્વનાથના પૂજક તરીકે ધરણ ઇંદ્ર અને પાચક્ષને ઉલ્લેખ છે. કામદેવ માટે “વિષયાયુધ” પ્રયોગ કરી છે. તૃતીય
ઉDF માં શ્રી આર્ય કથાગતHસ્મૃતિગ્રંથ
Page #11
--------------------------------------------------------------------------
________________
of dogwoodnochhhsodevbhooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo.[૧૪]
પદ્યમાં પાર્શ્વનાથને સિદ્ધિના–મુક્તિના વિલાસયંત્ર તરીકે નવાજ્યા છે. (પાર્વયક્ષ, ધરદ્ર અને પાવતી દેવીના પરિચય માટે જુઓ ટિપ્પણ ૧૪) - કલિકુંડ પાર્શ્વનાથની પ્રતિમા ક્યાં છે તે આ કૃતિમાં કહ્યું નથી. સુરતમાં ચાંલ્લા ગલીમાં તેમ જ પાટણના ઢંઢેરાવાડામાં આ નામની પ્રતિમા છે. એ બેમાંથી જ એક અત્રે અભિપ્રેત હશે કે કેમ એ સ્પષ્ટ થતું નથી.
આ તેત્રને કલિકુંડ શબ્દ અજ્ઞાતકક અને અંતમાં મંત્રવાળા “કલિકુંડ પાશ્વનાથ યન્ટ”નું સ્મરણ કરાવે છે. (“સજન સન્મિત્ર ૫. ૧૪૩) વળી ચાર પાઈય પદ્યમાં રચાયેલું કલિકુડ મંત્રાધિરાજ સ્તોત્ર પણ છે. (૧૦ – ૮) ગોહિક પાશ્વ સ્તવન :
આ સ્તવનમાં ૧૧ પદ્યો છે, પહેલાં ૮ પદ્યોનો છેદ શાર્દૂલવિક્રીડિત છે. નવમું પદ્ય અનુટુભૂ છંદમાં છે અને દશમું સ્ત્રગ્ધરા છંદમાં છે. પદ્ય ૧-૮ પૈકી પ્રત્યેક પદ્યના અંતમાં ચતુર્થ ચરણ પાક યુવાä મને આવે છે. પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથને વામન પુત્ર, મરુદેશને ઉત્તમ વિભૂષણ (મારવાડના શણગાર), “ઈક્વાકુ વંશમાં જન્મેલા અને ઉત્તમ પાન્ધવાળા કહ્યા છે. તૃતીય પદ્યમાં એમની વાણીને અમૃત વડે દેવાદિ રંજિત થાય છે એવો નિર્દેશ છે. ચતુર્થ પદ્યમાં એમને નાગનું લાંછન હોવાનું અને સાતમામાં અનન્ત ચતુષ્ટયના ધારક કહ્યા છે. પદ્ય નવ, દશ અને અગિયારમાં નિર્દોષ સાધેલા ભિન્નમાળ દેશના પુષ્પમાળ નામના અન્તર પ્રદેશમાં “ગૌડિક” ગામ આવેલું છે એમ જણાવાયું છે.
કર્તાએ દશમા પદ્યમાં પોતાને ઉલેખ “કલ્યાણસાગરસૂરિ' તરીકે કરેલો છે. એ હિસાબે આ સ્તવન વિ. સં. ૧૬૪૯ થી વિ. સં. ૧૭૧૮ના ગાળામાં રચાયેલું ગણાય. આવું બીજુ સ્તવન તે “સિતેતરપુરીય સુવિધિનાથ સ્તવન છે.
- દ્વિતીય પદ્યમાં કલિયુગનો ઉલ્લેખ છે. પાંચમા પદ્યમાં પાર્શ્વપ્રભુને પીતવારિધિ અર્થાત્ જેણે સમુદ્રનું પાન કર્યું છે એવા અર્થાત અગત્સ્ય ઋષિ કહ્યા છે. પદ્યાવતીના છંદો તેમ જ ગેડી પાર્શ્વનાથના છંદો તેમ જ તેને લગતી કેટલીક વિગતે મેં સંપાદિત કરેલ “છંદસંદેહમાં છે, એમાંનાં દશ સ્તવને “સજજન સન્મિત્ર'માં છે. (૧૧ – ૮) ગોડિક પાર્શ્વસ્તવન (ઑવ) :
આ કૃતિમાં ૧૧ પદ્યો છે. એ પૈકી દસમામાં એને તેત્ર કહ્યું છે, તે ૧૧મામાં સ્તવન. આમ હોઈ મેં શીર્ષકમાં બન્નેને ઉલેખ કર્યો છે. દ્વિતીય પદ્યમાં ગૌડિક નામના
માં શ્રી આર્ય કરયાણા પૌતમસ્મૃતિ ગ્રંથ
છે
Page #12
--------------------------------------------------------------------------
________________
T28
latest dosadestede slobodadadadadadadado dodadade sosedaste sta se stalade de dadesteste stededososododododedestedesteste de dos destestostestaloste:
પાર્શ્વ એમ કહ્યું છે એટલે મેં શીર્ષકમાં આ શબ્દનો ઉપયોગ કર્યો છે. પ્રકાશિત પુસ્તકમાં ગૌડિક ને બદલે “ગોડી છે તે કેવી રીતે સમુચિત ગણાય? અર્થની દષ્ટિએ તે ગૌડિક અને ગેડી અને એક જ છે અને ગેડી શબ્દ પ્રચલિત છે. પ્રસ્તુત કૃતિ વિવિધ છંદોમાં રચાઈ છે. એના ૧૧ પદ્યોના છંદ અનુક્રમે નીચે મુજબ છે :
માલિની, સ્ત્રગ્ધરા, પંચચામર, વસંતતિલકા, કતવિલમ્બિત, હરિણી, શાર્દૂલવિક્રીડિત, તેટક, ભુજંગપ્રયાત અને શિખરિણી. આ ઉપરથી જોઈ શકાશે કે વિવિધ છંદોની સંખ્યા ૧૦ની છે, કેમ કે પદ્ય ૭ અને ૧૦ બન્ને એક જ શાર્દૂલવિક્રીડિત છંદમાં છે.
પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથજીને ચંદ્ર કહ્યા છે. એમની દૃષ્ટિ વિકસિત કમળ જેવી છે અને એમને સર્પનું લાંછન છે એ બને અને નિર્દેશ છે. દ્વિતીય પદ્યમાં એમનું નેત્ર સુંદર-ઉત્તમ છે, એમણે વિવિધ દેશમાં અતિશય (આકર્ષક ગુણે) પ્રાપ્ત કર્યા છે. એમની મૂર્તિ સુંદર છે. એમને દેહ નીલરત્ન કરતાં સુંદરતામાં ચઢિયાત છે. એમનું લાવણ્ય દિવ્ય છે અને એઓ “પાર્થ” નામના યક્ષથી પૂજિત છે એમ વિવિધ વિગતે રજૂ કરાઈ છે. વિશેષમાં એમને મેહરૂપી સમુદ્ર માટે કુ ભવ અર્થાત્ અગત્ય કહ્યા છે. તૃતીય પદ્યમાં એમને છત્ર અને ચામરના ધારક વર્ણવ્યા છે. ચતુર્થ પદ્યમાં બે બાબતેને નિર્દેશ છે: (૧) એમણે વાર્ષિક (સાંવત્સરિક) દાન દીધા પછી સાધુવ્રત સ્વીકાર્યું છે. (૨) એઓ વામાના પુત્ર છે. પાંચમા પદ્યમાં કહ્યું છેતેઓ શૌર્યમાં મેરુ પર્વતથી અધિક છે અને તેઓ દશ ગણધરને મંડળના મુગટ છે. છઠ્ઠા પદ્યમાં એમના નામના પ્રભા વર્ણવાયા છે. નવમા પદ્યમાં એમના અંગે જ્ઞાનના સાગર, જગન્નાથ, નેતા, કૃપા કરવા વડે લેકના બાંધવ અને વિભુ એમ વિવિધ સંબોધન વપરાયાં છે.
દશમા પદ્યમાં કર્તાએ પિતાનો “કલ્યાણાર્ણવસૂરિ' તરીકે અર્થાત્ “કલ્યાણસાગરસૂરિ તરીકે નિર્દેશ કર્યો છે. આ સૂરિ તરીકેનો ઉલ્લેખ આ પૂર્વની બે કૃતિઓમાં પણ છે. (૧૨-૧૨) ગેડીપુરીય પાર્શ્વગીત :
આ શીર્ષક મેં યેર્યું છે. પ્રકાશિત પુસ્તકમાં તે એ ડીપુરીય પાન્ધ–જિનસ્તવન છે. એમાં નેન યતે ઉલ્લેખ છે, એટલે આ ગીત છે. રાગનું નામ કે દેશીને અત્રે નિર્દેશ નથી. તે કઈ સહૃદયી સાક્ષર સૂચવશે તે હું તેની સાભાર નોંધ લઈશ.
આ કૃતિમાં ૧૭ પડ્યો છે. પહેલાં સેળ પડ્યો કુલકરૂપ છે. પ્રથમ પદ્યમાં “ગડીપુરના પ્રભુ પાશ્વ' એ ઉલ્લેખ છે, એટલે આ કૃતિ ત્યાં અને તે પણ ત્યાંની પ્રતિમાને જોઈને રચાઈ હશે. કાલા) શ્રી આર્ય કલ્યાણ વિમવિ.
Page #13
--------------------------------------------------------------------------
________________
debasessed
o[[૪૯]
દ્વિતીય પદ્યમાં પાર્શ્વનાથનુરૂપ અનુપમ હોવાનુ` કથન છે. ચતુર્થાં પદ્યમાં રુચિર લક્ષણાથી એમને દેહ અલંકૃત હોવાનુ, પાંચમા પદ્યમાં તી કરોત્રકમ વડે ઉપાર્જિત ગેત્રવાળા હેાવાનું, અગિયારમામાં કુળના રક્ષક હોવાનું, ખારમામાં એમને વર્ણ‘ઇન્દ્રનીલ મણિ ’જેવા અને વાણી અમૃત સમાન હેાવાનુ કથન છે. સેાળમામાં પ્રભુ અનંત ચતુષ્ટયવાળા હોવાનુ કહ્યું છે. સત્તરમા પદ્યમાં ‘શુભસાગર’ દ્વારા કર્તાએ પેાતાનું ‘કલ્યાણસાગર નામ સૂચવ્યું છે.
પદ્ય ૧-૧૬ પૈકી પ્રત્યેક પદ્યના ત્રણ ત્રણ અંશે કરાયા છે અને દરેકના અંત અનુપ્રાસથી અલ'કૃત છે. છઠ્ઠા પદ્યમાં કલ્યાણના બે અર્થ અને નવમા પદ્યમાં શૂ(સુ)રના અવાળા શબ્દ છે. દશમા પદ્યમાં ત્રણ અર્થાંમાં ‘ વિશ્વ’શબ્દ ચેાજાયા છે. એવી રીતે બારમા પદ્યમાં ‘ સુવણું 'ને! એ અમાં અને પંદરમા પદ્યમાં ‘ સારંગ ’ના ત્રણ અર્થાંમાં પ્રયેાગ કરાયા છે. આમ આ ગીતમાં અનેકાક શબ્દો વપરાયા છે.
(૧૩- ૨૦) ચિ’તામણિ પાર્શ્વનાથ સંસ્તવન :
આ ૧૧ પદ્યોની કૃતિમાં પાર્શ્વનાથના ‘ચિન્તામણિ' પાધ્ધનાથ તરીકે પદ્ય ૩, ૫, ૮, ૧૦ એમ વિવિધ પદ્યોમાં ઉલ્લેખ છે.
પદ્ય ૧-૧૦ શાલિવિક્રીડિત છંદમાં છે, અને ૧૧મુ અંતિમ પદ્ય માલિની છંદમાં છે. પ્રથમ પદ્યમાં તીર્થંકરના દેહને અંગે ૧૧ પ્રશ્નો રજૂ કરાયા છે. જેમ કે, શુ એ કપૂરમય છે ? શું એ અમૃતના રસમય છે? ચન્દ્રનાં કિરણેામય છે? વગેરે. દ્વિતીય પદ્યમાં એમના યશને હંસ કહી એ યશ કેવા છે તે ખાખત સાત કૃદન્ત દ્વારા રજૂ કરાઈ છે. તૃતીય પદ્યમાં ‘ળિ’અન્તવાળા સાત શબ્દો યેાજાયા છે. આ ત્રણે પદ્યો કાવ્યરસિકાને આનંદજનક થઈ પડે તેવાં છે. પાંચમા પદ્યમાં ‘કલિ' કાળના ઉલ્લેખ છે, તે નવમામાં શાનિીના અને વેતાલને, દશમામાં કલ્પવૃક્ષ, કુમ્ભ અને ચિન્તામણિ રત્નને. પદ્યો ૭-૮ યુગ્મરૂપ છે. એ દ્વારા આ મન્ત્ર દર્શાવાયેા છે. ૐ તો શ્રી " નયિન...
6
આ મંત્ર આપવાની વિશેષતા સમગ્ર સંસ્કૃત ભક્તિસાહિત્યમાં જોવા મળે છે. આ મંત્રનું ધ્યાન કેવી રીતે ધરવુ તે બાબત આઠમા પદ્યમાં જણાવતાં કહ્યુ છે કે · ચિન્તામણિ પાર્શ્વનાથ ’નું ચેગીએ હૃદયકમળમાં સ્થાપીને, લલાટ, ડાખી ભુજા, નાભિ, અન્ને હાથ, જમણી ભુજા અને અષ્ટકમળમાં એમ સાત સ્થળે ધ્યાન ધરે છે. ૧૧મા પદ્યમાં પાર્શ્વનાથની પડખે પાર્શ્વયક્ષ હાવાનુ' કહ્યું છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #14
--------------------------------------------------------------------------
________________
[૧૫]bedceboosbestostesse.des obsessesses.sastessesbiogsposs set boobs posses. Adopcornsta
આ સંસ્તવમાં કર્તાએ પિતાનું નામ પ્રત્યક્ષ કે પરોક્ષ એ બે રીતમાંથી એક પણ રીતે દર્શાવ્યું નથી, તે પછી આને પ્રસ્તુત કર્તા “કલ્યાણસાગર” છે કે નહિ તે સુએ સૂચવવા મારી તેમને સાદર વિજ્ઞપ્તિ છે.
ઉપાધ્યાય ભેજસાગરે (બોધસાગર ?) જે ચિંતામણિ પાર્શ્વનાથની ટીકા રચી છે તે તૈત્ર શું પ્રસ્તુત કૃતિ છે? ન્યાયાચાર્ય યશોવિજ્યજી ગણિએ “ચિંતામણિ” પાર્શ્વ નાથનું સ્તવન રહ્યું છે એ “સજજન સન્મિત્ર'માં (પ.૪૨ ) તેમ જ અન્યત્ર પ્રકાશિત કરાયું છે. સુરતના શાહપુરમાં ચિંતામણિ પાશ્વનાથનું જિનાલય છે તે એની કોતરણી વગેરે માટે સુવિખ્યાત છે. (૧૪-૯) વટપદ્રીય દાદા પાર્શ્વનાથ સ્તવન (સંતવ) :
આ સ્તોત્ર “દાદા” પાર્શ્વનાથને લક્ષીને રચાયું છે એમ એનાં નવે પદ્યો જોતાં જણાય છે. વિશેષમાં નવમા પદ્ય ઉપરથી એ જાણવા મળે છે કે એમની આ પ્રતિમા વટપદ્રના (વડોદરાના) જિનાલયની છે. આ કૃતિમાં પાર્શ્વનાથને અંગે ત્રણ બાબતે રજૂ કરાઈ છે ? (૧) એમને દેહ નીલરત્ન કરતાં વધારે કાન્તિવાળે છે. (પદ્ય ૧ ). (૨) એમનું ચિહ્ન અથવા લાંછન નાગ છે. (પદ્ય ૭) (૩) એમની માતાનું નામ વામાં છે. (પદ્ય ૯).
આ કૃતિનાં પહેલાં આઠે પદ્યોમાં ચતુર્થ ચરણ સમાન છે. એ ચરણ છેઃ હાનિ શ્રીવરપાનાથનું આ કૃતિનાં પદ્ય ૧-૮ ઇન્દ્રવજ છંદમાં છે, જ્યારે નવમું પદ્ય વંશસ્થ છંદમાં છે. આમાંનાં કેટલાં યે વિશેષણે ગમે તે તીર્થકર અંગે ઘટે તેમ છે, જે કે એની શબ્દરચના વિશિષ્ટ છે. આઠમાં પદ્યમાં અજ્ઞાન અને મિથ્યાત્વને અંધકાર કહી એ દૂર કરનાર તરીકે પાર્શ્વનાથ સૂર્ય સમાન છે એ નિર્દેશ છે. આ કૃતિમાં બહુ રૂપકો નથી.
| નામોલ્લેખ : આ કૃતિમાં કર્તાએ પોતાનું સંપૂર્ણ નામ આપ્યું નથી. પરંતુ નવમા અંતિમ પદ્યમાં બે વાર ‘કલ્યાણ’ શબ્દ વાપર્યો છે, તેથી એ સૂચિત થાય છે.
યશવિજય ગણિએ હિન્દીમાં દાદા પાર્શ્વનાથ સ્તવન પાંચ કડીમાં રચ્યું છે. આ જિનાલય ક્યાં આવ્યું તેને નિર્દેશ એ કાવ્યમાં નથી. એ સ્થળ નરસિંહજીની પિળમાં આવેલું છે. (૧૫ – ૧૪) “અહુર” પાર્શ્વનાથ સ્તવન (સંસ્તવ) :
આ કૃતિમાં દશ પદ્યો છે, તેમ છતાં પ્રકાશિત પુસ્તકમાં એનો અષ્ટક તરીકે નિર્દેશ છે. આ કૃતિનાં પહેલાં આઠ પદ્યોને છંદ વિશે એમાં કશું કહ્યું નથી. નવમું પદ્ય હરિણી છંદમાં છે અને દશમું અંતિમ પદ્ય કુતવિલમ્બિત છંદમાં છે.
ર) ની શ્રી આર્ય કાયાણા ગામસ્મૃતિગ્રંથ વિસ
Page #15
--------------------------------------------------------------------------
________________
....socb.b4-vocessons....stolestest--be
.
cકdesh.bbcocostcodes
[૧૫૧]
આ સ્તવનનાં આદિમ આઠે પદ્યોના ચતુર્થ ચરણ સમાન છે. એનો અર્થ “મહુર પાર્શ્વનાથ જિનને તમે ભો” છે. મગત વાલ્વનિન મદુરાઈમધમ્ એ આ ચરણ છે. દ્વિતીય પદ્યમાં કૌશિક નેત્રવાળા ચંડકૌશિક અને ધરણ ઇંદ્રને ઉલ્લેખ છે. એ બન્ને ઉપર પાશ્વ નાથને સમભાવ હતે એમ કહ્યું છે. તૃતીય પદ્યમાં એમને કરે સૂર્ય કરતાં વધારે તેજસ્વી અને ચંદ્ર કરતાંયે વધારે નિર્મળ મુખવાળા વર્ણવ્યા છે. પાંચમા પદ્યમાં કમઠે કરેલી વૃષ્ટિના ઉપદ્રવને અને છઠ્ઠા પદ્યમાં ધૂળના ઉપદ્રવને ઉલ્લેખ છે. નવમા પદ્યમાં શિદધિ” એટલે કલ્યાણસાગર એવે પ્રવેગ કરી કર્તાએ પિતાનું નામ જણાવ્યું છે.
મદુર ઃ આ સ્થળ કયું છે તે વિશે પ્રકાશિત પુસ્તકમાં કશી માહિતી અપાઈ નથી. જગચિંતામણિ ચૈત્યવંદનના તૃતીય પદ્યમાં “મહુરિ” પાસ છે. આને મથુરામાં બિરાજતા પાર્શ્વનાથ એ અર્થ બાલાવબેધમાં કરાયો છે. આથી મહુડ એટલે મથુરાજી સમજવાનું ફલિત થાય છે.
મથુરા ઉત્તર હિંદમાં આવેલું જૈનોનું પ્રાચીન તીર્થસ્થાન છે. પંચતીથી તરીકે જગવંદનમાં શત્રુંજય, ગિરનાર, સત્યપુર, ભરૂચ અને મથુરાને ઉલ્લેખ છે, તેમાં મથુરાનું નામ છે.
એક સમયે મથુરામાં દિવ્ય મહાતૃપ તેમ જ સુપાર્શ્વનાથનાં અને પાર્શ્વનાથનાં મંદિર હતાં. જખ્ખસ્વામી, પ્રભવસ્વામી વગેરે પર૭ મહાનુભાવોએ એકીસાથે દીક્ષા લીધી. તેમના સ્મરણાર્થે પર૭ સ્તુપ બનાવાયા હતા. એ સત્તરમા શતક સુધી તે હતા, એમ હીરસૌભાગ્ય' (૧૮ સર્ગ, લેક ર૪૯-ર૫૦) જતાં જણાય છે. એ કાળે કલ્પદ્રુમ પાર્શ્વ નાથના તીર્થ તરીકે ઓળખાતા, મથુરાના કંકાલીટીલા તરીકે ઓળખાવાતા વિભાગમાં પુષ્કળ જિનાલય હતાં. (કઈ કઈ પંચતીથીમાં સત્યપુરને બદલે મોઢેરાને ઉલલેખ છે. વળી આ મથુરાના અવશેષોમાંથી કેટલીક પ્રતિમાઓ મથુરાના અને લખનૌનાં સંગ્રહ
સ્થાનમાં છે.) (૧૬ – ૧૧) અલવરીય રાવણ પાશ્વ સ્તવન :
આ કૃતિમાં નવ પદ્યો છે, છતાં પ્રકાશિત પુસ્તકમાં એને અષ્ટક કહેલ છે. આના પદ્ય ૧ તેમ જ ૩-૪ ઇંદ્રવજા છંદમાં છે, જ્યારે દ્વિતીય પદ્યમાં ઉપજાતિ છંદ વપરાયે છે. એના અંતિમ પદ્યના ઇદને નિર્દેશ પ્રકાશિત પુસ્તકમાં નથી. કદાચ ઇંદ્રવજા માની લઈ તેમ કરાયું હશે. અંતિમ પદ્ય “માલિની” છંદમાં છે.
એ ગ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રાંથી કઈE
Page #16
--------------------------------------------------------------------------
________________
[૧૫]ashibhaibahesh thathshalas
baro
Hast cash aaswat
આ અલવર નગરના રાવણ પાર્શ્વનાથને અંગેની કૃતિ છે. એમાં પહેલાં આઠે પદ્યોનું ચતુર્થ ચરણ સમાન છે. ક્ષેત્રે રા રાવળા માથમ્। (રાવણ પાર્શ્વનાથની હું સદા સેવા કરુ છુ.)
પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથને પાર્શ્વયક્ષથી સેવિત, નાગાધિરાજ ધરણેન્દ્રથી પ્રણમિત અને પદ્માવતીથી સ્તુતિ કરાયેલ કહેલ છે. ખીજામાં એમની વાણીને મેઘની ગર્જના કરતાં ચડિયાતી અને નવમામાં અમૃત જેવી વણવાઈ છે. ચતુર્થાં પદ્યમાં એમના વિવિધ અતિશયે હાવાના અને છઠ્ઠા પદ્યમાં એમને મુગટ અને પાછãા ભાગ (પૃષ્ઠ) ભામંડળથી વિભૂષિત હાવાનું કહ્યું છે. તૃતીય પદ્યમાં એમને વામાના પુત્ર તરીકે સંબેાધ્યા છે, અંતિમ પદ્યમાં એમની રાવણ પાર્શ્વનાથ તરીકેની પ્રતિમાને અલવરપુરના રત્ન તરીકે નિર્દેશી છે. આ અલવરપુર રાજસ્થાનમાં જયપુરની પાસે આવેલુ છે. નવમાના બીજા ચરણમાં જીમસનુત્ર દ્વારા કર્તાએ પેાતાનું નામ ગૂઢ રીતે સૂચવ્યું છે.
(૧૭ – ૧૭) લોડણ પાર્શ્વનાથ સ્તવન :
આ સ્તવનમાં ૧૩ પદ્યો છે. પહેલાં ૧૨ પદ્યો અનુષ્ટુભૂ છંદમાં છે, તે ૧૩મુ શાલવિક્રીડિતમાં છે. પહેલાં ખાર પઘો મળીને કુલક થાય છે. પરંતુ પ્રકાશિત પુસ્તકમાં તે પ્રમાણે પદ્યો છપાવાયાં નથી.
પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથને બુદ્ધિમાં બૃહસ્પતિ કરતાં ચઢિયાતા, પાંચમા પદ્યમાં સર્વાંત્તમ ગોત્રવાળા, સાતમા પદ્યમાં રસનાના અમૃત વડે સેવિત, નવમામાં પાર્શ્વયક્ષથી સેવિત, દશમામાં ભરયુવાની વડે શે।ભતા, અગિયારમામાં મેઘની જેમ ગભીર વાણીવાળા, ખારમામાં તેજના ભડાર અને તેરમામાં આદરણીય વાણીવાળા કહ્યા છે. ચતુર્થાં પદ્યમાં ‘ સારગ’ શબ્દ ભિન્ન ભિન્ન અર્થાંમાં વપરાયેલા છે.
કર્તાએ ખારમા પદ્યમાં પેાતાના નામ કલ્યાણસાગરના ઉલ્લેખ કર્યા છે.
આ કૃતિમાં જે ‘ લાડણ ’પાર્શ્વનાથને! ઉલ્લેખ છે, તે જ ડભેોઈના લાડણ પાર્શ્વનાથ છે કે કેમ ? આ નામની પ્રતિમા છે?
(૧૮ – ૧૮) સેરીસ – પાર્શ્વનાથ સ્તેાત્ર :
―
(લાડણ પાર્શ્વનાથ સ્તોત્ર)
"
આ કૃતિમાં નવ પદ્યો છે છતાં પ્રકાશિત પુસ્તકમાં તેને અષ્ટક કહ્યું છે. એનાં પહેલાં આઠે પદ્યોનુ ચતુર્થાં ચરણુ સમાન છે. એ નીચે મુજબ છે. ‘ મેરીશ (5) પાર્શ્વ સુથ
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Page #17
--------------------------------------------------------------------------
________________
be ...vishespia.ssl-sess.s: tes. ............Assessocesses [૧૫૩]
ઢોસાયમ્' આ ચરણને અર્થ એ છે કે “લેડણ” નામવાળા સેરીશ(સા) પાર્શ્વનાથને તમે સ્ત. આ કૃતિનાં પદ્ય ૧-૪ અને ૬-૮ ઇંદ્રવજા છંદમાં છે, જ્યારે પાંચમું પદ્ય ઉપજાતિમાં છે અને નવમું સમ્પરામાં છે.
પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથનો વર્ણ ઉત્તમ પ્રકારનો નીલ કહ્યો છે. તૃતીય પદ્યમાં એમની વાણીને સારંગ (વાજિંત્રીના સમાન અને છઠ્ઠામાં સકળ વિશ્વને આનંદ પમાડનારી કહી છે. વિશેષમાં આ તૃતીય પદ્યમાં એમના ગંભીર નાદને મેઘ જેવો કહ્યો છે અને એમનાં બે નેત્રોને હરણના જેવાં કહ્યાં છે. છઠ્ઠા પમાં પાર્શ્વનાથને નાગપુરના રાજા વડે પૂજાયેલા કહ્યા છે. આઠમા પદ્યમાં એમના દેહને સૂર્ય અને ચંદ્ર કરતાં વધારે તેજસ્વી, આઠ પ્રાતિહાર્યોથી શોભતા ફાર (તેજસ્વી) આકૃતિવાળા વર્ણવ્યા છે. કર્તાએ સાતમાં પદ્યમાં કલ્યાણસૂર્યાદિ દ્વારા કલ્યાણસૂરિ એવું પોતાનું નામ જણાવ્યું છે, અને નવમા પદ્યમાં કલ્યાણ” શબ્દ ને આમ જ કર્યું છે. સેરીસા” કલેલ પાસે આવેલું છે. તૃતીય પદ્યમાં “સારંગ” શબ્દ ત્રણ ભિન્ન અર્થમાં વપરાય છે. આમ આ પદ્યને એક અંશ અનેકાથી છે એ એની વિશિષ્ટતા છે. (૧૯ – ૨૧) પાર્વ સહસ્ત્રનામ સ્તોત્ર :
આ પાર્થ સહસ્ત્રનામ એ શબ્દ આ સ્તંત્રના અંતિમ ભાગમાં વપરાય છે. આમાં સમગ્ર ૧૫૦ પદ્યો છે. તેમના કમાંકે કટકે કટકે નામની વિષયવાર રચના સમજાવવાને અપાયા છે. ૧૫, ૧૧, ૧૧ (વીતરાગતક); ૧૩, ૧૨, ૧૧ (આત્મશતક) ૫૦૦, ૧૨ (૬૦૦), હર્ષશતક (૭૦૦), ૧૧, ૧૩ ( જ્ઞાનશતક ૮૦૦) અને ૧૪ (માહાસ્ય દર્શા– વવા માટે )
છંદ : આ ૧૫૦ પોના સ્તોત્રમાં ૧૪૭ મા પદ્ય સિવાય બધાં પડ્યો “અનુષ્ઠભૂમાં છે, જ્યારે ૧૪૭મું પદ્ય વંશસ્થમાં છે.
નામ : પ્રત્યેક શતકનું નામ અપાયું નથી. કેવળ વિતરાગ, આત્મ, હર્ષ, જ્ઞાન, ઐશ્વર્ય અને કલ્યાણ એ શબ્દો શતકો પૂરતા જ તેના આદ્યપદમાં દર્શાવાયા છે.
વિષય : શરૂઆતમાં ૧૫ પદ્યો પાર્શ્વનાથના ગુણગાન રૂપ છે. પાંચમા પદ્યમાં પાપાત્મા એવા નાગને પ્રભુ પ્રભાવે ફણ પદવી પામેલે કહ્યો છે. આમાંનાં કેટલાંકમાં એમને નમસ્કાર કરી છે. પદ્ય માં પાર્શ્વનાથને શભુ, ૧૧મામાં “શંકર' કહ્યા છે. આઠમા પદ્યમાં કર્તાએ કહ્યું છે કે હું તારા તેત્રથી સેંકડો દોષવાળી મારી જીભને પવિત્ર કરું છું, એ જ આ જંગલમાં જીના જન્મની સફળતા છે. ૧૪મા પદ્યમાં કવિએ
પર ઝીઆર્ય કથાણાગૌતમસ્મૃતિગ્રંથ
છે.'
Page #18
--------------------------------------------------------------------------
________________
[૧૫]
પેાતે ‘જ્ઞાનમુગ્ધ’ હેાવાનુ અને ૧૦૦૮ નામે વડે સ્તવવાનુ` કહ્યુ` છે. એ પ્રતિજ્ઞા સ ́પૂર્ણ - પણે પળાઈ છે. આ નામેા કોઈ પણ તીથ'કર અંગે ઘટી શકે તેવાં લાગે છે. છેલ્લાં ૧૪ પદ્યો પૈકી પદ્ય ૧૧-૧૨મા કર્તાએ પેાતાના ગુરુ ધમૂર્તિસૂરિની સ્તવના કરી છે. ૧૩મા પદ્યમાં પોતે એમના શિષ્ય છે એવે નિર્દેશ છે. સાથે સાથે પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે પાર્શ્વનાથની મનારમ નામાવિલ નામાજિ રચ્યાના ઉલ્લેખ છે. છેલ્લા ૧૪મા પદ્યમાં આ સ્તાત્રને પુણ્યરૂપ જણાવી એને ભણનારને મહાલક્ષ્મી મળશે એવા નિર્દેશ છે. ૧૦૦૮ નામેાને બદલે પ્રસ્તુત સ્તેાત્રમાં ૧૦૦૦ ગણાયેલાં જણાય છે. પણ પ્રારંભના પ્રથમ શ્લોકમાં આઠ નામેા આવે છે તે ગણતરીમાં લેવાયાં નથી. એથી લેખકની ૧૦૦૮ નામેાની પ્રતિજ્ઞા ખરાખર પૂરી થાય છે.
રચના વર્ષ : આ સ્તંત્ર વિ. સ. ૧૯૯૬ કે તે પછી ટૂંક સમયમાં રચાયુ છે કેમ કે વિ. સ'. ૧૬૯૬માં ખેરવાથી શ્યાલગેાત્રના શ્રેષ્ઠી ઈશ્વરે મારવાડના ગેાડી ' પાર્શ્વનાથની યાત્રાર્થે કાઢેલા સ`ઘમાં કલ્યાણસાગરસૂરિએ રચ્યું છે.
રચના સ્થળ ઃ મારવાડના‘ગેડી ' નગરમાં આ સ્તંત્ર રચાયુ છે.
સંતુલના ઃ આ માટે નીચે જણાવેલી કૃતિએ જોવી ઘટે : (૧) સિદ્ધસેન દિવાકરકૃત મનાતું જિનસહસ્રનામ સ્તોત્ર (૨) જિનસહસ્રનામ સ્તોત્ર. આ દેવવિજયગણિએ વિ. સ. ૧૯૫૮માં રચેલુ' છે. એ જ વર્ષોંમાં એમણે આની ટીકા પણ રચી છે. (૩) જિનસહસ્રનામ સ્તંત્રઆ ૧૪૯ પદ્યોની કૃતિ શ્રી વિનયવિજયગણિએ વિ. સં. ૧૭૩૫માં રચી છે. (૪) અંનામસમુચ્ચય : આ કલિકાલસર્વાંત્ત શ્રી હેમચંદ્રસૂરિની રચના છે. મેઘવિજયગણિએ વિ. સં. ૧૭૨૧માં ગુજરાતીમાં પાર્શ્વનાથનામમાલા રચી છે. આશાધરે વિ. સં. ૧૨૮૭માં (૫) જિનસહસ્રનામ સ્તોત્ર અને એની વૃત્તિ રચી છે. બીજી પણ એ ટીકાએ છે આકલકીર્તિએ વિક્રમના પંદરમા શતકમાં ૧૩૮ પોમાં (૬) જિનસહસ્રનામ સ્તંત્ર રચ્યુ છે. (૭) અજ્ઞાતક ક જિંનસહસ્રનામ સ્તંત્ર રચ્યુ છે, એના ઉપર ત્રણ કે પછી ચાર દિગંબર ટીકાઓ રચાઈ છે. એ સ્તાત્રનાં ૧૬૦ પદ્યો છે. જિનસેન પહેલાએ વિ. સ. ૯૦૦માં રચેલા આદિપુરાણમાં જિનસહસ્રનામ છે. આ ખોખત દિગંબર કૃતિએની થઈ.
પાર્શ્વનાથ અષ્ટોત્તરશત : આની એક પ્રત તે પાટણના પેલિયાના સંધ ભંડારમાંના ૪૦ મા દાબડામાંની ૨૯ મી પ્રત છે. તે ઉપરથી સમુચિત સપાદન કરાવી એ સત્વર પ્રસિદ્ધ કરાવવાની આવશ્યકતા જણાય છે.
શ્રી આર્ય કલ્યાણૌત×સ્મૃતિગ્રંથ
Page #19
--------------------------------------------------------------------------
________________
jabi hai...ss [૧૫૫] મત્રગભિ ત પાર્શ્વનાથ સ્તત્ર :
આ ૩૩ સંસ્કૃત પદ્યવાળુ અજ્ઞાતકર્તૃક સ્તાત્ર છે. પહેલાં ૧૫ પદ્યોમાં પાર્શ્વનાથનાં ૧૦૮ નામેા છે.
(૨-૧૭) વીરાષ્ટક :
C
આ કૃતિમાં ૯ પદ્યો છે. છતાં એના કર્તાએ એને અષ્ટક' કહ્યું છે. શું તેના છેલ્લા પદ્યમાં ‘ કલ્યાણસાગરસૂરિ ' કર્તાનું નામ ગભિ ંત છે કે અન્ય રીતે લિપિબદ્ધ કરાયું છે તેની ગણતરી કરાતી નથી ? તેમ હોય તે જ આ અષ્ટક નામ સાર્થક ગણાય. અહી નવે પદ્યો વસ’તતિલકા છંદમાં છે.
પહેલાં આ પદ્યોમાં પ્રત્યેક ચરણના પ્રારંભ તુમ્ન” નમો''થી કરાયેા છે. આમ હાઈ તે માનતુ ગસૂરિષ્કૃત ભક્તામર સ્તોત્રના ૨૬ મા પદ્યનુ સ્મરણ કરાવે છે. નવમા અંતિમ પદ્યમાં કર્તાએ પેાતાનું નામ કલ્યાણસાગરસૂરિ એમ સ્પષ્ટ ઉલ્લેખથી જણાવ્યુ` છે.
ત્યાગી ધ મૂર્તિ સૂરિ પાર્શ્વ સહસ્રનામ સ્તોત્રમાં ઉપાન્ય પદ્યમાં પ્રણેતાએ પોતાને ધર્મ મૂર્તિસૂરિના શિષ્ય કહ્યા છે અને એની પૂર્વનાં બે પદ્યોમાં એ સૂરિ વિશે પ્રશંસાત્મક ઉદ્ગાર કાઢયા છે. આમ હાવાથી હું અહી શ્રી ધ મૂર્તિસૂરિ વિશે કેટલી માહિતી આપું છું. મેં આ બાબત મારી અપ્રકાશિત કૃતિ ‘વિધિપક્ષ ગચ્છીય શ્રમણાના પ્રમુખસંઘની શ્રુતભક્તિ ”પુસ્તકમાં આપી છે. ધમૂર્તિસૂરિ ( વિ. સં. ૧૫૮૫-૧૬૭૧) ની જીવનરેખા નીચે મુજબ છે.
પિતા–શ્રેષ્ઠી મ’ત્રી હુ'સરાજ, જ્ઞાતિ-એસવાળ, ગેાત્ર-નાગડા, માતા-હાંસલદે, જન્મવર્ષોં-વિ. સં. ૧૫૮૫, સ`સારી નામ-ધમ દાસ, દીક્ષાપ્રસંગનુ નામ-ધર્મ દાસ, દીક્ષાવ - વિ. સં. ૧૫૯૯, દીક્ષાગુરુ–ગુણનિધાનસૂરિ, સૂરિપદવીનુ વ–વિ. સં. ૧૬પર, સૂરિપદવીનુ સ્થળ-રાજનગર (અમદાવાદ), પિરવાર—પર સાધુએ અને ૪૦ સાધ્વીએ, અવસાન વ વિ. સ’. ૧૬૭૧. અવસાન સ્થળ–અણહિલપુર પાટણ. સાહિત્યકૃતિઓઃ (૧) ગુણસ્થાનકમારેહની વૃત્તિ (ર) પાડવકની વૃત્તિ (૩) પટ્ટાવલી.
(૨૧-૧૫) સત્યપુરીય વીર સ્તવન :
'
આ સ્તવનમાં ૨૫ પદ્યો છે. ૨૦ મા પદ્યમાં વીરને, મહાવીર સ્વામીને ‘ સત્યપુરી ’ના નિર્મળ ભૂષણરૂપ કહ્યા છે. એ મુજબ મેં શીર્ષકમાં સત્યપુરીય શબ્દ પ્રકાશન થયેલ પુસ્તકને અનુસરીને ચેાજ્યેા છે.
શ્રી આર્ય કલ્યાણ તમસ્મૃતિગ્રંથ
Page #20
--------------------------------------------------------------------------
________________ [24 ]destede se steste deste destesente deste da jedestale della lettelse tilstede testostestite testostestateste desteklemeleste destestestostesestedeste પ્રત્યેક પદ્યમાં અને પ્રત્યેક ચારેય ચરણમાં 1-1 પદ્યમાં વમણિ શબ્દ પ્રારંભમાં યે છે. એ એકવીશ પદ્યો કુતવિલમ્બિત છંદમાં છે. રરમું પદ્ય હરિણી છંદમાં, ર૩મું વંશસ્થમાં, ર૪ મું ભુજગપ્રયાતમાં અને અંતિમ ર૫ મું સ્ત્રગ્ધરા છંદમાં છે. પ્રથમ પદ્યમાં શ્રી મહાવીર સ્વામીના રૂપે વિશ્વને વશ કર્યું છે અર્થાત્ તમે વિશ્વમાં અતિશય રૂપવંતા છે એમ કહ્યું છે. નવમા પદ્યમાં એવું કથન છે કે તમે અદ્દભુત અતિશથી અલંકૃત છે અને સૂરિઓ દ્વારા (આચાર્યો દ્વારા) સેવાયેલા છે, પદ્ય 10 માં તમને કેવળજ્ઞાનીઓએ અને સાધુઓએ પ્રણામ કરેલાં છે, એવો ઉલ્લેખ છે. પદ્ય 11 માં વીરપ્રભુનું નામ મનહર છે એમ કથન છે. પદ્ય ૧૮માં બે બાબતે રજૂ કરાઈ છેઃ (1) તમે બુદ્ધિમાં બૃહસ્પતિથી ચઢિયાતા છે અને (ર) તમારે દેહ સુવર્ણ જે પીળે છે. પદ્ય 15 માં કહ્યું છે કે તમારું વદન ચંદ્ર કરતાં ચઢિયાતું છે અને તમે વૈરીઓના સમુદ્ર માટે અગત્ય કષિ જેવા છે. પદ્ય ર૦ માં શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાની અને કેવળદની તરીકે વર્ણવ્યા છે. પદ્ય 21 માં ત્રિશલાના પુત્ર કહ્યા છે, ર૫ મા પદ્યમાં કર્તાએ “કલ્યાણભધિ” શબ્દ દ્વારા પોતાનું કલ્યાણસાગર નામ દર્શાવ્યું છે. સત્યપુર : આ સ્થળ વિશે પ્રકાશિત પુસ્તકમાં કશી માહિતી અપાઈ નથી. “સત્ય પુર” તે અત્યારે જોધપુર વિભાગના ભિન્નમાળની પાસે આવેલું અને સાચેર તરીકે ઓળખાતું ગામડું છે. એ પ્રાચીન સમયમાં સમૃદ્ધ નગર હતું. એમાં નાહડ પતિએ મહાવીર સ્વામીને ભવ્ય પ્રાસાદ બંધાવ્યું હતું. એ જિનાલયમાં જ જિજગસૂરિએ (વિ. સં. ૧૧૪૦માં) મહાવીર સ્વામીની પ્રતિમા સ્થાપિત કરી હતી. એને બ્રહ્મશાન્તિ યક્ષનું સાંનિધ્ય હોવાથી એ તીર્થને મહિમા ઘણે પ્રસર્યો હતે. એનો પાંચ તીર્થો પૈકી એક તરીકે જગવંદનમાં ઉલ્લેખ કરાયું છે તે એ તીર્થનું માહાસ્ય સૂચવે છે. વિ. સં. 1367 માં અલ્લાઉદ્દીન ખીલજીએ આ તીર્થનો અર્થાત્ જિનાલયનો નાશ કર્યો હતો. ત્યારથી એ તીર્થની જાહોજલાલી ઘટવા માંડી. આજે સવારમાં એક સુંદર જિનાલય છે અને તેમાં મહાવીર સ્વામીની પ્રતિમા છે પણ એ તે પાછળથી પ્રતિષ્ઠિત કરાઈ છે. કારણ કે ઉપJક્ત અલૌકિક પ્રતિમા તે અલ્લાઉદ્દીન ખીલજી દિલ્હી લઈ ગયું હતું અને તેની આશાતના કરી હતી એમ વિવિધ તીર્થકપમાં શ્રી જિનપ્રભસૂરિએ કહ્યું છે. શેભન મુનિના ભાઈ અને મુંજ તથા ભેજના સન્માનિત કવિ ધનપાલે “સત્યપુરમહાવીરઉત્સાહ” નામનું અપભ્રંશ કાવ્ય વિક્રમના 11 મા શતકમાં રચ્યું છે અને એમાં સત્યપુરને મહિમા વર્ણવ્યો છે. (જુઓ. “પ્રબોધ ટીકા ' ભા. 1, પાનાં 354-35) છે એ આર્ય કથાણાગૌતમસ્મૃતિગ્રંથ