________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રારંભમાં લખાયેલી અનેક પ્રતિઓ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કલ્પસૂત્ર આઠમાં અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાએલું છે. આથી કેઈને એમ કહેવાને તે કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય સામે કેઈ કલિપત આપે ઊભા કરવા માટે કે કલ્પિત ઉત્તરે આપવા માટેના સાધન તરીકે આ સૂત્ર રચી કાઢવામાં આવ્યું છે. જો આમ હોત તે સ્વતંત્ર કલ્પસત્રની કે એ કહ૫સૂગભિત દશાથત્રસ્કધસૂત્રની આજે વિક્રમ સંવત ૧૨૪થ્થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિ મળે છે તે આજે મળતી જ ન હોત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિએ ઉપરાંત નિર્યુક્તિ અને શૂણિમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હોત. પ્રસ્તુત પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિયુક્તિ અને ચૂર્ણી, એ કોઈ સ્વતંત્ર વ્યાખ્યા નથી, પરંતુ દશાશ્રુતસ્કંધસૂત્ર ઉપરની નિક્તિ અને સૂણીઓમાંથી પસૂત્ર પુરતો જુદે પાડી લીધલે અંશ જ છે, એ ધ્યાનમાં રહે.
કહપસૂત્રનું પ્રમાણ કલ્પસુવ, કેવડું અને કેવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ વિષે આજે પાશ્ચાત્ય વિદ્વાને અને તેમના મતને માન્ય કરનાર આપણા દેશના વિદ્વાને એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે-કલ્પસૂત્રમાં ચિદ સ્વપ્ન આદિને લગતાં કેટલાંક આલંકારિક વર્ણન વગેરે કલ્પસૂત્રમાં પાછળથી ઉમેરાએલાં છે. સ્થવિરાવલી અને સામાચારીને કેટલેક અંશ પણ પાછળથી ઉમેરાએ હવાને સંભવ છે. આ વિષે મારા અધ્યયનને અંતે મને જે જણાયું છે તે અહીં જણાવવામાં આવે છે –
આજે આપણી સમક્ષ કલ્પસૂત્રની જે પ્રતિઓ છે, તે પિકી ખંભાતના શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારની પ્રતિ વિ. સં. ૧૨૪૭માં લખાએલી હોઈ સૌ કરતાં પ્રાચીન છે, તેમાં ચાદ સ્વપ્નને લગતે વર્ણક ગ્રંથ બીલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સંશેધન માટે જે છ પ્રતિઓનો સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પિકી ૪ અને ૬ એ બે પ્રતિઓમાં સ્વપ્નને લગતે વર્ણકગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સંક્ષિપ્ત છે. જ્યારે બીજી પ્રતિઓમાં વર્તમાનમાં પ્રચલિત સ્વનિ વિષેને વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચૈદસ્વપ્ન વિષે ત્રણ વાચનાન્તરે મારા જેવામાં આવ્યાં છે. શ્રીમાન ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પ નકકાર પણ સંબંધી વર્ણકગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે, સ્વપ્નસંબંધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેઓ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વર્ણકગ્રંથ અંગેના મલિક વિષે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભે થાય છે કે ત્રિશલા ક્ષત્રિયાણી ચિદ સ્વપ્નને જોઈને જાગે છે, એ ચિદ સ્વનેના નામ પછી तर तप ण सा तिलला खत्तियाणी इमे पगारूवे ओराले घोहस महासुमिणे पासिता i સૂત્ર આવે છે, અર્થાત્ “ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર દિ મહાસ્વપ્નને જોઈને જાગી” એ સૂત્રમાં “આ અને આ પ્રકારનાં ઉદાર એ વાક્ય
For Private And Personal Use Only