Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારબલ, તકારબલ આદિ પ્રાકૃતભાષાપ્રયોગો વિષે જે, તે તે પ્રદેશની પ્રાકૃત ભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે તે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત છે; પરંતુ પાછળના જમાનામાં તો પ્રાકૃતભાષા દરેકે દરેક પ્રદેશમાં ખીચડું બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઇને જૈન આગમની માલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમની મલિક ભાષાનું અન્વેષણ કરનારે ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે. સૂત્રાંક આજે આપણી સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિઓ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પૈકી કેાઈમાં પણ સૂત્રોના એકે નથી. માત્ર સેળમાં સત્તરમાં કાની, ખાસ કરી સત્તરમા સૈકાની પતિઓમાં સૂત્રકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સૂવાંક સંખ્યા ઘણીવાર તે મળ વિનાની લેવામાં આવે છે. એટલે મેં જે સૂવા આપ્યા છે તે મારી દષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિમાં થેરાવલીમાં સૂવાંક છે જ નહિ અને સામાચારમાં પણ કેટલીકમાં જ મળે છે, પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રોનું અખંડપણે જળવાયું નથી. જયારે મેં સૂત્રાંકોનું અખંડપણું જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્ર વિભાગ કર્યો છે તેના ચિત્ય-અને ચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનોને સોંપું છું. સંક્ષિપ્ત અને બેવડાપાઠ કપસૂત્રની પ્રાચીન અર્વાચીન પ્રતિઓમાં કેઈમાં કેઈ ઠેકાણે તે કોઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દો કે પાને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરલ્સ તરીકે સેવા ને બદલે જેવા, અનવ રામ ને બદલે ા II Rા કે અલગ છે કેમકે એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખન પરમ્પરા જળવાયેલી હેઈ અપ ઇક અથવા સત્તા અને કે ઠેકાણે અરજ એમ કરેલ છે. જ્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હેય ત્યાં ચારના અંક તરીકે બ કે અક્ષરને પ્રવેશ કરવામાં આવતું. આ જ પ્રમાણે - જ્યાં છ શબ્દ સમજી લેવાના હૈય ત્યાં છ સંખ્યાના સૂચક તરીકે , શ કે , ના અક્ષર વાપરવામાં આવ્યું છે. તાડપત્રીય પ્રતિઓમાં એક બાજુ આ અક્ષરાંકે દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષકેનું જ્ઞાન નથી હોતું તે આવા અક્ષરકેને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અર્થસંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષરાંકને નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરકેનું જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથમાં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિઓનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે. જેની માઠી અસર આપણે પૂજ્યપાદ આગામેદ્ધારક આચાર્ય ભગવાન શ્રીસાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના અનુગદ્વારચુર્ણિ આદિના સંપાદન અને સંશોધનમાં જોઈ શકીએ છીએ. પૂજ્યપાદશ્રી સમક્ષ આદર્શો અસ્તવ્યસ્ત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુત્તર મેળવવાની આવશ્યકતા નહોતી ગણતા, એટલે ઉપરોક્ત અસરનું પ્રતિબિમ્બ તેમના સંપાદનમાં આવી જ જાય એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તે થઈ સંક્ષિપ્ત પાંડેની વાત, હવે આપણે બેવડાએલા પાઠો વિષે જોઈએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 255