________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવજ્યા વ્રત-તપ-તીર્થમાળા વિધિ
ચૈત્ય, વડલો, આસોપાલવ, આંબા પ્રમુખ સ્થાને આવી ચારેદિશામાં સો (૧૦૦) હાથ વસતિ શુદ્ધ કરાવી, નાણ મંડાવી સવાપાંચ શેર ચોખાના પાંચ સાથીઆ કરાવવા, તેના ઉપર પાંચ શ્રીફળ મૂકવા, ચૌમુખજી પધરાવવા, ચારેબાજુ દિપક અને ધૂપ રાખવો, સવાપાંચ રૂપિયા પ્રભુની પલાઠીમાં મૂકાવી, શ્રીફળ હાથમાં રાખી એકસાટી ઉત્તરાસંગ કરી (અખંડ ખેસ નાખી) નાણની ચારેબાજુ એકેક નવકાર ગણતો તથા ગુરૂને “મથએણ વંદામિ” કહેતો ત્રણ પ્રદક્ષિણા દે, પછી શ્રીફળ મૂકી, ઉત્તરાસંગ અને સચિત્ત પુષ્પમાળાદિ કાઢી નાખે.
ગુરુ અનુક્રમે પોતાના અંગો શિર-મુખ-હૃદય નાભી અને અધોભાગને જમણા હાથની અનામિકા (પૂજા કરવાની આંગળીથી સ્પર્શ કરતાં આરોહના (નીચેથી ઉપર જવાના) ક્રમે લિ-પ-%- સ્વા-હા એ મંત્રાક્ષરોને મનથી ઉચ્ચારે, પછી અવરોહના (ઉપરથી નીચે ઉતરવાના) ક્રમથી એ જ પાંચ સ્થાનોને અનામિકાથી સ્પર્શ કરતા હા-સ્વા-3ૐ-પ-શિ એ મંત્રાલરોને મનથી ઉચ્ચારે, પુનઃ આરોહના પૂર્વની માફક કરે, એમ ત્રણવાર પોતાની આત્મરક્ષા કરીને તે જ પ્રમાણે શિષ્યની પણ આત્મરક્ષા કરે.
હાથમાં ચરવળો-મુહપત્તિ લઇ, કટાસણું જમીન પર પુંજીને પાથરે.
For Private And Personal Use Only