Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ I ડબા - વાની કળા ! દિવાળી પુસ્તિકામાં રડવાની વાતો વિષે લખાય? - ઘણાને આવો પ્રશ્ન થશે. પરંતુ ખરેખર આ લેખ વાંચીને ભાગ્યે જ કોઈ રડશે એની મને ખાતરી છે; કદાચ રડતા હશે તો બંધ થશે કે નહિ તે જુદી વાત ! એક વખત એક જણ ગુજરી ગયા ત્યારે એમના મોસાળમાંથી બધા રોવા-ફૂટવા આવવાના હતા. મોસાળમાં બધા યુવાનો જ હતા એટલે કોઈને રડવાનું આવડતું ન હતું. એટલે એમણે એ ગામના એક મોટી ઉંમરવાળા ભાઈને મળીને રડવા માટે જોડે લઈ આવ્યા અને એ માટે સો રૂપિયા આપવાનું કહ્યું. એ ભાઈએ બધાને એવા જોર-શોરથી રડાવ્યા કે પેલા ભાઈના સગાંવહાલાં પણ ચકિત થઈ ગયાં કે આ લોકોને આટલી બધી લાગણી છે એ અમને ખબર જ નહિ! થોડી વાર પછી બધા રડીને થાક્યાં એટલે પેલા ભાઈની બાજુવાળાએ ધીરે રહીને કહ્યું કે હવે છાના રહો. પેલાએ ધીરે રહીને કહ્યું કે રડવાના સો રૂપિયા આપ્યા છે, છાના રહેવાના નહિ. છાના રહેવા માટે બીજા સો રૂપિયા આપો ! થોડી વાર તો રડવાનું ચાલુ રહ્યું પણ છેવટે પેલાને બીજા સો રૂપિયા આપવાની હા કહી એટલે એ શાંત પડયા અને બીજા પણ. આ વાત ભાઈઓની થઈ. બહેનોમાં પણ આવું જ કંઈક જીવન મંગલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44