Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ ધાબળો નવો હતો. બે દિવસ પહેલાં વિદ્યાસાગર એ ધાબળો મા માટે ખરીદી લાવ્યા હતા. વિદ્યાસાગરની માએ આ વાત કોઈને કહી પણ નહિ. આખી રાત તે રસોડામાં ચૂલા પાસે બેસી રહ્યા અને રાત પસાર કરી. બીજે દિવસે જ્યારે ઘરના માણસોને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ કહ્યું, “આ તમે શું કર્યું?” મા બોલ્યા, “જે કરવા જેવું હતું એ જ મેં કર્યું છે. કોઈ કુમળા બાળકને ઠંડીમાં થરથરતું મારાથી કેમ જોવાય? આવું કુમળા ફૂલ જેવું બાળક ગરમ કપડા વિના કરમાઈ જાય. એવા કુમળા બાળકને કંઈ ઓછું કરમાવા દેવાય?” | માતા | | માતા જેવી કોઈ છાયા નથી, માતા જેવી કોઈ પરબ નથી. - મહાભારત. [T માતાનું ઋણ ચૂકવવા જતાં તો ભગવાનનુંયે દેવાળુ નીકળે! - ઉમાશંકર જોશી ]િ માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે – “મા” અને સહુથી સુંદર સાદ કોઈ હોય, તો તે સાદ છે – “મારી મા.” - ખલિલ જિબ્રાન [G] દુનિયાની સહુથી મોટી પાઠશાળા છે – માની ગોદ. - જેમ્સ રસેલ લોવલ [અવની મશાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44