Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 33
________________ કાર છે દિ ત્યાગમાં વિવેક) એક વખતે શેઠ ત્રિભુવનભાઈ, શ્રી માણેકલાલ, શ્રી જેઠાભાઈ વગેરે જમવા બેઠા હતા. શ્રીમદ્ રાજચંદ્રજી પણ એ લોકો સાથે જમવામાં હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. માણેકલાલભાઈએ તિથિનું કારણ બતાવી શાક લેવાની ના પાડી. રાયતું પીરસતાં તેમાં હિંદલને કારણે ના કહી. પછી કેટલીક પરચૂરણ વસ્તુઓ પીરસવામાં આવી. તેમાંથી કેટલીક લીધી અને કેટલીક ન લીધી. છેવટે દૂધપાક પીરસાવા લાગ્યો. તે માણેકલાલભાઈની થાળીમાં પીરસાતો હતો ત્યાં તો એને અટકાવીને શ્રીમદ્જી બોલ્યા, એમને દૂધપાક પીરસવો રહેવા દો. એમને નાની નાની વસ્તુઓને ત્યાગી પોતાની મહત્તા વધારવી છે, પણ ખરેખરી રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી!” [નિયાની રીત એક દિવસ શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ શાહે શ્રીમદ્ રાજચંદ્રજીની નિંદા થતી ક્યાંક સાંભળી. એટલે સાંજે ફરવા જતાં રસ્તે શ્રીમદ્જીને એ વિશે જાણ કરી. એ સાંભળી શ્રીમદ્જી કહે, “દુનિયા તો સદાય એવી જ છે! જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે કોઈ ઓળખે નહીં, તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓના માર પડે તોય થોડા. અને જ્ઞાની મૂઆ પછી તેના નામના પહાણાને પણ પૂજે!'' જીવન મંગલ T આ જ કામ For Private & Personal Use Only www.jainenbrary.org


Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44