Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 31
________________ સંત તુકારામના ભજનો સાંભળવા માટે એક માણસ રોજ આવે ખરો, પણ તે સંત તુકારામની પ્રશંસા કરવાને બદલે નિંદા જ કરે! તુકારામની નિંદા કરવાની એક તક પણ તે જવા દે નહિ. એક દિવસ તો સંત તુકારામ સાથે ઝઘડવાનો તેને એક મોકો પણ મળી ગયો. વાત એમ હતી કે, તુકારામની ભેંસ ચરતી ચરતી આ માણસના વાડામાં પેસી ગઈ અને વાડામાં પડેલું થોડું ઘાસ ખાઈ ગઈ. પેલો માણસ કૂદી કૂદીને તુકારામને ગાળો ભાંડવા લાગ્યો. છતાં તુકારામ મૌન જ રહ્યા. તેમણે પેલા માણસને સામો એક શબ્દ પણ કહ્યો નહિ. તુકારામનું આવું મૌન જોઈને પેલો માણસ વધુ ઉશ્કેરાયો અને વધુ જોરથી ગાળો ભાંડવા લાગ્યો. છેવટે તે તુકારામ પર એટલો બધો ગુસ્સે ભરાયો કે તુકારામની પીઠમાં બાવળની એક શૂળ જ ભોંકી દીધી! તુકારામે કશું બોલ્યા વિના હળવેથી શૂળ બહાર કાઢી. પણ એમ થતાં તેમની પીઠમાંથી લોહીના રગડા વહેવા લાગ્યા. સાંજ પડી. ભજનકીર્તનનો સમય થયો. સંત તુકારામ ભજન ગાવા બેઠા. એ સમયે ભજન સાંભળવા રોજ આવનારા બધા હાજર હતા, પણ પેલો માણસ હાજર નહોતો. જીવન મંગલ Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44