Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 24
________________ નામ મોક્ષ છે. જે કાર્ય આગ્રહથી નથી થતું તે કાર્ય પ્રેમ અને શાંતિથી થાય છે. આંખ ખૂલે એને ઊડ્યા કહેવાય પરંતુ દષ્ટિ ખૂલે તો જાગ્યા કહેવાય. રોગના ભોગ બનીએ ત્યારે તંદુરસ્તીની કિંમત સમજાય છે. જરૂરિયાતો તો ભિખારીની પૂરી થઈ જાય છે, જ્યારે ઈચ્છાઓ તો કરોડપતિનીયે અધૂરી રહે છે ! બુદ્ધિ તકરાર કરાવે છે જ્યારે હૃદય એકરાર કરાવે છે. પવિત્રતા હશે તો પ્રતિષ્ઠા જળવાશે. આપણું મહત્ત્વ કેટલું? આપણે વિકસાવીએ એટલું. ભવિષ્ય બનતું નથી, પરંતુ ભવિષ્ય બનાવવું પડે છે ! શુદ્ધ અને સરળ હૃદયમાં જ ધર્મનો વાસ હોય છે. બુદ્ધિનો ઉપયોગ બજારમાં, સ્નેહનો ઉપયોગ સંસારમાં અને શ્રદ્ધાનો ઉપયોગ ધર્મમાં કરવો જોઈએ. આપણું હોય તે જાય નહીં, જાય તે આપણું નહીં. યાદ રાખજો – કાવાદાવા અને દગાથી આવેલો પૈસો દગો આપીને જ જશે. સમજણના LENS વગર શાંતિનું BALANCE ન રહે. રાત્રે નિરાંતે ઊંઘાય એવો વ્યવહાર દિવસે રાખવો. પેટ અને પેટીને થોડા ઊણાં રાખો, નહિતર અપચો થશે. L જીવન માલ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44