Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 23
________________ રિત્નકણિકાઓ . પાણી અને વાણી બન્નેને ગાળીને વાપરવા સારા. ક્રોધ પ્રેમનો નાશ કરે છે, અહંકાર મૈત્રીનો નાશ કરે છે અને લોભ તો સર્વનાશ કરે છે. મૃત્યુ નિવારી ન શકાય પરંતુ સુધારી તો જરૂર શકાય. દૂધ ખટાશથી ફાટે છે, જ્યારે માનવી ખુશામતથી ફાટે છે. ચીજ બગડે તો ચાલશે પણ ચિત્ત બગડે તે નહીં ચાલે. આફતોનો પહાડ બરફનો હોય છે, કાળે કરી ઓગળી જશે. હળવાશથી કહેશો તો કોઈ સાથે કડવાશ નહીં થાય. છે - મલાઈ વગરનું દૂધ નકામું તેમ ભલાઈ વગરનું જીવન નકામું છે. કે જ્યાં ‘હું છે ત્યાં વિવાદ છે અને જ્યાં “અમે છીએ ત્યાં સંવાદ છે. અંતે રાખ” અંતરમાં ઘૂંટી રાખ. એક મણ ભાષણ કરતાં એક કણનું આચરણ વધુ ઉપયોગી છે. સુખ એ સ્વપ્ન છે, તો દુ:ખ મહેમાન છે. બંનેની ખાસિયત છે કે કોઈ લાંબો સમય રહેતા નથી. આજનું દુઃખ જો ગઈકાલના પાપની જાહેરાત છે તો આજનું પાપ એ આવતીકાલના દુ:ખનું રિઝર્વેશન છે. શરીરનું સરનામું બદલાઈ જાય એનું નામ જો મોત છે, તો આત્માના સ્વભાવનો ઉઘાડ થઈ જાય એનું જીતના માલડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44