Book Title: Jivanmangal
Author(s): Mitesh H Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 20
________________ મહાભારતના રચયિતા વેદવ્યાસ કહે છે કે હે માનવો, વધુ કહેવાથી શો લાભ ? હું માત્ર એટલું જ સંક્ષેપમાં કહું છું કે ધર્મ એટલે પરોપકાર કરવો અને બીજાને પીડા ન દેવી. કોઈને અન્યાય કરીને કે છેતરીને સુખી ન થઈ શકાય. બધા જ લોકો ખોટું કરે છે પણ તેમને સજા થતી નથી તેમ માનીને આપણે ખોટું કરવા પ્રેરાઈએ છીએ. જસ્ટીસ જે. સી. શાહે કહેલું છે કે, “God's methods are slow...but certain.' અર્થાત્ ઈશ્વરનો ન્યાય ભલે ધીમો રહ્યો, પણ તે ન્યાય કરે જ છે. એટલે ખરાબ કર્મો કરો તો તેનું ફળ વહેલામોડા ભોગવવું જ પડે છે. વેદવ્યાસની આ ટૂંકમાં કહેલી વાત માનવા જેવી છે કે પરોપકાર કરો અને કોઈને પીડા ન આપો. સંકલન : દીપકભાઈ આઈ. પહેલ પણ આવી જે જોઈ દોશ ઠંડીના દિવસોમાં એક દિવસ મહાત્મા ગાંધીજી આશ્રમની ગૌશાળામાં પહોંચ્યા. ત્યાં ગૌશાળામાં ઊભા રહેલા એક ગરીબ છોકરાને જોઈ ગાંધીજીએ પૂછ્યું, “રાત્રે તું શું ઓઢીને સૂઈ જાય છે ?' છોકરાએ તેની ફાટેલી ચાદર ગાંધીજીને બતાવી. બાપુએ તે જ વખતે પોતાની કુટિરમાંથી બે જૂની સાડીઓ, થોડા જૂના પેપરો તથા થોડું રૂ મંગાવ્યું. રૂને પોતાના હાથથી સાફ કર્યું. સાડીઓની ખોળ કરી અને રજાઈ બનાવી. પછી પેલા છોકરાને બોલાવ્યો અને તેને તે રજાઈ આપી. બીજા દિવસે સવારે બાપુ જ્યારે ગૌશાળામાં પહોંચ્યા, તો પેલો છોકરો દોડતો-દોડતો આવ્યો અને કહેવા લાગ્યો, “બાપુ કાલે રાત્રે મને ખૂબ સરસ ઊંઘ આવી.” બાપુના ચહેરા ઉપર હાસ્ય ખીલવા લાગ્યું. તેઓ બોલ્યા, “ત્યારે તો હું પણ આવી જ રજાઈ ઓઢીશ !' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44