Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot

View full book text
Previous | Next

Page 6
________________ મગીગત વીસમી સદીના વિશ્વની વિરલ વિભૂતિ સમા આ દુષમકાળના સમીપવર્તી સમયજ્ઞ, તત્ત્વજ્ઞ અને આત્મજ્ઞ એવા ભારતવર્ષના આધ્યાત્મિક જ્યોતિર્ધર “શ્રીમદ્ રાજચંદ્ર”ની પરમ સમાધિને આજ રોજ એકસો વર્ષ પૂરા થાય છે. એ પરમ પુરુષના પરમ ઉપકારને અનુલક્ષીને તે પુણ્યશ્લોક દિવ્યાત્માના ગુણગામ તેમજ ભક્તિ હેતુ “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ - રાજકોટ” પ્રેરિત અન્ય સંલગ્ન સંસ્થાઓના સહભાગ અને સહયોગથી “શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી મહોત્સવ સમિતિની રચના કરવામાં આવેલ છે. ગુજરાતના ગૌરવરૂપ મહાત્મા ગાંધીજીના ગુરુતુલ્ય આ મહત્ પુરુષની સમાધિ શતાબ્દીની ઉજવણીને રાજ્યકક્ષાના મહોત્સવ તરીકે ઉજવવા માટે ગુજરાત સરકાર પણ સમયોચિત નિર્ણય લઈ તેમાં સહભાગી થયેલ છે. ગુજરાતની અધ્યાત્મપ્રિય, સુસંસ્કારી અને સુશિક્ષિત પ્રજા વ્યાપક સ્તરે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને બોધથી સુપરિચિત બને તે હેતુથી શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ અનુયાયી અને ભક્ત તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, તારદેવ - મુંબઈના પ્રેરણાદાતા સમાદરણીય ડૉ. રાકેશભાઈ ડી. ઝવેરી લિખિત ચરિત્રગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર જીવન અને કવન” પરમ સમાધિ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજ રોજ સમાધિ શતાબ્દી દિને પ્રકાશિત કરવામાં આવે છે. પરમોપકારી પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની પરમ સમાધિ શતાબ્દીના પાવન પ્રસંગે તેમના સ્ફટિક સમા પારદર્શી અને પવિત્ર “જીવન” અને નિરંતર અખંડપણે વહેતી આત્મપ્રતીતિના પડઘા સમું “કવન” ગ્રંથરૂપે પ્રકાશિત કરી એ પુણ્યશ્લોક મહતુપુરુષના અમાપ ઉપકાર પ્રત્યે અર્થ અર્પણ કરવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 314