Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 21
________________ મનુષ્યને લઈ જાય છે ત્યારે માતા, પિતા, બાંધવ વગેરે કોઈ પણ તેને બચાવી શકતું નથી કારણ કે “કત્તારમેવ અનુજાઈ કમ્મ” એટલે કે કર્મોના ફળ તેની પાછળ લાગ્યા જ હોય છે - ઉ. અધ્યયન ૧૩ ગા. ૧૬, ર૩ ૨૮. કામ-ભોગમાં આસક્ત રહેતા આદમીની સ્થિતિ પાણી પીવા જતા હાથી કાદવમાં ખેંચી ગયો હોય ત્યારે કાંઠાને જોવા છતાં ત્યાં જઈ શકતો નથી તેવી હોય છે. આવા સંજોગોમાં કાળ ઉતાવળો થાય છે. રાત્રીઓ જલદી પસાર થાય છે અને પ્રાપ્ત થયેલ કામ-ભોગો પણ નિત્ય રહેતા નથી. આ રીતે નિષ્ફળ નિવડેલ જીવન અકાળ મૃત્યુને પામે છે. - . અધ્યયન ૧૩ ગા. ૩૦, ૩૧ ન ૨૦

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34