Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 31
________________ ૪૫. જીવાત્મા જ્ઞાનથી પદાર્થોને જાણે છે, દર્શનથી તે પર શ્રદ્ધા રાખે છે, ચારિત્રથી આવતા કર્મોનો રોધ કરે છે અને તપથી પૂર્વેના કર્મો ખપાવી શુદ્ધ થાય છે. - ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૫ ૪૬. આ પ્રમાણે સંયમ અને તપથી તમામ પ્રકારના કર્મોને ખપાવી તેમજ સર્વ દુઃખોનો ક્ષય કરી મહર્ષિઓ મોક્ષને (મુક્તિને) પ્રાપ્ત કરે છે. – ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૬ નોધ : સાંપ્રદાયિક દૃષ્ટિએ જે જૈન હોય તેને જ મોક્ષ મળે તેમજ અમુક લીંગની વ્યક્તિ હોય તેને જ મોક્ષ મળે તે પ્રકારની સંકિર્ણતા અનેકાંતવાદી જૈન દર્શનમાં નથી તે માટે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન ૩ ની ગાથા ૧૦, ૫ર થી પ૫ છે તેની નોધ લેવી જરૂરી છે. - ચ. ઉ. મહેતા ૩૦

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34