________________
નિમણુંક કરવી. આવા પ્રાંતિક સેકટરીએ તે તે પ્રાંતની સમિતિ, તે તે પ્રાંતમાંથી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ) ના જે મેમ્બરો ચુંટાયા હોય તે ઉપરાંત યોગ્ય લાગે તે બીજા ઉમેરીને પ્રાંતિક સમિતિ રચવી અને તે સમિતિ દ્વારા કોન્ફરન્સને લગતાં કાર્યો કરવાં તથા ઠરાવ અમલમાં મુકવા પ્રયત્ન કરવા. આવી પ્રાંતિક સમિતિઓ બીજી સ્થાનિક સમિતિઓ તથા તેના મંત્રીઓ નામશે. આવી સ્થાનિક સમિતિના સભ્ય જો તે સ્થાનમાં રહેતા હોય તે તેઓ તેના સભ્ય ગણાશે. (૨) આવી રીતે પ્રાંતિક સમિતિઓ યા સ્થાનિક સમિતિમાં કોઈ પણ કારણે ન રચી શકાય તે જનરલ સેક્રેટરીએ તેવી બંને પ્રકારની સમિતિઓ તથા તેના મંત્રીઓની રચના તથા નિમણુંક કરશે. (૩) આ પ્રાંતિક અને
સ્થાનિક સમિતિએ રજીસ્ટર થયા વિના દર સે સભ્યોએ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકશે અને તે માટે તેને સભા કે મંડળ તરીકે ગણવામાં આવશે. (૪) જે સ્થાને પ્રતિનિધિની ચુંટણી માટે સંધ કોઈ પણ કારણે ન મળ્યો હોય યા ન મળે તેમ હોય ત્યાં આ સમિતિ જાહેર સભા બેલાવી પ્રતિનિધિ નીમી મોકલી શકો. (૫) આવી પ્રાંતિક તથા સ્થાનિક સમિતિએ પિતાના પ્રાંત યા શહેર યા ગામમાંથી સુકૃત ભડાર ફંડ ઉઘરાવશે તથા તેમાંથી ઉઘરાવવાનું ખર્ચ બાદ જતાં બાકીની રકમમાંથી અર્ધ હિસ્સે પોતાના પ્રાંત કે સ્થાનિક સમિતિના ખર્ચ, પ્રચારકાર્ય વગેરે માટે રાખી બાકીની અધી* રકમ હેડ ઓફિસમાં મોકલશે.
૨૫. જૈનોમાં મરણ પ્રમાણ ઘટાડવા લેવા જોઇતા ઉપાયો.
જેનેની શારીરિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમનામાં ફેફસાના અને ચેપી રોગ વધારે પ્રમાણમાં થાય છે અને મરણ પ્રમાણ વધતાં તેની સંખ્યામાં પ્રતિવર્ષ ઘટાડો થાય છે તો તેમની શારીરિક સ્થિતિ સુધરે અને મરણ પ્રમાણ ઘટે તે માટે નીચેના ઉપાયે યોજવા આવશ્યક છે એમ આ કોન્ફરન્સ માને છે. ' (૧) સારી હવા ઉજાસવાળા, સ્વચ્છ અને સુઘડ ત્રણ કે ચાર રૂમવાળા બ્લેકવાળા ગરીબ અને મધ્યમ વર્ગને
પોષાય તેવા સસ્તા ભાડાવાળા મકાનવાળું જૈન કેલોની ' સ્થાપવું. (૨) સ્ત્રીઓમાં સામાન્યપણે મરણ પ્રમાણ ઘણું વધારે છે કારણ કે બાળલગથી નાની ઉમરે માતા થવાય છે.
તેમજ સુવાવડ અજ્ઞાન દાઇઓના હાથે ઘણે ઠેકાણે થાય છે. તે બાળ લગ્ન પ્રતિબંધ લેવો અને
જન સુવાવડખાનું ( Maternity Home Anti-post natal clinic સાથે ) સ્થાપવા ખાસ આવશ્યકતા છે. (૩) નિશાળે જતાં છોકરા છોકરીઓની તંદુરસ્તી તપાસવા અને ઉપાય સુચવવા અને જવા એક મેડીકલ કમીટી સ્થાપવી
(૪) જૈન જનતામાં તંદુરસ્તી આપે તે ખોરાક અને કસરતના લાભ વિષયે બરાબર જ્ઞાન પ્રસરે એ જરૂરનું છે
તેથી તેનું જ્ઞાન આપવા માટે સિનેમા, લેન્ટર્ન લેકચર્સ અને ભાષણે જવા તથા તે સંબંધીના સાહિત્યને
પ્રસાર કરવા ભલામણ કરવામાં આવે છે. (૫) જેને માટે એક જનર, હોસ્પિટલની ખાસ જરૂર છે તે તે સ્થાપવા બનતા ઉપાય લેવા ઘટે.
દરખાસ્ત--. ચીમનલાલ નેમચંદ સૈફ અનમેદન–ડે. ટી. એ. શાહ,
, ડૉ. નાનચંદ કે. મોદી ૨૬ માંગરેલ શૈવધ પ્રકરણ
માંગરોલના નામદાર દરબાર સાહેબે શૈવધના કેટલાક વખતથી ચાલી આવતા પ્રતિબંધને દુર કરી તાજેતરમાં તા. ૧૦-૪-૩૩ ના ઠરાવના ફરમાનમાં ગોવધની છુટ આપનાર જે હુકમ બહાર પાડ્યું છે તે સમસ્ત હિંદુ કમની લાગણી દુખવનાર છે એમ આ શ્રી જન તાંબર કોન્ફરન્સ જાહેર કરે છે અને તે ફરમાન સામે સખ્ત વિરોધ રજુ કરે છે અને માંગરેલના નામદાર દરબાર સાહેબને તે ફરમાન હંમેશને માટે રદ કરવા આગ્રહ પૂર્વક વિનંતી કરે છે. આ કાવતી નકલ માંગરોળના શેખ સાહેબને પ્રમુખ સાહેબની સહીથી મોકલી આપવા ઠરાવે છે.
-પ્રમુખસ્થાનેથી.