________________
જેસલમેર
૧૬૫
ચેજનાપ્રણાલીના નમૂના ખોજાએ માટે પણ નોંધવાયાગ્ય ગણાય. વળી, કેટલાયે ધનકુબેરાની હવેલીઓમાં પોતાનાં ગૃહમંદિર હતાં, એમાંના આજે કેટલાંક તે મૌજુદ છે.
ટૂંકામાં—એક કાળના ઐશ્વર્ય અને સ ંસ્કારસપન્ન આ ભવ્ય નગરમાં આજે માત્ર જૈનનાં વીશેક ઘરો ખુલ્લાં છે, તેમાંયે પુરુષવર્ગ તે આછા જ છે.
જેસલમેરના સ્થાપનાકાળથી જૈન તીર્થ તરીકે આ નગર જાણીતું છે, એટલે અહીંનાં મદિશ આછામાં ઓછાં એટલાં પ્રાચીન હોવાં જોઈએ, પરંતુ પાછળથી થયેલા જીર્ણોદ્ધારામાં એની પ્રાચીનતાનાં ચિહ્નો સાવ ભૂંસાતાં ગયાં છે. શ્રીસમયસુંદર ઉપાધ્યાય આ તીનું સ્મરણ કરાવતાં નોંધે છેઃ—
જેસલમેર જીતુારીએ દુઃખ વારીએ રે, અરિતુ ંત બિંબ અનેક; તીર્થ તે નમું રે. ”
(૧) કાઠારી પાડામાં આવેલું શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું સૌશિખરી બે માળનુ મંદિર દનીય છે. આ મંદિર ‘તપાગચ્છીય મંદિર ’ નામે એળખાય છે. શહેરમાં આવેલાં ખીજાં મદિરા કરતાં આ મદિર માટું છે. નીચેના ભાગમાં શ્રીસુપાર્શ્વનાથ ભગવાન તેમજ શ્રીસીમંધરસ્વામીના એ ગભારાઓ છે, જ્યારે માળ ઉપર શ્રીગાડી પાર્શ્વનાથ ભગવાન અને સંકટહરા પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક તરીકે વિરાજમાન છે. થાંભલાઓમાં પક્ષીઓના આકારો દÖનીય છે. તપાગચ્છના હસ્તલિખિત ભંડાર અહીં છે. મોટા પીળા પાષાણુ પર કોતરેલી ૪૦ ૫ક્તિઓની મોટી પ્રશસ્તિ છે. એ મુજબ સં. ૧૮૬૯ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે શ્રીસ ંઘે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે.
( ૨–૩ ) આચાર્ય ગચ્છના ઉપાશ્રયમાં શ્રીવિમળનાથ ભગવાનનું અને ભટ્ટારકગચ્છના ઉપાશ્રયમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું મદિર છે. મહત્ ખરતરગચ્છના ભડાર અહીં છે. સ. ૧૧૦૧ ની સાલની અંખ઼િકાની ધાતુમૂર્તિ છે. ( ૪-૫ ) પટવાઓની હવેલીમાં શેઠ હિંમતરામ બાફણાએ અને શેઠ અખયરાજજીએ બંધાવેલાં ગૃહમદિશ છે. (૬) ભૈયા પાડામાં શેઠ ચાંદમલજીની હવેલીમાં ત્રોજે માળે, (૭–૮ ) મહેતા પાડામાં શેઠ રામસિંહ મૂતાનું ખીજે માળે અને ધનરાજજી મૂતાનું ઘર દેરાસર છે, જે સ. ૧૮૯૩ માં પ્રતિતિ થયું લાગે છે. (૯) શેઠ થોરુશાહની હવેલીમાં ખીજે માળે એક સુંદર ઘર દેરાસર છે.
જેસલમેર નગરને અડીને આવેલી એક ટેકરી ઉપર જેસલમેરના ભવ્ય કિલ્લે છે. આમાં પ્રવેશમાર્ગ તરીકે ચાર દરવાજા થાડે થાડે છેટે આવેલા છે, જેને અખયપાળ, સુરજપાળ, ગણેશપાળ અને હવાપાળ નામે લેકે ઓળખે છે. કહેવાય છે કે, અંદરના કિલ્લાના કાટ અને રાજમહેલ સાંડાશા નામના શ્રેષ્ઠીએ બંધાવ્યા હતા. સૂરજપાળમાં આવેલા રાજમહેલની એક ભીંત ઉપર સ. ૧૫૧૨ ના એક શિલાલેખ છે, જેમાં રાઉલ દેવીદાસના રાજ્યમાં અમરકેટ પાડીને ત્યાંથી ઈંટો લાવી અહીની ભીંત કરાવ્યાનુ જણાવ્યું છે.
હવાપાળમાં પેસતાં એકીસાથે આવેલાં પીળા પથ્થરમાં બાંધેલાં ૭ જૈન મંદિરનુ ઝમ" શત્રુંજયની એકાદ ટ્રેકના ખ્યાલ આપી દે છે અને ધર્મવીર જૈનેાના શિલ્પપ્રેમ માટે પોતાની સંપત્તિના છૂટે હાથે ઉપયોગ કર્યાંનુ જીવંત ચિત્ર ખડું કરી દે છે. ૮ મું એક મદિર હવાપાળની પાસે અલગ છે. આ રીતે કુલ આઠ મદિરા કોટમાં જૈનેાના રાજયની પ્રતીતિ કરાવી રહ્યાં છે.
૧. શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર—બધાં દેવપ્રાસાદોમાં મુખ્ય છે. ત્યાં જવા માટે એક નાના દરવાજામાં પ્રવેશતાં શિલ્પકૃતિઓથી ભરેલા બે વિશાળ સ્તંભો ઉપર ગોઠવાયેલું પાષાણુનું ભવ્ય કળામય તારણુ નજરે પડે છે; જેમાં વચ્ચે તીર્થંકરની પદ્માસનસ્થ મૂર્તિએ અને બાજુમાં વાજિંત્ર સાથેની નૃત્યપૂતળીઓ જોવાય છે. તેમાંથી પસાર થઈ મંદિરના દ્વારમાં પ્રવેશ કરવા માટે આઠેક પગથિયાં ચડવાં પડે છે. પ્રવેશદ્વારમાં શૃંગારચોકીની છતમાં અદ્ભુત કોતરણીવાળાં સ્વરૂપે આલેખાયેલાં જોવાય છે અને ત્રણ તારણામાં પણ
૧. “નયરમાઽારીયમસ્યામાં સૂચી,'' પરિશિષ્ટઃ ૨૨, પૃ. ૭૭
૨. ‘જૈન લેખસંગ્રહ ' ખંડ: ૩, લેખાંકઃ ૨૪૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org