Book Title: Jain_Satyaprakash 1955 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧] વર-વર્ધમાનસ્વામીનાં વર્ષાવાસ [ ૨૦૧ M LT (પૃ. ૩૩)માં કહ્યું છે કે એક પાલિ' જાતકમાં કાલચંપા ઉલ્લેખ છે. પાપા (મધ્યમા)–8. ભ. મ. (પૃ. ૩૭૫)માં કહ્યું છે કે રપા આ દેશમાં જે “ભંગિ’ દેશને ઉલ્લેખ છે, તેની રાજધાની પાપા હતી. એ દેશ “પારસનાથ' પહાડની આસપાસની ભૂમિમાં ફેલાયેલું હતું. કેટલાક પાપાને “મલય” દેશની રાજધાની ગણે છે તે ભૂલ છે અને એ ભૂલ મલ્લ અને મલયને એક ગણવાની ભૂલનું પરિણામ છે, એમ અહીં કહ્યું છે. આ પાપા ઉપરાંત બીજી એક પાપ (પાવા) છે. એ કેશલથી ઈશાનમાં કુશીનારા તરફ મલ રાજ્યની રાજધાની હતી. કેટલાકના મતે, આધુનિક પડૌના કે જે કાસિયાથી બાર માઈલ દૂર અને ગેરખપુરથી આશરે પચ્ચીસ માઈલ દૂર છે તે આ પાપા (પાવા) છે કે કેટલાક ગોરખપુર જિલ્લામાંના પડરૌનાની પાસે આવેલા પNઉર ગામને પ્રાચીન પાવાપુર માને છે. આ બંને પાપાની વચ્ચે “મધ્યમાં પાપા ” આવેલી હતી, અને એ “મગધ ' જનપદમાં હતી. પહેલી પાપા આ મધ્યમાં પાપાથી અગ્નિ કેણમાં અને બીજી વાયવ્ય કોણમાં અને તે પણ લગભગ સરખે અંતરે આવેલી હતી. આથી તે આને “મધ્યમા પાપ' કહે છે. આજે પણ બિહાર નગરથી ત્રણ કેશ ઉપર દક્ષિણમાં આવેલી પાવા જેનેનું તીર્થધામ છે. L A I (પૃ. ૩૨૧)માં ભંગિને બદલે “ભંગ”ને ૨૫ આર્ય દેશમાં એક દેશ કહ્યો છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે મહાભારત (૨-૩૧-૧૧)માં “ભંગ ને ઉલ્લેખ છે એમાં હઝારીબાગ અને માનભૂમ જિલ્લાને સમાવેશ થતો હતે. પ્રણિતભૂમિ–L A I (પૃ. ૩૨૦)માં કહ્યું છે કે આ પણિયભૂમિ “રાઢ” દેશના એક વિભાગ નામે વઈરભૂમિમાં આવેલું એક સ્થળ છે, પણ એ કર્યું તે નક્કી કરાયું નથી. રાઢ એટલે લોઢ. 2. ભ. મ. (પૃ. ૩૮૫)માં એવો ઉલ્લેખ છે કે, મુશદાબાદની આસપાસના પશ્ચિમ બંગાળને પહેલાં “રા' કહેતા હતા અને કોટિવર્ષ નગરની રાજધાની ગણાતું હતું. ૨૫ આ દેશમાં રાઢ ઉલ્લેખ છે. યંતીકાશમાં રાઢનું બીજું નામ “સુહ્મ” હેવાનું લખ્યું છે, પણ જેના સૂત્રોમાં તે એ બેને ભિન્ન ગણ્યા છે. - ભધિકા–આ અંગ' દેશની એક સુપ્રસિદ્ધ નગરી હતી. શ્ર. ભે, મ. (પૃ. ૩૭૯૩૮૦) પ્રમાણે ભાગલપુરથી દક્ષિણે આઠ માઇલ ઉપર આવેલું સ્થાન તે જ પ્રાચીન ભડ્યિા કે ભદ્રિકા નગરી હેવી જોઈએ. કેટલાક મુંગેરને ભદ્રિકા ગણે છે. LAI (પૃ. ૨૭૨ ) માં કહ્યું છે કે પૂર્ણ કલશથી કદલીગ્રામ જતાં તેમ જ શાલિશીર્ષથી મગધ જતાં મહાવીર સ્વામી ભદ્રિકામાં પધાર્યા હતા. રાહુલ સાંકૃત્યાયનના મતે આ નગરી તે Hiels ( Monghyr ) 3. મિથિલા–આ ૨પા આર્ય દેશે પૈકી વિદેહની રાજધાની હતી. જો કે મહાવીરસ્વામીના સમયમાં તે વૈશાલી એ વિદેહની રાજધાની હતી અને મિથિલા એક સમૃદ્ધ નગરી હતી. એ 'સમયે અહીં જનક નામનો રાજા હતા. એ જનક તે “જનક' વંશને કોઈ ક્ષત્રિય હશે એમ 2. ભ. મ. (પૃ. ૩૮૩)માં કહ્યું છે. વિશેષમાં અહીં કહ્યું છે કે સીતામઢીની પાસે આવેલી મુહિલા” તે જ પ્રાચીન મિથિલા છે. વૈશાલીથી મિથિલા ઈશાન કોણમાં ૪૮ માઈલ ઉપર આવેલી હતી. કેટલાક સીતામઢીને જ મિથિલા ગણે છે તે કેટલાક જનકપુરને. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28