Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૦૬] શ્રી. જેન સત્ય પ્રકાશ [ વર્ષ: ૨૭ આ પ્રસંગથી ગુજરાત અને માળવાના રાજાઓમાં હમેશ માટે વિરોધ અને સંઘર્ષની ભાવના જન્મી, ભેજ અને ભીમનો સંઘર્ષ ચાલુ રહ્યો. જ્યારે જેણે મોં જોયો ત્યારે તેણે આક્રમણને, પ્રયત્ન કર્યો. “પ્રબંધચિંતામણિમાં લખ્યું છે કે વર્ષો ન થવાના કારણે ગુજરાતમાં જ્યારે અન્ન અને ઘાસ મળવાં મુશ્કેલ બન્યાં ત્યારે એવા કુસમયમાં ભોજે ગુજરાત પર આક્રમણની તૈયારી કરી. ભીમને ભારે ચિંતા થઈ, પરંતુ તેના કુશળ સાંધિવિગ્રહિક ડામરે ભારે કુશળતાથી ભેજને પ્રસન્ન કરી ગમે તે પ્રકારે એ આક્ત અટકાવી. બીજી વાર ફરીને જ્યારે ભીમરાજા સિંધુ દેશને વિજ્ય કરવામાં રોકાયા હતા ત્યારે ભેજના સેનાપતિ દિગંબર કુલચંદ્ર ગુજરાત પર આક્રમણ કર્યું. ભોજ અને ભીમ બને એ સમયના ભારે પ્રતાપશાળી રાજાઓ હતા. સાંધવિગ્રહિક ડામરે ભારે ચતુરાઈથી બંનેને મેળાપ કરાવ્યો. ભોજ અને ભીમના અનેક પ્રસંગો “પ્રબંધ ચિંતામણિમાં મળે છે. ભોજ અને કર્ણને સંઘર્ષવૃત્તાંત પણ ઉક્ત ગ્રંથમાં મળે છે. કર્ણ અને ભીમ -એ બંનેએ મળીને ભેજ પર આક્રમણ કર્યું. એ પછી સિદ્ધરાજે તો આ સંઘર્ષને ચરમ સીમાએ પહોંચાડવો. તેણે ધારાનગરીને જે નિર્દયતાથી ધ્વંસ કર્યો અને ત્યાંના રાજાને અપમાનિત કર્યો -તેની કથા અત્યંત વેદનાપૂર્ણ છે. “પ્રબંધ ચિંતામણિ' અનુસાર સિદ્ધરાજ સિંહ જે સમયે સેમેશ્વરની યાત્રાએ ગયો હતો એ જ સમયે માલવાના છલાવેલી રાજા યશવમીએ ગૂર્જર દેશમાં ઉપદ્રવ કરવા માંડ્યો. સાંત્ મંત્રીએ કઈ રીતે યશોવર્માનું કહેવું માનીને આ આફતથી છૂટકારે લીધે પરંતુ સિદ્ધરાજને જ્યારે આ હકીકત જાણવામાં આવી ત્યારે તેને એ વાત ખૂંચવા લાગી. પરિણામે તેણે માળવા ઉપર ચડાઈ કરી. ૧૨ વર્ષ સુધી યુદ્ધ થતું રહ્યું છે જ્યારે ધારાને કિલ્લો તૂટો નહીં, ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે –- “કિલ્લાને તેડવા વિના આજે અન્ન ગ્રહણ નહિ કરું.' સાયંકાળ થવા છતાં જ્યારે સફળતા નહીં મળી ત્યારે મંત્રીઓએ આટાની ધારાનગરી બનાવી ગમે તે રીતે પરમાર રજપૂતને મરાવી નાખી પ્રપંચથી પ્રતિતાને નિર્વાહ કર્યો. અને ભારે પ્રયત્ન પછી કઈ ધારાનિવાસીથી એ ભેદ મળે કે દક્ષિણ દરવાજા તરફથી હુમલો કરતાં કિલ્લાને તેડવાને સંભવ શક્ય છે. ત્યારે સિદ્ધરાજે પિતાને બળવાન પટ્ટહસ્તી પર બેસીને દરવાજાને તેડવાનો શક્ય પ્રયત્ન કર્યો. કમાડ તે તૂટી ગયાં પરંતુ સાથોસાથ હાથીનાં હાડકાં પણ ભાંગી ગયાં. હાથી ત્યાં જ પડી ગયો. કિલ્લાને તેડીને યશોવર્માને બાંધી સિદ્ધરાજ પાટણ આવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી હતી કે યશોવર્માના હાથમાં મ્યાન વિનાની છરી આપીને અને તેને પિતાની પાછળ બેસાડી, તે હાથી પર સવાર થઈને, નગરમાં પ્રવેશ કરશે. મુંજાલ મંત્રીને આ રીત અનુચિત લાગી પરંતુ રાજાની પ્રતિજ્ઞાને ભંગ થશે એમ સમજીને તેણે તેમ કરવા દીધું. સં. ૧૮૦૫માં શ્રી રાજશેખરસૂરિએ રચેલા “પ્રબંધકોશમાં “મદનવને પ્રબંધ' છે, તેમાં આ ઘટના યશવમના સ્થાને નરવર્માની સાથે સંબંધિત બતાવી છે. એ મુજબ, ધારાનગરીના ત્રિપળિયાના લેટાને આંગળા સોમનાથ –(આ ગ્રંથરચનાના સમય)માં વિદ્યમાન છે. સિદ્ધરાજ સિંહે પ્રતિજ્ઞા કરી હતી કે, ધારાનરેશ નરવર્માની ચામડીથી બનેલી મ્યાનમાં જ મારી તલવાર પ્રવેશ કરશે. અને એ પ્રતિજ્ઞા પૂર્તિ માટે હાથી પર આરૂઢ નરવને પૃથ્વી પર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28