Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ મીમાંસા
(લેખાંક આઠમે ] લેખક : માસ્તર ખુબચંદ કેશવલાલ સીરહી (રાજસ્થાન)
અગાઉના લેખોમાં દર્શાવેલ ઉદન, અપવર્તન, સંક્રમણ, અને ઉદીરણાનું સ્વરૂપ તે કર્મલિકેટમાં ફેરફાર થવારૂપ છે, પણ પૂર્વબદ્ધ કર્મના ક્ષયરૂપે નથી. ક્ષય થવારૂપે હોય તેને નિર્જરા કહેવાય છે. નિર્જરા પ્રયત્ન આત્મામાં ન હોય તે કર્મલિક પ્રતિ સમયે આત્મામાં વૃદ્ધિ પામતાં જ જાય અને તેથી સર્વથા છુટકારો થવારૂપ મેક્ષપ્રાપ્તિ સંભવી શકે જ નહિ. આ જીવ સમયે સમયે આયુષ્ય સિવાય સાતે કર્મ બાંધે છે. આમ સમયે સમયે આત્મામાં કર્મપ્રવાહ ચાલુ જ છે. એક સમય પણ આત્માની સ્થિતિ કર્મના પ્રવાહ વિનાતી નથી. તે પછી સાથે સાથે નિર્જરાનો પ્રયત્ન પણ આત્માએ ચાલું રાખવો જ જોઈએ. મકાનમાં હંમેશાં પવનને અંગે ધૂળ આવ્યા જ કરે છે પણ સાથે સાથે વાળવાઝાપવાનું કામ ચાલુ હોય તે ધૂળના થર જામવા પામે નહિ. અહીં નિર્જરા એટલે પૂર્વબદ્ધ કર્મ આત્મામાંથી ઓછાં કરવાં. સર્વથા ક્ષય કરવારૂપ નિર્જરા તો છેલ્લા મરણ સમયે એટલે કેવલી મરણ સમયે હોય. તેવી નિર્જરા કર્યા બાદ તે ફરી કર્મ વળગે નહિ, કર્મોની ફરી નિર્જરા કરવી પડે નહિ. આવી નિર્જરા ન થવા પામે ત્યાં સુધીમાં પણ કર્મની ધીમે ધીમે
ય કરવારૂપ નિર્જરો આત્મામાં ચાલુ હોય તે સર્વથા ક્ષય થવારૂપ નિર્જરાની પ્રાપ્તિ પણ ભવિષ્યમાં થઈ શકે છે.
નિર્જરા કર્મથી છૂટવા માટે છે. કર્મથી બે પ્રકારે છૂટી શકાય. કાંતે એ કમ ભેગવી લેવાય તે છૂટી શકે, અને કાંતિ તપસ્યાથી ભોગવાય તે છુટાય. માત્ર ભોગવીને જ છુટકારે થતું હોય તો તે આ જગતમાં તેવો એક પણ જીવ નથી કે સમયે સમયે નિર્જરા ન કરે. હોય. જેમ સમયે સમયે બંધ છે તેમ સમયે સમયે નિર્જરા પણ છે. તે નિર્જરા વિપાક વેદનાની છે, પણ અધ્યવસાયની નહિ. સૂક્ષ્મ નિગોદથી માંડી ચૌદમાં ગુણસ્થાનક સુધી પહોંચેલા જીવોમાં સમયે સમયે કર્મની નિર્જરા ન કરતે હોય એવો કોઈ પણ જીવ જગતમાં છે જ નહિ. સર્વ જી સમયે સમયે કર્મની નિર્ભર કરે છે. આઠે કર્મના ભગવટા વિનાને કઈ પણ સંસારી જીવ હોતા જ નથી (માત્ર કેવલીઓ ચાર કર્મના ભગવાવાળા હોય છે). આથી જેટલાં કર્મો જીવ ભગવે છે તેટલાં તૂટે છે. આનું નામ પણ નિજર છે. પરંતુ જોગવટાની આ નિર્જરાથી મેનો માર્ગ મળતું નથી. મોક્ષને માર્ગ તે બાર પ્રકારની તપથી-કર્મની નિર્જરાથી જ મળે છે. જે ભગવટાની નિર્જ રાથી મોક્ષ મળતે હેત તે તે જીવ રખડતા હત શેને ? કેમકે તેવી નિર્જરા તો આ જીવ અનાદિથી કરી રહ્યો છે માટે શાસ્ત્રકારોએ મેક્ષ માટે જે નિર્જરા કહી તે ભોગવટાથી થતી નિર્જરા નહિ પણ બાર પ્રકારની તપથી કરાતી નિર્જરા છે અને જે જે આત્માઓએ મેક્ષ પ્રાપ્ત કર્યું છે તે તપથી કરાતી નિર્જરા વડે જ થયું છે. ઉદયની એટલે ભગવટાની નિર્જરામાં તે “આંધળે વણે અને વાછરડું ચાવે તેવી
For Private And Personal Use Only