Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સંસ્કૃતિ અને જૈનધર્મ ડૉ. સુનીતિકમોર ચેટરજી, એમ. એ. ડી. લિ., એફ. એ. એસ. ભારત સદાકાળ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ રહ્યો છે. અનાદિકાળથી આપણા દેશ ઋષિઓ અને વિદ્વાનોનું સાંસ્કૃતિક પુણ્યસ્થળ રહ્યું છે. વિચારસ્વાતંત્ર્ય, તર્ક અને ચિંતન દ્વારા જ આપણી સંસ્કૃતિ આગળ વધી છે. એ જ કારણે આપણી સંસ્કૃતિને મુખ્યતઃ વૈદિક, જૈન અને બોધ-આ ત્રણે ભાવધારાઓની ત્રિવેણી પણ કહેવામાં આવે તો અત્યુક્તિ નહિ ગણાય. જૈન સંસ્કૃતિમાં ભગવાન મહાવીરને ચાવીસમા તીર્થકર માનવામાં આવે છે અને હવે તે ઇતિહાસકારાના અનુશીલનથી એ સિદ્ધ પણ થઈ ચૂકયું છે કે, ભગવાન મહાવીરના કાળથી લગભગ ૨૫૦ વર્ષ પૂર્વના શ્રી પાર્શ્વનાથ તેમજ એમનાથીયે ૨૦૦ વર્ષ પૂર્વના શ્રી. અરિષ્ટનેમિ ઐતિહાસિક પુરુષ માનવામાં આવ્યા છે, ભારતવર્ષમાં જૈન સંસ્કૃતિ ખૂબ ફાલી ફૂલી. વરસ્તુત : ભારતીય દર્શન-પરંપરામાં જૈનધર્મ અત્યંત પ્રાચીન અને પ્રાગૂ ઐતિહાસિક ધર્મ છે. એક જ શાશ્વત સત્ય એક જ સનાતન ભાવનાથી ઉરિત હોવાના કારણે પિતાના આચાર-વ્યવહારગત વિભિન્નતાઓના હેતુથી પણ વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મોમાં સાધ્ય પ્રત્યે એક અદ્ભુત સામ્યભાવે છે. (૧) ત્રણે ધર્મો જીવનની પાછળ એક શાશ્વત સત્યના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. (૨) ત્રણે ધમની એ માન્યતા છે કે જીવનમાં દુ:ખ છે અને એના નિરાકરણ દ્વારા જ માનવ આત્મકલ્યાણના પથ પર આગળ વધી શકે છે. આ દુ:ખવાદ જ ત્રણેની દાર્શનિક વિચારધારાને મૂલાધાર છે. (૩) ત્રણે ધર્મો રિા ઘો વર્ષઃ 'માં પૂર્ણ વિશ્વાસ રાખે છે. “ શામર રતેy’ના વ્યાપક સિદ્ધાંત આપણી ભારતીય સંસ્કૃતિનું અમર દાન છે. જ્યાં જેનામાં અહિંસાના નિષેધાત્મક (Nagative ) સ્વરૂપ પર અધિક બળ આપવામાં આવ્યું છે, ત્યાં બૌદ્ધોએ એને સ્વીકારાત્મક (Positive ) રૂપ પર વિશેષ બળ આપ્યું છે. | (૪) પરમસહિષ્ણુતા આપણી સંસ્કૃતિનું સૌથી મહત્ત્વપૂર્ણ દાન છે. પેતાનાથી વિરોધી વિચાર રાખનારાઓના મનોભાવોને આદર અને સહિષ્ણુતાપૂર્વક સાંભળવા-સમજ્વાની પરંપરાના, જો કે બીજી સંસ્કૃતિઓમાં અભાવ નથી છતાં, આપણો ભારતીય સંસ્કૃતિમાં આની ઉપર અપેક્ષાક્ત અધિક જોર આપવામાં આવ્યું છે. સમિતિના ચાર પૂજ્યોનાં ચાતુર્માસ સ્થળ ૧. પૂ૦ આ૦ શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મ૦, જૈન દેરાસરની પેઢી, ઢેબી નાકા, થાણા (સેંટ્રલ રેલ્વે) ૨. પૂ૦ આ૦ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મ૦, જૈન પેઢી, જૂના બજાર, ઈડર (એ. પી. રેલ્વે) ૩. પૂ૦ આ૦ શ્રીચંદ્રસાગરસૂરીશ્વરજી મક, પો. બા. ન. ૩૪૪, નાગપુર સીટી ન. ૨ ૪. પૂ૦ મુનિરાજ શ્રીદ નવિજયજી મ૦ (ત્રિપુટી), ચેકડા બજાર, સરધના | (જિ૦ મિરઠ(યૂ પી. ) For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28