Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧ ] જૈન ઇતિહાસમાં ધારાનગરી [ ૨૦૫ ધારાનગરીમાં શાંતિનાથ વગેરેનાં કેટલાયે જિનમંદિરો હતાં. એ સંબંધી અમને વધુ જાણ નથી કે ત્યાં કેટલાં જૈન મંદિરે હતાં અને પ્રાચીન મંદિરને ક્યારે વિનાશ થયો. મધ્યપ્રાંત, મધ્યભારત તથા રાજપૂતાને કે પ્રાચીન જૈન સ્મારક' અને યતીવિહાર દિગદર્શન' ભા. ૪ થી વિદિત થાય છે કે, સને ૧૪૦૫ માં જૈન મંદિરોને તેડી નાખી, દિલાવરખએ લાટ મજિદ બનાવી. - વર્તમાનમાં અહીં બે વેતાંબર જૈન મંદિર છે. એક બનિયાવાડીમાં છે, તે પ્રાચીન છે અને બીજું સદર બજારમાં શિખરબદ્ધ છે તે નવું બનેલું છે. પહેલું મંદિર શ્રી આદિનાથ અને બીજું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. પહેલા મંદિરમાં–શ્રી આદિનાથ મંદિરમાં ૭૫ ધાતુમય પ્રતિમાઓ અને કેટલીક પાષાણ પ્રતિમાઓ પણ છે. મૂળનાયકની પ્રતિમા સં. ૧૨૦૩ માં પ્રતિષ્ઠિત કરેલી છે. સં. ૧૩૨૮, સં. ૧૩૬૨ અને સં. ૧૫૪૭ની સાલની બીજી પ્રતિમાઓ છે. જૈન ઈતિહાસ સાથે સંબંધ રાખતા ધારાનગરીના યથાસાત ઉલ્લેખ પછી હવે જૈન ગ્રંથમાં ધારાનગરીના ઉત્થાન અને પતનની જે હકીકતો મળે છે, તેનો પણ સંક્ષિપ્ત પરિચય આપી દે ઉચિત છે. ગુજરાત અને માળવા મધ્યકાળથી વેતાંબર જૈન સંપ્રદાયનાં સૌથી અધિક પ્રચારકે રાજસ્થાન અને ગુજરાતમાં હતાં. ૯ મી શતાબ્દીની આસપાસ શ્રીમાલનગરથી ઘણું જેનોનું ગુજરાત તરફ પ્રયાણ શરૂ થયું અને પાટણની દિવસે દિવસે ઉન્નતિ થવા લાગી. ગુજરાતની રાજધાની અણહિલપુરપાટણના સ્થાપક વનરાજ ચાવડા પર જૈનાચાર્ય શીલગુણસૂરિને ભારે ઉપકાર હતો. પરિણામે ગુજરાતના રાજાઓની સાથે જૈનાચાર્ય અને શ્રાવકને સંબંધ વૃદ્ધિ પામે. મંત્રી અને સેનાપતિ જેવા ઉચ્ચ પદ પર જૈન શ્રાવકોએ લાંબા સમય સુધી ગુજરાતની સમૃદ્ધિ વધારવાને ભારે પ્રયત્ન કર્યો. બીજી તરફ ગુજરાતના રાજાઓ પર જૈનાચાર્યોની વિદ્વત્તા અને ચારિત્ર્યની છાપ ઘણી સારી પડી હતી. આ મધુર સંબંધના કારણે જૈન વિદ્વાનો દ્વારા રચાયેલ અિતિહાસિક પ્રબંધ આદિ ગ્રંથોમાં ગુજરાતના ઈતિહાસની ભરપુર સામગ્રી મળે છે. ગુજરાત અને માળવા એ સમયે ઘણા સમૃદ્ધિશાળી પ્રદેશ હતા. અહીંના રાજાઓને પ્રતાપ ઘણે જબરે હતું. પરિણામે બંને સ્થાનના શાસકોમાં ઈર્ષ્યા અને પ્રતિસ્પર્ધા થવી સ્વાભાવિક છે. આગળ ઉપર આ પ્રતિસ્પર્ધાએ સંઘર્ષનું રૂપ લીધું, જેનું પરિણામ ભારે ઘાતક નીવડ્યું. પ્રબંધ ચિંતામણિ' અનુસાર ગૂર્જરનરેશ વલ્લભરાજે ધારાનગરી પર ચઢાઈ કરી. તેણે કિલ્લાને ઘેરી લીધે. એ જ સમયે સં. ૧૦૬૬માં શીલીરાગથી એનું મૃત્યુ થયું. એ પછી દુર્લભરોજ, જે તેને નાનો ભાઈ હતા તે રાજા બન્યો. સાડી અગિયાર વર્ષ સુધી રાજ્ય કર્યા પછી તેના પુત્ર ભીમને રાજ્યાભિષેક કરી પિતે તીર્થોપાસના માટે વારાણસી તરફ ગયો. માલવમંડલમાં પહોંચતાં ત્યાંના મહારાજા મુંજે તેને અટકાવીને કહ્યું – “છત્ર–ચામરાદિ રાજ્યચિહ્નોને પરિત્યાગ કરીને કાર્પટિક (સંન્યાસી)ની માફક આગળ જઈ શકશે; નહિતર યુદ્ધ માટે તૈયાર થાઓ.” દુર્લભરાજે આને ધાર્મિક વિશ્વ માન્યું અને તે ભીમરાજને આ અપમાનની સૂચના આપીને પોતે કાઈટિક વેશ પહેરી તીર્થયાત્રા કરતાં પલેક સીધાવ્યો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28