Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ઈતિહાસમાં ઘા રા ન ગ રી લેખકઃ શ્રીયુત અગરચંદ નાહટા [ ગતાંકથી પૂર્ણ ] * . -- - - કર . ' આ વચ્ચેના કેટલાયે બીજા ઉલેખો પણ મળે છે, જેની ચર્ચા કરી લેવી અહીં આવશ્યક છે. “સંમતિતના ટીકાકાર શ્રી અભયદેવસૂરિના શિષ્ય શ્રી ધનેશ્વરસૂરિએ ધારાધિપતિ મુંજની સભામાં વિજય મેળવ્યો હતો. શ્રીધર્મઘોષસૂરિના શિષ્ય શ્રીસમુદ્રા ધારાના નરવર્મરાજાની રાજસભામાં પોતાની પ્રતિભા બતાવી હતી :– " यो मालवोपात्तविशिष्टतर्कविधानवद्यो प्रशमप्रधानः । विद्वजनामिश्रितपादपद्मः, केषां न विद्यागुरुतामधत्त ॥ धारायां नरवर्मदेवनृपतिश्रीगोहृदक्ष्मापति, श्रीमसिद्धपतिं च गुर्जरपुरे विद्वज्जने साक्षिणि । स्वैयों रञ्जयति स्म सद्गुणगणैर्विद्यामविद्याशयो, लब्धिः प्राक्तनगौतमादिगणभृत्संवादिनीरियन् ।। સં. ૧૨૩૨ માં ધારાનગરીના આગ્રદેવના પુત્ર નરપતિએ “નરપતિજયચય' નામક સ્વોદય અને શકુન સંબંધી ગ્રંથ બનાવ્યો. સં. ૧૨૫૪ માં જિનપતિસૂરિએ ધારાના શાંતિનાથ દેવગૃહમાં વિધિ પ્રવર્તિત કરી "सं० १२५४ श्रीधारायां श्रीशांतिनाथदेवगृहे विधिः प्रवर्तितः ॥" સં. ૧૨૯૫માં શ્રીસુમતિગણિએ ધારા અને નાલછાથી વિહાર કરતાં “ગણધર-સાધ-શતક -સુહદ્રવૃત્તિ ની પૂર્ણાહુતિ મંડપદુર્ગ (માંડવીમાં કરી, જેની તાડપત્રીય પ્રતિ જેસલમેરના બહ જ્ઞાનભંડારમાં છે. તેની પુપિકા આ પ્રકારે છે – " सं० १२९५ वर्षे श्रीधारापुरी-नलकच्छकादिकृतविहारक्रमेण सुमतिगणिना श्रीमंडपदुर्गे वृत्तिरियं समर्थितेति ॥" ૧૪ મી શતાબ્દીના પ્રારંભમાં માંડવગઢના ધનિક શ્રી પેથડશાહે ભારતનાં વિભિન્ન સ્થાનમાં ૮૪ જૈનમંદિર બનાવ્યાં હતાં, તેમાં ધારાનગરીમાં જૈનમંદિર નિર્માણ કરાવ્યાને પણ ઉલ્લેખ મળે છે. “વાદિદેવરિપ્રબંધ' અનુસાર તેમણે ધારાના ધરણીધર પંડિતને વાદમાં પરાજિત કર્યો હતો. ૧૪ મી શતાબ્દી સુધીના ઉલ્લેખોની ચર્ચા ઉપર કરવામાં આવી છે. ૧૫ મી શતાબ્દીનો કોઈ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ જાણવામાં આવ્યું નથી. પરંતુ ૧૬ મી શતાબ્દીના પ્રારંભની એક મહત્વપૂર્ણ પ્રશસ્તિ અમારા સંગ્રહમાં છે, જેનો સાર આ પ્રકારે છે આ પ્રશસ્તિ એક સ્વર્ણાક્ષરી સચિત્ર કલ્પસૂત્રની પ્રતિ લખાવનારની છે; (જે આ માસિકને ચાલુ વર્ષના અંક: ૬ માં પ્રગટ કરવામાં આવી છે.) ૨૮ શ્લોકોમાં ૧૬ મી શતાબ્દીના સુપ્રસિદ્ધ ભાષા–બાલાવબંધના લેખક મેસુંદર મુનિએ આની રચના કરી છે. એ મુજબ માલવમંડલની ધારાનગરીના નિવાસી પર્વત અને આંબા નામના સંધના બે મુખ્ય જેન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28