Book Title: Jain_Satyaprakash 1955 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૨
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૦
L AI (પૃ. ૭૧૪) માં કહ્યુ છે કે, રામાયણમાં મિથિલાને જનકપુરી કહી છે. નેપાલની સરહદમાં કે જેની ઉત્તરે મુઝફ્ફરપુર અને દરભંગા જિલ્લાઓ મળે છે ત્યાં જે જનકપુર નામનું નાનું નગર છે તે પ્રાચીન મિથિલા હેાવાનું મનાય છે.
રાજગૃહ—નરેશ્વર શ્રેણિક ( નિબિસાર ) ના સમયમાં આ ‘ મગધ ’ દેશની રાજધાનીનું શહેર હતું. ઠાણ (ઠા. ૧૦)માં જે દસ રાજધાની ગણાવી તે પૈકી આ એક છે. શ્ર. ભ. મ. (પૃ. ૩૮૫)માં કહ્યું છે કે રાજગૃહમાં મહાવીરસ્વામી ૨૦૦ કરતાં વધારે વાર સમાસર્યાં હતા. આજ કાલ રાજગૃહને ‘ રાજગિર' તરીકે એળખાવાય છે. અને એની પાસે • મેહાગિરિ' પર્વતમાળાના વૈભારગિરિ, વિપુલાચલ ઈત્યાદિ નામના પાંચ પર્વતો આવેલા છે. રાજગર બિહાર પ્રાંતમાં પટનાથી અગ્નિ કાણુમાં અને ગયાથી ઈશાન કાણુમાં આવેલું છે.
L AI (પૃ. ૩૨૭) માં એ ઉલ્લેખ છે કે, એમ કહેવાય છે કે ક્ષિતિપ્રતિક્તિ નાશ પામતાં ચણકપુર સ્થપાયું અને એને નાશ થતાં ઋષભપુર અને એને નાશ થતાં કુશાગ્રપુર અને અંતે રાજગૃહ સ્થપાયું.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષમાં રાજગૃહને ગિરિત્રજ' કહે છે, કેમકે એની આસપાસ પાંડવ, ગિકૂટ (મૃત્યુ ફૂટ), વૈભાર, ઋષિચિર અને વૈપુલ એ પાંચ પર્વતો આવેલા છે. મહાભારત (૨–૨૧-૨) માં આ પાંચ પર્વતાનાં નામ નીચે મુજબ છેઃ—વૈભાર, વારાહ, વૃષભ, ઋષિગર અને ચૈત્યક આ રાજગૃહ એના ઝરાઓ માટે સુવિખ્યાત છે. જુએ કલ્પના ભાસની ગા. ૩૪૨૯ની વૃત્તિ (ખંડ ૪, પૃ. ૯૫૯ ).
નાલંદા રાજગૃહની ઇશાન ક્રાણુમાં હતું. બૌદ્ધ ગ્રંથામાં નાલંદા રાજગૃહથી એક યેાજન દર હાવાનો ઉલ્લેખ છે. પટણા જિલ્લામાં આવેલા રાજિંગથી સાત માઈલ દૂર વાયવ્ય કાણુમાં આવેલુ અરગાંવ ( Bargaon) તે રાજગૃહ હોવાનું મનાય છે.
'
વૈશાલી—ા. ભ. ભ. (પૃ. ૩૮૯–૩૯૦ ) માં કર્યું છે કે, મહાવીરસ્વામીના સમયમાં * વિદેહ ' દેશની રાજધાની જે વૈશાલી હતી તે મુજફ્ફર જિલ્લાનું ખેસાપટ્ટી ગામ છે, અને નકશા પ્રમાણે વૈશાલી ચંપાના વાયવ્ય–કાણમાં સાડાબાર માઈલને અતરે અને રાજગૃહથી આશરે ઉત્તરમાં સત્તર માઈલ દૂર છે.
L A I (પૃ. ૩૫૪ ) માં કહ્યુ` છે કે અબપાલી ણિકાએ વૈશાલીને સમૃદ્ધ બનાવવામાં મોટા ફાળા આપ્યા હતા. વિશેષમાં વૈશાલીએ બિહાર પ્રાંતના મુજફ્ફર જિલ્લામાં આવેલું અસરહ (Basarh) છે.
શ્રાવસ્તી—જૈન સૂત્રામાં કહેલા ૨૫૫ આ દેશમાંના ‘ કુણાલ ' દેશની રાજધાનીનું નામ શ્રાવસ્તી હતું પરંતુ મહાવીરસ્વામીના સમયમાં એ ઉત્તર કૈાશલની રાજધાની હતી. એમ શ્ર. ભ. મ. ( પૃ. ૩૯૧ ) માં કહ્યુ છે. વિશેષમાં આધુનિક સશોધકના મતે, ગાંડા જિલ્લાના અકોનાથી પૂર્વમાં પાંચ માઈ લે અને બલરામપુરથી પશ્ચિમે બાર માઈલ ઉપર આવેલી રાપતી ’નદીના દક્ષિણુ કિનારા ઉપર જે સહેટમહેટ સ્થાન છે તે આ શ્રાવસ્તીના અવશેષરૂપ છે :
L A I (પૃ. ૩૭૨) માં આ જ વાત છે, જો કે અહીં સહેત–મહેત એવા ઉલ્લેખ છે. અંતમાં હું એ ઉમેરીશ કે L AI (પૃ. ૨૫૨)ની સામે મહાવીરસ્વામીના સમયનડૉ. જૈનના મતે ઈ. સ. પૂર્વે ૫૦૦ ના સમયના ભારતવર્ષના નકશે છે. એમાં ઉપર્યુક્ત સ્થળે દર્શાવાયાં છે, પણ એ બરાબર છે કે કેમ તેની ચકાસણી કરવી બાકી રહે છે.
For Private And Personal Use Only