Book Title: Jain_Satyaprakash 1955 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૧] વીર-વર્ધમાનસ્વામીનાં વર્ષાવાસ [ ૧૯ એવી રીતે નાલંદા એ રાજગૃહનું ઉપનગર હતું. વાણિજયગ્રામ એ વૈશાલીની પાસે “ગંડકી ' નદીના દક્ષિણ કિનારે આવેલું વેપારનું સમૃદ્ધ મથક હતું. “ શ્રમણ ભગવાન મહાવીર ” પૃ. ૩૮૭) માં આ વાણિજ્યગ્રામ તે બસડપટ્ટીની સમીપ આવેલું બનિયા ગામ જ હોઈ શકે એમ કહ્યું છે. પ્રણિતભૂમિને અનાર્ય દેશ કહ્યો છે. કેટલાક ગ્રંથોમાં પણિયભૂમિને બદલે લાઢ દેશના અને એને વજભૂમિ શુદ્ધભૂમિ નામના પ્રદેશને ઉલ્લેખ જોવાય છે. એવી રીતે આલંબિયાને બદલે આલભિયાને ઉલ્લેખ ઘણે સ્થળે જોવાય છે અને એ સમુચિત જણાય છે એટલે હવે વર્ષાવાસ ગણાવતાં હું “અલસિકા' એવો નિર્દેશ કરીશ. અથિક ગ્રામને પહેલાં વર્ધમાન” કહેતા હતા એમ આવાસય (ભાગ ૧, પત્ર ૨૭૨) વગેરે જેન ગ્રંથોમાં ઉલ્લેખ છે. . વિમલચરણ લે. (law) વિપરીત માન્યતા ધરાવે છે, એમ એમણે રચેલા Mahavira: His Life and Teachings (પૃ. ૩૩) જોતાં જણાય છે. એઓ એમ કહે છે કે અસ્થિક ગ્રામનું કાલાંતરે “વર્ધમાન’ નામ પડયું છે એમ કહેવું કદાચ વધારે સાચું ગણાય. આ પુસ્તક (પૃ. ૩૨)માં પ સવણાકપમાં વર્ષાવાસો જે કંઈ ગણાવાયાં છે તે ક્રમે એ થયાં હોવાનો ઉલ્લેખ છે, પણ એ બ્રાંત છે. આ ભ્રાંતિ પહેલું અને છેલ્લું નામ કમસરનાં હોવાનું જોઈને થયેલી છે. અહીં એ વાત ઉમેરીશ કે “દૂઈજજંત”ના નામથી ઓળખાવતા તાપસના કુળપતિને મેરાક સંનિવેશમાં આશ્રમ હતે. એ કુળપતિ મહાવીરસ્વામીના પિતાને મિત્ર અને પરિચિત હતો. એણે વર્ષાવાસ માટે મહાવીરસ્વામીને આમંત્રણ આપ્યું હતું અને મહાવીરસ્વામીએ હા પાડી હતી અને એ મુજબ એઓ અહીં આવ્યા પણ હતા. પરંતુ એ કુળપતિએ ઝૂંપડીની સંભાળ લેવાની વાત કરી તે મહાવીરસ્વામીને એમની સાધનામાં બાધક જણાતાં એઓ, વર્ષાકાળના પંદર દિવસ વ્યતીત થઈ ગયેલા હોવા છતાં મોરાકથી ચાલી નીકળ્યા અને અસ્થિકગ્રામમાં વર્ષાવાસ પૂર્ણ કર્યો. આમ અસ્થિકગ્રામમાં એઓ ચાતુર્માસાથે વિશેષ રહ્યા એથી મેરાકનો ઉલ્લેખ જો કર લાગે છે અને હું પણ એમ જ કરું છું. હવે હું વર્ષાવાસનાં સ્થળનાં નામ અકારાદિ ક્રમે આપું છું: સ્થળ વર્ષાવાસનો કમાંક વર્ષાવાસની કુલ સંખ્યા અસ્થિક ગ્રામ આલિંકા ચંપા ૩, ૧૨ નાલંદા ૨, ૩૪, ૩૮ પાપી (મધ્યમા) પૃષ્ઠ ચંપા પ્રણિત ભૂમિ ભદ્રિકા મિથિલા ૧૪, ૨૬, ૨૭, ૩૬, ૩૯, ૪૦ રાજગૃહ ૮, ૧૩, ૧૬, ૧૮, ૧૯, ૨૨, ૨૪, ૨૯, ૩૩, ૩૭, ૪૧ ૧૧ વાણિજ્યગ્રામ ૧૫, ૧૭, ૨૧, ૨૩, ૨૯, ૩૦ વૈશાલી ૧૧, ૧૪, ૨૦, ૩૧, ૩૨, ૩૫ શ્રાવસ્તી ૧૦ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28