Book Title: Jain_Satyaprakash 1955 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અંક : ૫] વિજયનગરના મંત્રી ઠાકરશી [ ૭૭ આ જ ગ્રંથની પૃષ્ઠ: ૧૬૫ માં જૈન મત' શીર્ષક નીચે જે વકતવ્ય લખ્યું છે તે પણ ઉપયોગી હોવાથી અહીં આપીએ છીએ: “ દક્ષિણ ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયે ભદ્રબાહુએ જેનામતને પ્રચાર કર્યો. જૈનધર્મના આચાર્ય આ મતને ફેલાવવા માટે સમયે સમયે પ્રયત્ન કરતા રહ્યા. જેનધર્મને પ્રચાર કણટકમાં વિશેષ થે. કાનડી સાહિત્યની ઉન્નતિમાં જેનો મુખ્ય હાથ હતો. તામિલ ભાષામાં પણ જેનોના અનેક ગ્રંથે મળે છે. વિજયનગરના શાસકએ આ મતને કદી વિરોધ નથી કર્યો. લેખમાં વર્ણન મળે છે કે, વિજ્યનગરની રાજસભામાં જેનાની પૂર્ણ પ્રતિષ્ઠા હતી. તેમને ઊંચાં ઊચાં પદ પણ મળતાં. બુક્તી સભામાં બચપ નામક જેન મંત્રી પણ હતો. મૈસુરના શ્રવણબોલગેલાના લેખમાં તેનો ઉલ્લેખ મળે છે. હરિહર બીજાને પ્રસિદ્ધ મંત્રી ઈગબ્ધ પણ જેના હતો. ઈગબ્ધ ન્યાયકુશળ અને ચતુર પુરુષ હતા. તેણે નાનાર્થવરના નામક કેશની રચના કરી. એથીયે અધિક જૈનધર્મનું સમર્થન આ ઘટનાથી કરી શકાય કે સંગમના વંશજ દેવરાય પહેલાએ ભીમાદેવી નામક જૈન સ્ત્રી સાથે લગ્ન કર્યું. રાજાઓએ જૈન મંદિરને દાન આપ્યાં. કાંચીની પાસે વિજયનગર રાજ્યમાં તેણે એક વિશાળ જૈન મંદિર બંધાવ્યું. એ તેલિગમંદિર' ના નામે ઓળખાતું. શ્રવણબેલગોલાના લેખથી પત્તો લાગે છે કે, એના બે પુત્ર વિજયનગર સેનામાં સેનાપતિના પદે હતા, ભૂપાલે જૈન મંદિર તૈયાર કરાવ્યું. વેગૂરમાં રહેલા જૈન સાધુ ભુજલની વિશાળ મૂર્તિ આજ સુધી મૌજુદ છે. આ બધી વાત સિદ્ધ કરે છે કે વૈષ્ણવ હોવા છતાંયે વિજયનગર નરેશમાં ધાર્મિક સહિષ્ણુતાની ભાવના પ્રબલ હતી. બુક્કરાયે પણ જેની સાથે વૈષ્ણવોની માફક વ્યવહાર રાખ્યો હતો. તેમ જ આ ધર્મોના દેવને પણ શાંત કર્યો હતે. મૈસૂર રાજ્યમાં જૈનમતને ખૂબ પ્રચાર હતો. ત્યાં વૈષ્ણવ લેકે પણ પિતાના ધર્મને પ્રચાર કરતા હતા. આથી સમયે સમયે તેઓમાં પરસ્પર ઝગડો થઈ જતો. બુક્કરાયના સમયે આ ઝગડાએ મેટું રૂપ લીધું. બધા જેનોએ મળીને વૈષ્ણવે માટે રાજા પાસે ફરિયાદ કરી. જેના કથન મુજબ વૈષ્ણવો દધી હતા. રાજા બુકકે નિષ્પક્ષપણે ઓ ઝગડાનો વિચાર કર્યો. એક સભા બોલાવવામાં આવી. આ સભામાં જેનો અને વૈબગુના સમસ્ત પ્રતિનિધિઓ સંમિલિત હતા. આ પ્રતિનિધિઓ શ્રીરંગમ તેમજ કાંચીથી સભામાં ભાગ લેવા આવ્યા હતા. રાજાએ એ વિશે વિચાર કરીને એવી ઘોષણા કરી છે, જેનો હમેશાંની માફક પોતાનાં ગીતવાદ્યો તેમજ કલશના અધિકારી રહેશે અને જો વૈષ્ણવે દ્વારા હાનિ પહોંચાડવામાં આવશે તો એ કાર્ય અત્યંત અનુચિત સમજવામાં આવશે. આ પૈષણાનું હમેશાં પાલન કરવામાં આવ્યું.” ઉપર્યુક્ત વિજયનગર સામ્રાજ્ય સાથે સંબંધ ધરાવતો એક જેના ઐતિહાસિક રાસ પ્રાપ્ત થયો છે; જે અનુસાર જૂનાગઢને સરકિયા પરવાડ ઠાકરસી શાહ વિજયનગર પહોંચ્યા અને ત્યાંના રાજા હરિયડ (હરિહર) ના મંત્રી બન્યા. તેમણે મંગલપુરના પડીરાયને ઉપદ્રવ શાંત કરવા માટે આક્રમણ પણ કર્યું હતું. આ રાસની પ્રતિલિપિ અમને જેન સાહિત્યના મહારથી સ્વર્ગીય મેહનલાલ દલીચંદ દેસાઈના સંગ્રહમાંથી અપૂર્ણરૂપે મળી હતી, જે તેમણે સ્વયં નલ કરેલી છે. આમાં ૧૬૨ મા પદ્યથી રાસ અધૂરો રહે છે. આથી આગળનું ઈતિવૃત્ત પ્રાપ્ત થતું નથી, ઐતિહાસિક દૃષ્ટિથી આ કૃતિ ઘણી મહત્ત્વપૂર્ણ હોવાથી એને ઐતિહાસિક સાર અહીં પ્રગટ કરવામાં આવે છે. સર્વ પ્રથમ વસ્તુમાં “ન્યાન” કવિએ સરસ્વતી, આદિનાથ, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28