Book Title: Jain_Satyaprakash 1955 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૦ શાંતિનાથ, તેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર જિનેશ્વરને નમસ્કાર કરીને દોહા-ચૌપાઈમાં ઠાકરસી શાહના રાસના પ્રારંભ કર્યો છે; સારહીય પ્રાગ્ગાટ નામે નિર્મળ જ્ઞાતિ જૈન અને શિવ શાસનમાં પ્રૌઢ પુણ્ય કાર્યોથી પ્રસિદ્ધ છે. પુરાણામાં આ જ્ઞાતિ કણ્વ ઋષિના હાથે સ્થાપિત થયાની કથા છે. અઢાર હજાર બ્રાહ્મણ અને છત્રીશ હજાર વિકાનો ઉલ્લેખ અસ્પષ્ટ છે, વિશ્વકર્માએ ચાઊતપા નગરી સમૃદ્ધ કરી અને પ્રથમ યુગમાં માંધાતા, મૃતયુગમાં કણ્વાલય, વ્રતામાં કલ્મષનાથ, દ્વાપરમાં કપિલપુર, કળિયુગમાં કુલ — આ પ્રકારે ચારે યુગેામાં સ્થાનનાં ભિન્ન ભિન્ન નામ થયાં. આ જ્ઞાતિના રતન શ્રેષ્ઠીએ રૈવતાચલના ઉદ્ધાર કરી નેમિનાથ પ્રભુને સ્થાપન કર્યા હતા. પચાસ કરોડ સાનામહોરાના વ્યય કરીને આચંદ્રા કીતિ વિસ્તારી હતી. જાવડ ભાવર્ડ ૧૯ લાખ સેાનામહેાર ખરચીને શત્રુંજય પર આદિનાથ પ્રભુને સ્થાપન કર્યાં હતા. એ જ સુકૃતકારી જાતિના ઠાકરસી શાહના ગુણગ્રામનુ' હવે વર્ણન કરવામાં આવે છે. ભરતખંડમાં મહિમામય સારઠ દેશ છે. અહીંના લોકૈા દયાળુ અને પાંચરત્ન સહિત દાદ્રિષ રહિત છે. અહીં પાંચ કૃષ્ણ અને ત્રણ નાથેાના નિવાસ છે. જ્યાંના મંડન નેમિકુમાર છે એવા ગિરનાર પર ગંગા જેવા પાણીવાળા ગજેન્દ્રકુંડ, સહસાવને, લાખારામ, અંબિકા વિશ્રામ છે, જે અભિનવ કૈલાસ જેવા સુશોભિત છે. નિર્મળ નીરવાળી સરિતા સ્વર્ણરેખાના તટ પર જૂનાગઢ છે. અહીંના રાજા ખેંગાર મોટા ક્ષીર અને પ્રતાપી હતા. એના ઠાકરસી નામે પ્રધાન મંત્રો ધણા ગંભીર અને બુદ્ધિશાળી હતા, જેનું મતિમેરહર બિરૂદ હતું. રાજા પ્રધાનની સાથે એક વાર ચાપાટ-પાસા રમી રહ્યા હતા. હારેલા રુષ્ટ રાજાએ મંત્રીને દેસાટા (દેશવટા) આપી દીધા. રાજાનો શા વિશ્વાસ ? સાવતી પ્રીતિ એક ક્ષણમાં તાડતાં અચકાય નહિ. અમાત્ય ઠાકરશી પોતાના સમસ્ત પરિવારને લઈ સમુદ્રતટ ઉપર આવ્યા. જહાજમાં માલ ભરવામાં આવતા હતા. મંત્રી પણ પેાતાના સમુદાય સાથે જહાજમાં બેઠા અને દશ દિવસમાં મલબાર આવીને ઊતર્યાં. જ્યાં પદે પદે વાવા, કૂવા, તળાવા, અને દાનશાળ છે. ઈલાયચી, સેાપારી, નારિયેળ, કેરી, ફણસ, કેળાં વગેરે ક્ષેા તેમજ ઔષધિ વગેરે વનસ્પતિઆની અહીં બહુલતા છે. મલબારની ચતુર સુંદર સ્ત્રીઓ જાતજાતનાં વસ્ત્રાલ કારાને ધારણ કરી ચંદનનું વિલેપન કરે છે. અહીં જૈન અને શૈવ લાકાના નિવાસ છે. મંદિરા પર સ્વર્ણ કળશ, ધજાઓ અને ઘટના શબ્દો તેમજ વેદપાઠીને ધ્વનિ ગુંજારવ કરે છે. એની પાસે જ દક્ષિણ દેશનું વિજયનગર છે. હવે વિજયનગરને મહિમા સાંભળો : આ પ્રૌઢ નગરીના અભેદ્ય પ્રાકારો અને ઊંચાં ધવલગૃહો છે. બ્રહ્મપુરી, સન્યાસીમઠ, દિગંબર જૈન મંદિર તથા ઔષિધશાળાઓ પણ છે. રાતદહાડા વિદ્યાધ્યયન અને સ્થાને સ્થાને વ્યાસા કથા કહે છે. ટ્રેકભદ્રા ( તુંગભદ્રા) નદીનાં નિર્મળ નીર નગરીની નીચેથી પ્રવાહિત થાય છે. અહીંના રાજા રિયડ મોટા શૂરવીર અને પ્રતાપી છે. તેની કેટલાયે રાજાએ સેવા કરે છે. અને સૈન્ય પણ વિસ્તૃત છે. એને આઠ મત્રી, પાંચ પુરાહિતા અને સામત છે. આ પ્રકારે રાજા દક્ષિણ અને મલબાર–અને દેશનુ શાસન સુખપૂર્વક સંચાલન કરે છે. એની પાસેના વાકનઉરપુર નામે પ્રસિદ્ધ નગરમાં મંત્રી ગયા. આ નગરમાં પ્રવેશ કરતાં જ ઠાકરસી શાહને શુભ શકુન થયા. અને તેએ હર્ષ સાથે એક મકાન લઈને તેમાં રહેવા લાગ્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28