Book Title: Jain_Satyaprakash 1955 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ આવે છે. તે સમયમાં બંધાયેલ કર્મને ભગવટો હેતું નથી. અબાધા કાળ પૂર્ણ થયે ક્રમશ: ભોગવવા માટે તેના દલિકની રચના થાય છે. અબાધા કાળ પછીના પ્રથમ સ્થાનકમાં વધારે, બીજામાં ઓછાં, ત્રીજામાં ઓછાં, એમ સ્થિતિબંધના ચરમ સમય પર્યત દલિક ગોઠવાય છે. એક મિનિટની લગભગ સાડાત્રણ લાખ આવલિકા ગણાય. અબાધા કાળમાંથી છૂટેલ કર્મદલિકો પૈકી કેટલાંક દલિકોને ભોગવવાને કાર્યક્રમ પ્રથમ એક આવલિકા જેટલા વખતમાં ગોઠવાય તેટલા નિયત કાળને “ઉદયાવલિકા” કહે છે. એટલે કે ઉદયના સમયથી માંડીને એક આવલિકા સુધીને ભગવાને સમય તે પ્રથમ દિયાવલિકા કહેવાય છે. કર્મનાં સર્વ દલિકો કંઈ એક આવલિકા જેટલા સમયમાં ખતમ થતાં નથી. પણ એક ઉદયાવલિકા પૂરી થાય એટલે બીજી શરૂ થાય. દરેક ઉદયાવલિકામાં કર્મનો ઉદય ચાલુ જ હોય છે. એમ કેટલીયે ઉદયાવલિકાઓ વીત્યે છતે કર્મનો ઉદયકાળ પૂરો થાય છે. આ રીતે કર્મલિકો ભેગવવાને કાર્યક્રમ હોય છે. અબાધાકાળ પૂરો થયા બાદ ઉદય શરૂ થઈ કર્મદલિકા ઉદયાવલિકાઓમાં પ્રવેશવા વડે ફળદાયી બને છે. આ અબાધા કાળને નિયમ સ્થિતિબંધ ઉપર છે. તે નિયમ એ છે કે-જધન્ય સ્થિતિબધે અંતર્મુહૂર્તને અબાધાકાળ (અનુદયકાળ) હોય છે, સાધિક જધન્ય સ્થિતિબંધથી માંડી યાવત પાપમના અસંખ્ય ભાગાધિક બંધથી આરંભી બીજા પલ્યોપમને અસંખ્યાતમો ભાગ પૂર્ણ થાય ત્યાં સુધી બે સમયાધિક અંતર્મુહૂર્તને અબાધા કાળ પડે. એમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગાધિક બંધે સમયે સમયનો અબાધાકાળ વધારતાં પૂર્ણ કોડાકોડી સાગરોપમના બંધે સો વરસને અબાધા કાળ હોય. એટલે તેટલા વખતના જેટલો સમય થાય તેટલા સ્થાનકમાં દલિકરચના ન કરે. સામાન્યરીતે કર્મ ફળદાયી બનવાને એ પ્રમાણે નિયતકાળ હોય છે. તે પણ એના નિયતકાળ પૂર્વે પણ એને ઉદયમાં લાવી શકાય છે. અને તેને જેને પારિભાષિક શબ્દમાં ઉદીરણા કહેવાય છે. સામાન્યરીતે જે કર્મને ઉદય ચાલતો હોય તેના સજાતીય કર્મની જ ઉદીરણા થઈ શકે છે. કર્મનો ઉદય થવાનો સમય ને થયેલ હોય તે પણ પરાણે ઉદયમાં લાવી ભેગવે તે ઉદીરણા કહેવાય છે. આત્માને ચેક કરે છે તે કાચી મુદતે પણ કમ કપાવવાનો રસ્તો હવે જોઈએ. કાચી મુદતે કર્મને કાપી શકાય છે જે સમ્યકત્વ, દેશવિરતિ, જ્ઞાન થવાનું શક્ય બને છે. કાચી મુદતે કર્મ ન કપાતાં હોત તે ચાહે જેટલાં કર્મ સુંદર કરે કે ન કરે તેની કિંમત શું ? જે કમ અત્યારે ઉદય આવતું નથી તે લાંબા કાળ-ભવિષ્ય કાળે ઉદયમાં આવવાનું છે. અત્યારે ન ભોગવવા પડે તે નરકમાં ભેગવવાં પડે, પણ તેવાં કર્મોને અત્યારે જે જોગવવામાં આવે તે ઉદીરણા કરીને ભગવ્યાં કહેવાય. જેઓ વેચવાની તાકાતવાળા હોય તે વેદી શકે. વેદવાની તાકાત ન હોય તે ઊલટાં બમણાં બંધાય છે. કેટલાક ખમીને ખૂએ છે. ભોગવે તેમાં આ રૌદ્ર ધ્યાન કરે તે નરક વગેરેનું આયુષ્ય બાંધે. સમ્યગ્દષ્ટિ આત્મા તે વહેલું ઉદયે આવે તેમાં ભવિતવ્યતાને પાડ માને. તે તે એમ જ સમજે કે દેવું તે ગમે તે સ્થિતિમાં ભરવું પડશે. પણ સારી હાલતમાં દેવું સહેલાઈથી ભરી શકાશે. જિનેશ્વર જેવા દેવ વગેરે મલ્યું છે તે આવા વખતે કર્મને ભગવાને પરિણામ નહિ ટકાવીએ તો જે વખતે જિનેશ્વરના ધર્મનું શ્રવણ ન હોય તે વખતે પરિણામ ક્યાંથી ટકશે ? તપસ્યા, ચાદિક વગેરે વેદનીયની ઉદીરણા છે. એટલે અહીં સમજવાનું એ છે કે કર્મ ઉદયમાં આવ્યું અને કર્મ ઉદયમાં લાવ્યા તેમ બે પ્રકાર છે. આપણે ઉદયમાં આવેલાં કર્મોથી કંટાળીએ છીએ પછી લાવવાની વાત તો દૂર રહી. જ્યારે મહાપુરુષે તે દેખે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28